________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
તેમજ ભાવથી, શ્યામત્વરૂપે સત્ છે, રક્તત્વાદિરૂપે સત્ નથી; કેમકે એમ ન હોય તો અન્ય રૂપ આવી જતા ઘટ સ્વરૂપની હાનિનો પ્રસંગ આવે. ઘટ દ્રવ્યાઘાત્મક છે
૧૧૫
(પાના નં. ૧૫) કેમકે દ્રવ્યાદિ વિના ઘટનો અભાવ છે અને ઘટ તેમનો પરિણામ છે, કેમકે જો તેનો પરિણામ ન હોય તો તેનો અભાવ આવી જાય.
અહીં બૌદ્ધ શંકા કરે છે-જે સ્વદ્રવ્યે કરીને સત્ત્વ તે જ ૫૨ દ્રવ્યે કરીને અસત્ત્વ; સ્વક્ષેત્રસત્ત્વ એ જ પરક્ષેત્રાસત્ત્વ, સ્વકાલે કરીને સત્ત્વ તે જ પરકાલે કરીને અસત્ત્વ, સ્વભાવે કરીને સત્ત્વ તે જ પરભાવે કરીને અસત્ત્વ. આ પ્રકારે જોતા ઘટાદિ વસ્તુનું પાર્થિવ દ્રવ્યરૂપે સત્ત્વ તે જ જલાદિ દ્રવ્યરૂપે અસત્ત્વ છે; આ ક્ષેત્રરૂપે સત્ત્વ તે જ પાટલિપુત્રાદિરૂપે અસત્ત્વ છે, ઘટકાલરૂપે સત્ત્વ તે જ કપાલાદિકાલરૂપે અસત્ત્વ છે; અને શ્યામત્વરૂપે સત્ત્વ તે જ રક્તત્વરૂપે અસત્ત્વ છે; કેમકે ઘટ એક સ્વભાવવાળો છે અને નિરંશ છે.
For Private and Personal Use Only
આ કહેવું પણ અસાર છે; કેમકે ઘટાદિને એક સ્વભાવવાળા માનવાથી તો વસ્તુ અવસ્તુ થઈ જશે. જીઓ, પાર્થિવ દ્રવ્યરૂપે સત્ત્વ તે જ જલાદિ દ્રવ્યરૂપે અસત્ત્વ હોય તો તે વસ્તુ જેમ પાર્થિવ દ્રવ્યરૂપે સત્ છે એમ જલાદિ દ્રવ્યરૂપે પણ સત્ થઈ જાય એમાં કાંઈ બાધ નથી, કેમકે