Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેવલજ્ઞાનશબ્દાર્થઃ
(૫) કેવળજ્ઞાન કેવળજ્ઞાનના શબ્દાર્થ આ પ્રમાણે છે. જે એક-અસહાય જ્ઞાન હોય છે તેનું નામ કેવળજ્ઞાન છે. અહી કેવળ શબ્દના અર્થ એક-અસહાય એવા લીધા છે. કારણ કે તેમાં ઈન્દ્રિય વગેરેની તથા અન્યજ્ઞાનની આવશ્યકતા રહેતી નથી, તેથી તેને પરની સહાયતા વિનાનુ હાવાના કારણે એક-અસહાય મનાયુ છે૧. અથવા જે શુદ્ધ જ્ઞાન હૈાય છે તે કેવળજ્ઞાન છે. અહી' · કેવળ શબ્દના અર્થ શુદ્ધ કર્યા છે. કારણ કે આ જ્ઞાન સર્વે આવરણા નષ્ટ થતાં જ થાય છેર. અથવા જે જ્ઞાન સપૂર્ણ હાય છે તે કેવળજ્ઞાન છે. અહી કેવળના અસ પૂર્ણ દર્શાવાયા છે, કારણ કે આ જ્ઞાન સંપૂર્ણ પદાથેનેિ-રૂપી, અરૂપી સમસ્ત ત્રિકાલવી પટ્ટા સમૂહને ગ્રહણ કરે છે ૩. અથવા જે જ્ઞાન અસાધારણ હોય છે તેનુ નામ કેવળજ્ઞાન છે, અહી' કેવળ શબ્દના અર્થ અસાધારણ કરાય છે, કારણ કે તેના જેવું બીજું કાઈ જ્ઞાન નથી૪. અથવા જે જ્ઞાન અનંત હાય છે તેનુ નામ કેવળજ્ઞાન છે. અહી' કેવળના અથ અનત કરાયે છે, કારણકે આત્મામાં એક વખત આ જ્ઞાન થયાં પછી તેને નાશ થતા નથી. તથા અનંત જ્ઞેયાને જાણવાથી પણ તે અનંત મનાયુ છુ. ૫. આ રીતે એ પાંચ અર્થાવાળું જે જ્ઞાન થાય છે એ જ કેવળજ્ઞાન છે, એવું જાણવુ જોઈ એ. તેનું તાત્પર્ય એ છે કે આ જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મોના મૂળમાંથી જ ક્ષય થાય છે. ભૂત, ભવિષ્ય અને વ†માનકાળના સર્વ પદાર્થો હસ્તામલકવત્ તેમાં પ્રતિિ બિત થતાં રહે છે. તથા એ કેવળજ્ઞાન મત્યાદિક ક્ષાયેાપશમિક જ્ઞાનાથી નિરપેક્ષ રહે છે, કારણ કે તેની ઉત્પત્તિ થતાં મત્યાદિક જ્ઞાન રહેતાં નથી.
શંકા :–કેવળજ્ઞાનના સદ્ભાવમાં માર્દિકને અસદ્ભાવ કેમ રહે છે? જ્યારે મત્યાક્રિક જ્ઞાન પોતપોતાનાં આવરણાના ક્ષયાપશમ થતાં જ થાય છે ત્યારે તે વાત માનવી વધુ સરળ પડે છે, કે જ્યારે પોત પોતાનાં આવરણોનો સદંતર ક્ષય થઈ જશે ત્યારે તે આપો આપ જ પ્રગટ થવા લાગશે, જેવી રીતે ચારિત્ર પરિણામ હેાય છે. કહ્યું પણ છે.-
“ અવળવેવિયમે, નારૂં વિન્ગતિ મમુયાિ आवरणसच्चविगमे, कह ताई न होंति जीवस्स ॥ १ ॥
એ શંકાના ઉત્તર આ પ્રમાણે છે—જે રીતે મેલ વાળા મણીમાંથી જ્યાં
શ્રી નન્દી સૂત્ર
૨૧