________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩)
અનેકાનાવાદપ્રવેશ ભાવાનુવાદ
સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ એ તો અમને ઈષ્ટ જ છે તેથી સિદ્ધસાધ્યતા દોષ છે.
આ કહેવું પણ યોગ્ય નથી; કેમકે પોતાના જ મતથી વિરૂદ્ધ છે. જુઓ-આમ કહેનારે પણ સત્ત્વ અને અસત્ત્વ એ, વસ્તુના ધર્મ છે, એમ તો માનવું જ પડશે, ત્યારે કહો કે ધર્મ અને ધર્મીનું અન્યત્વ છે ? અનન્યત્વ છે ? કે અન્યાનન્યત્વ છે ? જો અન્યત્વ જ હોય તો વસ્તુ અવસ્તુ થઈ જશે કેમકે ધર્મહીન વસ્તુ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે એમ સ્વીકારેલું છે, ધર્મ વસ્તુથી પર છે, એટલે સતુ વગેરે ધર્મરૂપે ન હોવાથી વસ્તુ એ અવસ્તુ બનવાનો પ્રસંગ આવે.
(પાના નં. ૩૧) એ જ રીતે ધર્મને વસ્તુથી ભિન્ન માનતાં તે ધર્મ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ હોઈ ધર્માતરને પ્રાપ્ત કરશે. ત્યાં પણ એ જ ન્યાય લાગશે, એમ અવ્યવસ્થા થશે.
અહીં વૈશેષિક શંકા કરે છે-ધર્મો ધર્માતરને પ્રાપ્ત થાય તે વાત ઈષ્ટ નથી. પરંતુ એ ધર્મો પોતે જ સ્વરૂપે છે, પરરૂપે નથી, માટે સત્ત્વ અને અસત્ત્વ તે કાંઈ તેમનાથી વિલક્ષણ નથી.
એ પણ બરાબર નથી, કેમકે વસ્તુને પણ એ ન્યાય લાગશે, અને ધર્માભાવનો પ્રસંગ આવતાં મૂલ સિદ્ધાંતમાં વિરોધ આવશે,
For Private and Personal Use Only