Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રદર્શક શાસ્ત્રોની રચના કરે છે. કહ્યું પણ છે કે –“અલ્વે મારફ જરિરા, સુરં તિ જાદા નિષgr” ઈત્યાદિ. “fજળવિદ્ય” આ વિશેષણ જિનમતમાં એવી વિશેષતા પ્રકટ કરે છે કે આ શાસ્ત્ર હિતમાં પ્રવૃત્તિ થઈ ચુકેલા જિનોને માટે જ-જબૂસ્વામી આદિને માટે જ કહેવા યોગ્ય છે, કારણ કે તેમણે જ સારી રીતે, વિનેગના ભાવ સહિત હિતને વિઘાત કરનારા વિવાદનું અનિટોનું નિવારણ કર્યું છે. એટલે કે આત્મહિત કરવાની આડે જે જે વિઘાતક અનિષ્ટ હતાં, તેમનું નિવારણ કરીને તેમણે આત્મહિતની સાધના કરી હતી. એટલે કે એવાં જ જિનરૂપ છએ જિનમત પ્રત્યે વિયોગ સાચા અર્થમાં સાથે હતે. એટલે કે ગણધરોએ જંબુસ્વામી આદિ એવી વ્યક્તિઓની પાસે આ જિનમતનું કથન કર્યું હતું કે જેઓ ગુરુ આદિની શુશ્રુષા કરતા થતા આ જિનમતનું શ્રવણ કરવાને અત્યંત ઉત્કટ ઈરછાથી યુક્ત હતા. અને આ પ્રકારે પિતાનું આત્મહિત સાધવાને તત્પર થયેલા તેઓ સદા વિશુદ્ધ ઉપાયમાં પ્રવૃત્ત રહેતા હતા અને અપાયોથી (અનર્થ રૂપ અનિષ્ટોથી દૂર રહેતા હતા.
શંકા–આ પ્રકરણ સ્વાભાવિક રીતે જ અતિ સુંદર હોવા છતાં પણ શા માટે જિનેને ઉપદિષ્ટ કરાયું છે, અજિનેને શા માટે ઉપદિષ્ટ કરાયું નથી ?
ઉત્તરઅજિનેને અનુલક્ષીને આ પ્રકરણ ઉપદિષ્ટ કરાયું નથી કારણ કે તેઓ સ્વભાવતઃ અભદ્ર હોય છે, તેથી તેમના દ્વારા અહીં ઉપપાત થવા સંભવ રહે છે. એવું જોવામાં આવે છે કે સ્વાભાવિક રીતે જ સુંદર હોય એવી વસ્તુ પણ પાત્રના દોષથી તેની અસુંદર, તાથી અસુંદર બની જાય છે. જેમ કે ઘુવડ આદિ તામસ જતુઓને સૂર્યના કિરણે લોભને બદલે હાનિ જ કરે છે.
“ જાને મુનક્કાના” ઈત્યાદિ-દૂધ જેવી સુંદર વસ્તુ સાપને પિવરાવવામાં આવે તે તેને લીધે તેના વિષની જ વૃદ્ધિ થાય છે. આ રીતે અયોગ્ય પાત્ર દ્વારા સેવન થવાને કારણે દૂધ જેવી સુંદર વસ્તુનું પણ વિષમાં પરિણમન થઈ જાય છે. એ જ પ્રમાણે અયોગ્ય પાત્રને-મૂખે જનોને-જે ઉપદેશ દેવામાં આવે, તે તે અનર્થ રૂપે–પ્રકોપ આદિ રૂપે-પરિણમે છે. જેમ કાનમાં પેસી ગયેલું જળ પીડાકારી થઈ પડે છે, એ જ પ્રમાણે અભદ્રને માટે પણ ગુરુ આદિને ઉપદેશ અશાન્તિનું કારણ બની જાય છે. એજ વાતના સમર્થન માટે “નિrcuહ્યું ” પદને પ્રયોગ કરાયો છે. જેઓ ગોત્રવિશુદ્ધ ઉપાય (આત્મહિતને માગ) આચરી રહ્યા છે અને અનર્થોથી દૂર રહેવા પ્રયત્ન કરે છે એવા જ બૂસ્વામી આદિ જિને દ્વારા વિધિ અનુસાર જેનું સેવન કરવામાં આવેલું હતું અને જેના સેવન દ્વારા તેમનું હિત સધાયું હતું એવું આ શાસ્ત્ર પચ્યાહારની જેમ ભવિષ્યના દુઃખોથી રક્ષા કરનારું હોવાથી હિતાવહ છે. એવું જે આ જિનમત રૂપ પ્રવચન છે તેનું “ગUTદવીરૂ ” ઔત્પત્તિકી પરિણામિકી આદિ બુદ્ધિ દ્વારા પરિશીલન કરીને “સં સમUT)_તેના પ્રત્યે શ્રદ્ધા રાખીને એવું સમજીને કે કાળની વિષમતાને લીધે માણસે મેધા (બુદ્ધિ) આદિ ગુણોથી રહિત થઈ ગયા છે, છતાં પણ જે તેમના દ્વારા આ પ્રવચનને છેડે સરખો અંશ પણ ગ્રહણ કરવામાં આવે, તે અડદના દાણા જેવડા ચિન્તામણિની જેમ અથવા કલ્પવૃક્ષના અંકુરની જેમઅનિષ્ટનો વિનાશ કરીને તેમને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એવા વિશુદ્ધ ભાવરૂપ રસથી આદ્ર થયેલા ચિત્ત વડે સ્વીકાર કરીને તથા તેના પ્રત્યે “ત્તરમાળા પૂર્ણ રૂપે વિશ્વાસ રાખીને અથવા જિનપ્રવચન પ્રત્યે પથ્ય ઔષધિના જે પરમ
જીવાભિગમસૂત્રા