Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાથ એ છે કે જો કે પરકીય વિવક્ષા અપ્રત્યક્ષ હોય છે અને તેથી શ્રોતા ભગવાનની વિવક્ષાના વાસ્તવિક રૂપે પ્રત્યક્ષ અનુભવ કરી શકતા નથી, છતાં પણ આ શાબ્દ વ્યવહાર અનાદિ છે, તેથી સાક્ષાત્ વિવક્ષાને ગ્રહણ કર્યા વિના પણુ અનુમાન આદિ દ્વારા વકતાની વિવક્ષા જાણી શકાય છે. વિવક્ષાને જાણીને સંકેતની સહાયતાથી શ્રોતાને શબ્દ દ્વારા અને આધ થઈ જાય છે જો એવું ખનતુ ન હાય, તે શાબ્દવ્યવહાર જ નષ્ટ થઈ જાય. પરન્તુ એવુ અનતું નથી. ખાલકોમાં પણ શબ્દ વડે અર્થના એધ થતા જોવામાં આવે છે સૈન્યવ’ આદિ અનેક અર્થવાળા શબ્દોના પ્રયાગ જ્યાં કરવામાં આવ્યા હોય, ત્યાં પણ ભગવાન દ્વારા જ સંકેતિત થાય ત્યારે પ્રકરણ આદિને આધારે તે શબ્દોના અર્થ પણ નિશ્ચિત થઈ જાય છે. તેથી તેએ નિયત અથ`નુ' પ્રતિપાદન કરે છે. આ રીતે અનેક અવાળા શબ્દ સાંભળવા છતાં પણ શ્રોતા તેના સાચા અને સમજી જાય છે. તેથી એ વાતને સ્વીકાર કરવા પડશે કે ગણુધરીને યથાસ્થિત (સાચા, નિયત) અનેા સાક્ષાત્ અવગમ (મેધ) થાય છે, પણ તેમના કરતાં ભિન્ન એવા આચાર્ચીને પરમ્પરા દ્વારા યથાવસ્થિત અનેા આધ થાય છે. તેથી આ
પ્રકરણુ અવિજ્ઞાત અથવાળું નથી, કેઇ કૈાઈ શાસ્ત્રકારે આ વિષયમાં એવુ પણ કહે છે --તીથ કર ભગવાન પ્રવચનને માટે પ્રયાસ કરતા નથી, પરન્તુ તીથ કરોના પુણ્યપ્રભાવથી જ શ્રોતાઓને એવા પ્રતિભાસ થાય છે. કહ્યુ. પણ છે કે
-
“તરાધિપત્યાફામાસઃ” ઇત્યાદિ-પરંતુ એ માન્યતા પણુ ઉચિત નથી, કારણ કે‘નિદ્રાચં’” આ પદ એ વાત પ્રકટ કરે છે કે ભગવાન વમાન સ્વામીએ જ પ્રકૃષ્ટત પુણ્યવિપાકના ઉદયથી-તીર્થંકર નામકર્મીની પ્રકૃતિના ઉદયથી-જ આ પ્રકરણના અર્થનુ જાતે જ પ્રતિપાદન કર્યુ છે.
આ “જિનાખ્યાત” વિશેષણની સાકતા માટે સૂત્રકારે “જ્ઞાનુચિ” વિશેષણને પ્રયાગ કર્યા છે. જિન ત્રણ પ્રકારના કહ્યા છે. સ્થાનાંગસૂત્રમાં પણ કહ્યું છે કે—તો ના पण्णत्ता - जहा- ओहिनाणजिणा, मणपज्जवनाणजिणा केवलनाणजिणा
જિન ત્રણ પ્રકારના છે.—
(૧) અવધિજ્ઞાની જિન, (ર) મન; પ યજ્ઞાની જિન અને (૩) કેવળજ્ઞાની જિન અહીં જિન પદ દ્વારા માત્ર ગણધરાને જ ગ્રહણ કરવામાં આવેલ છે, કારણ કે ગણધરોમાં મનઃ પય
જ્ઞાનને સદ્ભાવ હોય છે. આ ગણધરો એવા ચેાગથી સિદ્ધ થાય છે કે જે યાગ તેમને હિતના માર્ગ માથી કદી પણ પાછા હઠાવતા નથી. આ પ્રકારના હિતના માર્ગમાં જ દેઢ રાખનારા ચૈાગને અપ્રતિપાતિયેાગ કહે છે. તેમના દ્વારા આ જિનમત સમાધિ રૂપે પરિમિત થયા છે. સમભાવની પ્રાપ્તિ થવાને લીધે આ સમાધિ તેમને પ્રાપ્ત થાય છે. જિનમતના યથાથ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલ અસ'ગશક્તિ દ્વારા તેમને આ સમભાવની પ્રાપ્તિ થાય છે, તેથી આ સમભાવ તેમના આત્મામાંથી કદી પણ નૌકળી જતા નથી અથવા જિનાનુચીણુ ’ પદને આ પ્રકારને અપણુ થઈ શકે છે- ભૂતકાળમાં જેટલા સામાન્ય કેવળી આદિ જિન થયા છે તેમના દ્વારા આ જિનમતનુ સેવન થયુ છે, અને તેના આસેવનને લીધે જ તેમણે જિનત્વની પ્રાપ્તિ કરેલી છે. તેથી એવા સમાધિભાવથી સપન્ન અતિશય વિશેષના પ્રભાવ દ્વારા ગણુધરામા પણ સૂત્ર રચવાની એવી શક્તિ આવી જાય છે કે જેથી તેએ નળવાસ” અન્ય જીવા પર અનુગ્રહ કરવાને માટે સૂત્ર રૂપે-આચારાંગ આદિ અંગોપાંગરૂપે-જિનમત
-
જીવાભિગમસૂત્ર
S