________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૧૩
વળી વસ્તુને આવા વિરૂદ્ધ ધર્મવાળી માનવાથી અનેકાંતાવાદીને મુક્તિના અભાવનો પ્રસંગ પણ આવશે. જુઓ પોતાના સ્ત્રી, ઘર, મણિ, કનક, ધન, ધાન્ય ઇત્યાદિ અનાત્મરૂપ છે, અનિત્ય છે, અશુચિ છે, દુઃખરૂપ છે, એમ જાણી ભાવથકી તેવી જ ભાવના કરતા કરતા, તે તે વસ્તુઓમાં વાસ્તવિક આસક્તિ કરવા જેવું કાંઈ નથી એમ ભાવનાનો પ્રકર્ષ થતાં વૈરાગ્ય સિદ્ધ થાય છે,
(પાના નં. ૧૩) અને તે પછી મુક્તિ થાય છે. સર્વત્ર હું અને મારું એવી જે આત્મઆત્મીયભાવના તે જ મોહ છે, તે ભાવનાપૂર્વક જે સ્નેહ તે રાગ. તે ભાવનાપૂર્વક જે અનુરાગ વિષય તેના ઉપરોધિ ઉપર અણગમો તે દ્વેષ, આવી વ્યવસ્થા છે, આનાથી બધુ ઘટે છે. ત્યાં પોતાના અંગનાદિક ઉપર જો આત્માભાવના છે તો ફક્ત અનાત્મ ભાવનાનો અભાવ છે અને હોય તો પણ મિથ્યા છે, તેથી વૈરાગ્યનો અભાવ છે, તેના અભાવથી મુક્તિના અભાવનો પ્રસંગ સહેજે આવે છે.
અહીં પાંચમો પૂર્વપક્ષ પૂર્ણ થયો. આમ પૂર્વપક્ષગ્રન્થ પૂર્ણ થયો. હવે ઉત્તરપક્ષ
આ પ્રકારે આ મંદમતિવાળા, દુષ્ટ તર્કથી હણાયેલા અન્યતીર્થિકો, પોતે નષ્ટ હોઈ અન્ય મુરખોનો પણ નાશ કરે
For Private and Personal Use Only