________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧પ૯
છે, કેમકે અસમાન પરિણામ સમાન પરિણામ વિના હોઈ શક્તો જ નથી. આ બેનો વિરોધ છે, એમ પણ ન ધારવું, કેમકે ઉભયે સ્વસંવેદનથી સિદ્ધ છે. તે સંવેદન ઉભયરૂપ છે. અને તે ઉભયરૂપતા વ્યવસ્થાપિત કરેલી છે.
વળી જે કહયું હતુ કે વસ્તુને સામાન્ય વિશેષ ઉભયરૂપવાળી માનવાથી
(પાના નં. ૬ ૬) પ્રસિદ્ધ એવા સકલ લોક વ્યવહારના નિયમનો ઉચ્છેદ થશે વગેરે તે પણ જિનમતના અજ્ઞાનનું જ માત્ર સૂચક છે, પોતાના ઈષ્ટાર્થને સિદ્ધ કરનારુ નથી. જેનો કાંઈ એમ કહેતા નથી કે વિષ, લાડુ ઇત્યાદિ ભિન્ન ભિન્ન પદાર્થો થી અનર્થાતરરૂપ એક સ્વભાવવાળુ, એક, અનવયવ, સામાન્ય છે, એટલે તમે કહો છો કે વિષ વિષ નથી, પણ મોદકાદિ પણ છે; કેમકે તેનાથી અભિન્ન એવું જે સામાન્ય તેનાથી તે અભિન્ન છે. એ સર્વ નિરર્થક છે. ત્યારે જૈનો શું કહે છે?
તો કહીશું કે સમાન પરિણામને જ સામાન્ય કહીએ છીએ. સમાન પરિણામ ભેદ વિના બનતો નથી, એટલે જે વિષથી અભિન્ન છે તે જ મોદકાદિથી અભિન્ન નથી, કેમકે સર્વથા એકત્વ હોય તો સમાનપણ ન હોઈ શકે. એમ કહો કે સમાન પરિણામ પણ વિશેષે વિશેષે અન્ય છે એટલે અસમાન પરિણામની પેઠે તેના ભાવની જ અનુપપત્તિ થશે,
For Private and Personal Use Only