________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
જાતિરૂપ છે, કેમકે એકલા ભેદ કે અભેદ ઘટતા નથી. ‘ભેદ અને અભેદ પરસ્પર સંકળાયેલા નથી' એવો જૈનમત નથી, કેમકે અભેદથી નહીં સંકળાયેલ માત્ર ભેદની સિદ્ધિ થતી નથી અને ભેદથી નહીં સંકળાયેલ માત્ર અભેદની સિદ્ધિ થતી નથી. તેથી જે કહ્યું હતું કે “જે આકારે ભેદ છે તે આકારે ભેદ જ છે’ તે અર્થરહિત જાણવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ અને ધર્મીનો ભેદાભેદ એટલે શું ? એનો અર્થ એટલો જ કે કચિત્ ભેદ છે, અને કથચત્ અભેદ છે.
(પાના નં. ૨૩) ત્યાં ધર્મો પરસ્પરથી ભિન્ન છે અને પાછા પ્રતિનિયત એક ધર્મીના આશ્રિત છે, એટલે કથંચિત્ ભેદ થયો, તે આ પ્રમાણે- ધર્મ અને ધર્મીનું સર્વથા એકત્વ માનતાં ધર્મ રૂપે પણ ભેદ થવો યોગ્ય નથી, તે પ્રતીત છે. વળી એમ ધર્મોમાં ધર્મીનું સ્વરૂપ આવી જવાથી, તેમ ધર્મીમાં ધર્મોનું સ્વરૂપ આવી જવાથી કથંચિત્ ધર્મ ધર્મીનો અભેદ પણ થશે. જો અત્યંત ભેદ જ હોય તો ધર્મ અને ધર્મી એમ કલ્પનાનો પણ અવકાશ નથી. કેમકે અતિપ્રસંગ આવી જાય.
કદાચ એવી શંકા થાય કે-આવી જે ધર્મ ધર્મી કલ્પના તે તો ઉત્પ્રેક્ષા માત્ર છે, તાત્ત્વિક નથી.
આ શંકા પણ બરાબર નથી. કેમકે અનુભવથી વિરૂદ્ધ છે, અને જે અનુભવ છે તે અનુપપન્ન કહેવાતો નથી.
For Private and Personal Use Only