________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૫૫
રહેલા છે. એમ કહો તો તે કહેવું પણ યોગ્ય નથી, કેમકે હમણાં જે વિકલ્પો કર્યા તેના તે જ પ્રાપ્ત થાય છે; અને વિંધ્યાદિ પર્વતો કાંઈ સર્વવ્યાપી નથી કે જેથી એક જ આકાશમાં તે બધા રહ્યા છે એમ કહેવું સફળ થાય. કેમકે
જ્યાં વિંધ્યનો ભાવ છે અને જ્યાં તેનો અભાવ છે એવા બે આકાશ ભાગનું અન્યત્વ છે કે અનન્યત્વ છે? એ કહો
(પાના નં. ૬૧) એ પૂછવાથી શું ? જો અનન્યત્વ હોય તો સર્વથા અનન્યત્વ છે કે કથંચિત્ અનન્યત્વ છે? જો સર્વથા કહો તો જ્યાં વિંધ્યભાવ છે ત્યાં જ વિંધ્યાભાવ થવા જશે. કેમકે વિંધ્યભાવની પેઠે વિધ્યાભાવ પણ આકાશથી કાંઈ ભિન્ન નથી, અથવા ઉલટું પણ કહી શકાય કે જ્યાં વિંધ્યાભાવ છે ત્યાં પણ વિધ્યભાવ થવા જશે. જો એમ કહો કે કથંચિત્ અનન્યત્વ છે તો અનેકાન્તવાદનો અભ્યપગમ થશે અને તમારા પોતાના સિદ્ધાન્તનો પ્રકોપ થશે. હવે જો અન્યત્વ કહો તો તે પાછું સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા અન્યત્વ કહો તો બે માંથી એક આકાશનો ભાગ ન બનવાનો પ્રસંગ આવશે. કેમકે સર્વથા ભેદ અન્ય રીતે ઉપપન્ન થશે નહિ, જો કથંચિત્ કહેશો તો પાછો તમારા પોતાના સિદ્ધાંતો પરિત્યાગ થશે.
ત્યારે વળી કહેશો કે ભાગનો જ સ્વીકાર કરતા નથી એટલે આકાશને વિષે ઉક્ત દોષનો સંભવ નથી.
For Private and Personal Use Only