________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
વ્યાવૃત્યાદિ લક્ષણવાળા સાદેશ્યરૂપી કારણને પરસ્પર અત્યંત વિલક્ષણ સ્વભાવવાળા બધા ભાવને કહેનારાનું કહેવુ એ વાણીમાત્ર છે. જુઓ-સજાતીય અને અસજાતીય વ્યાવૃત્ત હોઈ અવિશેષરૂપે ભાવ માત્રની વિલક્ષણતા પ્રાપ્ત થતાં
(પાના નં. ૫૫) કોણ કોની સાથે સમાન કારણવાળું કહેવાશે, કોણ કોનાથી સમાન કાર્યવાળુ કહેવાશે, એનો વિચાર પોતાના મતનો અનુરાગ તજી, આંખો મીંચી ને થોડીવાર કરી જુઓ. સમાન કારણ અને સમાન કાર્ય એવું કાંઈ રહ્યું નહિ ત્યારે “અતત્કારણથી તત્કાર્યની વ્યાવૃત્તિ થાય છે એવું કોણ કહી શકે ! કેમકે સ્વકારણથી ઉપજતાં અને સ્વકાર્યને સાધનાર, એવાં સ્વરૂપ વિના તો ભાવમાત્ર સર્વ ભાવથી અવિશેષ કરીને વ્યાવૃત્ત છે જ.
એટલેથી એ વાત પડતી મૂકી જે પ્રકૃતિ છે તેને જ જોઈએ.
ત્યારે પેલો જે નિર્વિકલ્પનાનુભવ તે વિજાતીય ભેદ ગ્રહાણને પ્રસંગે ભ્રાંતિ રૂપ નથી અને સજાતીય ભેદ ગ્રહણ ને પ્રસંગે ભ્રાંતિ રૂપ છે માટે તેનો ગ્રાહક જે વિકલ્પ તેનો અસંભવ છે એ કહેવું પણ યોગ્ય નથી, કેમકે એક જ વસ્તુ ભ્રાંતિરૂપ અને અભ્રાંતિરૂપ હોય એમ બને નહિ, કલ્પના રહિત, અભ્રાંત તે પ્રત્યક્ષ એમ જે લક્ષણ છે તેમાં અભ્રાંત
For Private and Personal Use Only