________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
તેમ ઘોડા પ્રતિ ગમે ત્યાં પ્રવર્તે તો એ સરખું જ છે, ઘોડાનો અર્થી ઘોડા પ્રતિ અને ક્ષીર પ્રતિ ગમે ત્યાં પ્રવર્તે તો એ સરખું જ છે; પણ આવી અનિયમિત પ્રવૃત્તિ ક્યાંય દેખાતી નથી.
એમ પણ કહી શકાય કે “વિષાદીને વિશે વિશેષ રૂપતા પણ છે જ, જે વિષ માટે પ્રવર્તનારની પ્રવૃત્તિનું બીજ છે, અને જેને લીધે વિષ ભક્ષણથી અન્ય ભક્ષણ થયું માની શકાતું નથી.” આમ કહેવું પણ અયુક્ત છે કેમકે વિકલ્પો ઘટતા નથી. જાઓ-વિષાદિની જે વિશેષરૂપતા છે તે મોદકાદિના વિશેષરૂપથી ભિન્ન છે કે સ્વરૂપ નિયત છે ? મોદકાદિની વિશેષરૂપતાથી ભિન્ન ન હોઈ શકે. કેમકે મોદકથી અભિન્ન એવા સામાન્યથી તે અભિન્ન છે. ભિન્ન માનતાં ઉભયરૂપવાળી એક વસ્તુ માનવાના વાદની હાનિ થાય છે; ભિન્ન અને અભિન્ન એવો ઉભયપક્ષ માનતાં તે પરસ્પરથી વિરૂદ્ધ હોઈ તેનો તિરસ્કાર થાય છે. વિષાદીની વિશેષ રૂપતાને સ્વરૂપનિયત પણ ન કહી શકાય, કેમકે મોદકાદિથી અભિન્ન એવું જે સામાન્ય તેનાથી તે ભિન્ન નથી. જો ભિશ કહો તો તે જ વિશેષરૂપતા અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય હોવાથી વસ્તુ કહેવાશે, કેમકે વસ્તુનો સ્વભાવ જ ફલવિશેષોપાદનભાવરૂપ છે, પરંતુ તે પ્રકારની અર્થક્રિયા અન્યત્ર મળતી નથી,
(પાના નં. ૧૦) કેમકે આવી એકલા વિશેષ રૂપ
For Private and Personal Use Only