________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૬
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
તો અહો કેવું આશ્ચર્ય છે કે અસ્વીકાર કરવામાં જ તત્પર એવો મૂર્ખ અને સુખથી વધેલો યુક્તિથી સિદ્ધ થતા પણ ભાગને સમજતો નથી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાના નં. ૬૨) અરે વિશિષ્ટ ભાવના ભાવ અને અભાવ ઉપરથી જ ભાગ સમજાય છે એ વાત ઉપર લક્ષ લગાડો. આટલેથી હવે બસ છે, વિસ્તાર કરવાનું પ્રયોજન નથી.
આટલું કહેવાથી, નિત્ય, નિરવયવ, અક્રિય, વ્યાપક, એવા સામાન્યનો પણ નિરાસ થયો.
અરે ! અનુભવથી જ સિદ્ધ, એવા સામાન્યનો પ્રતિક્ષેપ કરીને સહૃદય એવા તાર્કિકોએ પોતાને આયાસ આપવો ઉચિત નથી, કેમકે એ આયાસ નિષ્ફલ છે. જીઓ, જો સનાતન, પરમાર્થથી સત્, વ્યાપી, એક અને અનવયવ એવું સામાન્ય ન માનવામાં આવે.તો દેશ, કાલ, સ્વભાવ, એ થકી ભિન્ન જે ઘટ, શરાવ, ઉદંચન, ઇત્યાદિ વિશેષોને વિષે સર્વત્ર મૃત્તિકા મૃત્તિકા એમ શબ્દ અને બુદ્ધિ (જ્ઞાન) અભિન્ન રીતે જણાશે નહિ. હિમ, તુષાર, કરા, ઉદક, અંગાર, તુષાગ્નિ, જ્વાલાગ્નિ, મહાવાત, ચક્રવાત, ઉત્કલિકા, પવન, ખદિર, ઉદુંબર,
(પાના નં. ૬૩) ઇત્યાદિ અત્યંત ભિન્ન એવા બહુ વિશેષો વિષે એકાકાર જ્ઞાન થતું નથી, તેમ એક જ આકાર
For Private and Personal Use Only