Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
" द्रव्याणि मूर्तिमन्त्येव, विषयो यस्य सर्वतः ।
નિયચહિતં જ્ઞાનં, તાધિક્ષા' ? ..
એટલે કે જે જ્ઞાનમાં ઈન્દ્રિયે તથા મનની સહાયતા નથી, તથા જે રૂપી યુગલ દ્રવ્યને જ જાણે છે તે અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જીવને પ્રાપ્ત થાય છે તેના બે ભેદ છે(૧)ગુણપ્રત્યય (૨) ભવ પ્રત્યય. ગુણપ્રત્યય અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચાને થાય છે. આ અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં સમ્યગ્દર્શન વગેરે ગુણે નિમિત્તરૂપ મનાય છે. જે અવ ધિજ્ઞાનની ઉત્પત્તિ માટે ભવ કારણરૂપ હોય છે તે અવધિજ્ઞાન ભવપ્રત્યય મનાય છે. આ અવધિજ્ઞાન દેવ તથા નારકી છને થાય છે. એ બંને પ્રકારના અવ ધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ જરૂર કારણરૂપ હોય છે ખરો પણ તે પરમ્પરારૂપથી હોય છે, સાક્ષાત્કારણ ભવપ્રત્યય અવધિમાં દેવ અને નારકીને ભવ માનવામાં આવ્યા છે. તથા ગુણપ્રત્યય અવધિમાં સમ્યગ્દર્શન આદિ ગુણ મનાયા છે. કારણ કે દેવ–નારકીના ભવને માટે ત્યાં અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થાય છે. તથા સમ્યગ્દર્શન વગેરે ગુણેને માટે મનુષ્ય અને તિર્યંચ પર્યાયમાં અવધિજ્ઞાનાવરણીય કમને ક્ષયપ શમ થાય છે. ગુણપ્રત્યય અવધિનું નામ ક્ષાપશમિક અવધિજ્ઞાન પણ છે. દેવ નારકીની પર્યાયમાં અવધિજ્ઞાનની પ્રાપ્તિ જન્મસિદ્ધ અધિકાર છે, પણ મનુષ્ય, તિર્યમાં એવું નથી. ૩
મનઃ પર્યજ્ઞાનશબ્દાર્થ
(૪) મન:પર્યવજ્ઞાનમનઃવિજ્ઞાન શબ્દનો અર્થ આ પ્રકારને છે–“ર” શબ્દ, રક્ષણ, ગતિ, કાન્તિ, પ્રીતિ, તૃપ્તિ, અવગમ વગેરે અર્થોમાં વપરાય છે. અહીં તે અર્થોમાંથી તે શબ્દને ફકત “લવામ” અર્થ જ ગ્રહણ કરાય છે. રિ' શબ્દનો અર્થ સર્વતોભાવ છે. સર્વતભાવથી થયેલ બંધને
શ્રી નન્દી સૂત્ર
૧૯