________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
નિત્યાનિત્યરૂપે જ સમજાય છે. જુઓ-પ્રત્યક્ષથી વસ્તુ નિત્યાનિત્યરૂપે જ જણાય છે, એમ ન હોય તો વસ્તુનું જ્ઞાન નહી થવાનો પ્રસંગ આવશે. તે આ પ્રમાણે જો વસ્તુને અપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવવાળી સર્વથા નિત્ય માનવામાં આવે તો તે જ્ઞાન ઉપજાવી શકે તેવા સ્વભાવવાળી થાય કે ન ઉપજાવી શકે તેવા સ્વભાવવાળી થાય? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો સર્વને સર્વત્ર સર્વ કાળે તે જ્ઞાન ઉપજાવતી હોવી જોઈએ, કેમકે તે એક સ્વભાવવાળી જ છે. પરંતુ એમ તો થતું નથી, કેમકે કોઈ સ્થાને કોઈકને ક્યારેક જ તેનું જ્ઞાન થાય છે. એમ કહો કે દેશકાળાદિ વિશેષથી એમ થાય છે તો તે પણ ઠીક નથી. કેમકે જે સર્વથા એક સ્વભાવવાળું છે તેને નવો વિશેષ થવાનો અવકાશ નથી; જો અવકાશ હોય તો અનિયત્વ પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે. જ્ઞાન ઉપજાવવામાં સહકારીની અપેક્ષા છે એમ કહેશો તો તેમ પણ નથી; કેમકે જે એકાંત નિત્ય છે તેને અપેક્ષાનો અવકાશ જ નથી. જુઓ, સહકારી તેનામાં કાંઈ વિશેષ ઉપજાવે છે કે નહિ ? એ કહો. જો ઉપજાવતો હોય તો તે અર્થાતરરૂપ છે કે અનર્થાતરરૂપ છે?
(પાના નં. ૩૪) જો અર્થાતરરૂપ હોય તો તેથી વસ્તુને શું થયું? વિશેષ થયો એમ કહો તો તેમ નથી, કેમકે અનવસ્થા થાય છે. જુઓ-જે વિશેષ થાય છે તે વસ્તુથી
For Private and Personal Use Only