________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ ૨
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
ત્યારે હવે એમ કહો કે બીજા કોઈ સ્વભાવથી સજાતીય ભેદ ગ્રહણ થાય છે, તો અનુભવને દ્વિસ્વભાવતા પ્રાપ્ત થઈ.
(પાના નં. ૫૭) અને તેમ થતાં, સ્વભાવ ધર્મ છે, અનુભવ ધર્મી છે, એટલે બેનો ભેદ છે કે અભેદ છે કે ભેદભેદ છે એ વિકલ્પોથી પ્રાપ્ત થતા દોષરૂપી વજપાત અનિવાર્ય થઈ પડ્યો, અને તેમાંથી ઉગરવાનો ઉપાય શોધવો રહ્યો.
ઉભય સ્વભાવ પરિકલ્પિત છે એમ કહેવા રૂપી કવચ એ જ ઉપાય છે એટલે તમારો દોષરૂપી વજપ્રહાર તે માત્ર તમને પ્રયાસ રૂપ ફલ આપે છે, ઇષ્ટ ફલ આપનારો નથી. ના, એવું નથી કેમકે પ્રચંડવેગવાળા મહાસ્રોતના પ્રવાહમાં તણાતાં કુશકાશ ના અવલંબનની પેઠે તમારો ઉપાય નકામો છે. જાઓ-પરિકલ્પિત ભયસ્વભાવતા
સ્વીકારી એટલે પરમાર્થતઃ તો એ નિર્વિલ્પ અનુભવ વિજાતીય ભેદ ગ્રહવાને સમર્થ એવા સ્વભાવવાળો નથી તેમ સજાતીય ભેદ ગ્રહવાને અસમર્થ એવા સ્વભાવવાળો પણ નથી, એટલે અનુભવ કેવલ સ્વભાવ રહિત થયો એટલે તે અનુભવ જ અનનુભવ થયો, તેથી આ તો પિશાચના ભયથી શમશાનમાં જવા જેવો ઘાટ થયો; તેથી ધિક્કાર થાવ અહો શો ભયંકર અજ્ઞાનાધંકાર છે!
For Private and Personal Use Only