________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
પદાર્થ વ્યવસ્થા માનવી તે પણ યુક્ત નથી, કેમકે પ્રતીતિથી તે વિરૂદ્ધ હોઈ અગ્રાહ્ય ઠરે છે. જે એકાંત નિત્ય છે તેનાથી આ પ્રકારનું સંવેદન ઘટે નહિ, કેમકે વ્યાવૃત્તાકારના કારણ રૂપ જે પર્યાયભેદ તેનો જ ત્યાં સંભવ નથી, જો હોય તો એકાંત નિત્યતાની જ અનુપપત્તિ થાય. કહ્યું પણ છે કે, “એકાન્ત નિત્ય એવા ભાવો થકી અન્વય અને વ્યતિરેક ઉભયાત્મક સંવેદન બને નહિ, કેમકે પર્યાયભેદનો અભાવ છે.” વગેરે.
એમ જ એકાંત અનિત્ય પદાર્થથી પણ પ્રકૃત સંવેદન થવાનો સંભવ નથી, કેમકે ત્યાં અનુવૃત્તાકારના કારણ રૂપ જે દ્રવ્યાન્વય, તેનો જ અભાવ છે. " (પાના નં. ૪૫) નિરન્વય અનિત્ય એવા પદાર્થનો સ્વીકાર કરનારને તેનાથી અન્ય તેના જેવી વસ્તુનો સંભવ નથી, કેમકે, સર્વથા હેતુની નિવૃત્તિ માનો તો અહેતુક એવું કાંઈક થવાનો પ્રસંગ આવે, જો કથંચિત્ નિવૃત્તિ માનો તો અન્વય સિદ્ધ થશે, કહ્યું છે કે, “સર્વથા કારણનો ઉચ્છેદ થતાં કાર્ય હેતુ વિના જ (અહેતુક) થાય, કેમકે કારણગત શક્તિ તેના આધાર રૂપે જે અવયવો તેનો કાર્ય સાથે અન્વય છે નહિ.” વગેરે.
વળી આ અન્વયવ્યતિરેકવાળા સંવેદનનો કોઈ બાધક પ્રત્યય નથી, કેમકે કદાપિ પણ તેની ઉપલબ્ધિ થતી
For Private and Personal Use Only