Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મને પશમ થતાં જ આત્મા રૂપાદિક પદાર્થોને જાણે છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ જ જ્ઞાનનું કારણ હોય છે, તેથી કારણરૂપ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમમાં કાર્યરૂપ જ્ઞાનને અભેદેપચાર કરવાથી આભિનિબેધિક પદની જ્ઞાનની સાથે સમાનાધિકરણતા બની જાય છે.
અથવા અભિનિબંધ શબ્દનો અર્થ આત્મા પણ છે, કારણ કે આત્મા જ પદાર્થોને જાણે છે તેથી તે જ આભિનિધિક છે. અહીં જે આભિનિધિકઆત્માને જ્ઞાન સ્વરૂપે પ્રગટ કરેલો છે તે ધર્મ અને ધમમાં અભેદની અપેક્ષાથી જાણવું જોઈએ. પિતાના ઉપયોગરૂપ પરિણામથી અભિન્ન હોવાને કારણે આત્મરૂપ આભિનિબેધિક પદની આ પક્ષમાં પણ જ્ઞાનપદની સાથે સમાનાધિકરણતા બનવામાં કઈ વાંધો આવતો નથી. આભિનિબંધિક જ્ઞાનને અર્થ મતિજ્ઞાન છે. કહ્યું પણ છે –
“મતિઃ સ્મૃતિ, સંજ્ઞા, નિત્તા, મિનિધોધઃ” એ બધાં પર્યાયવાચક શબ્દો છે. પર્યાયવાચક શબ્દોમાં શબ્દની અપેક્ષાએ અંતર હોવા છતાં અર્થની અપેક્ષાએ અંતર હોતું નથી. એક જ અર્થના તે દર્શાવનારા હોય છે. ૧
શ્રુતજ્ઞાનવર્ણનમ્
( ૨ ) શ્રુતજ્ઞાનશ્રુતજ્ઞાન શબ્દનો અર્થ આ પ્રમાણે છે:-શ્રુતજ્ઞાન શબ્દને અર્થ-શબ્દ સાંભળવાથી ઉત્પન્ન થતું જ્ઞાન, આ જ્ઞાન પાંચ ઈન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. તથા તેમાં શબ્દ અને તેના અર્થની પર્યાલચના હોય છે. આ રીતે શબ્દના શ્રવણથી જે જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થાય છે તે શ્રુતજ્ઞાન છે.
અથવા–“જોતીતિ બ્રુતમ્” જે સાંભળે છે તે શ્રત છે. આ વિવક્ષા પ્રમાણે શ્રતને અર્થ શ્રોતા થાય છે. શ્રોતા આત્માને પર્યાયવાચી શબ્દ છે. આ રીતે
શ્રી નન્દી સૂત્ર