Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ જે મત છે તે સમસ્ત જિનેાની પ્રરૂપણાને અનુકૂળ છે તેમની પ્રરૂપણા અને વ માન સ્વામીની પ્રરૂપણામાં બિલકુલ પ્રતિકૂળતા (વિરાધાભાસ)નથી, કારણ કે જેટલા જિન થઇ ગયા છે, અને થવાના છે, તે સૌ સિદ્ધાંતની આ પ્રકારની પ્રરૂપણા જ કરતા હતા, કરે છે અને કરશે ભૂતકાળમાં ઋષભ આદિ જે તીથ કરા થયા છે, ભવિષ્યમાં પદ્મનાભ આદિ જે તીથંકરો થવાના છે અને વમાન સમયે વિદેહ ક્ષેત્રમાં સીમંધર આદિ જે તીર્થંકરો બિરાજે છે, તે સૌની પ્રરૂપણાને અનુરૂપ જ આ જિનમત છે, કારણ કે મેાક્ષમાની પ્રરૂપણાના વિષયમાં તેમની વચ્ચે કોઈ પણ પ્રકારના વિસંવાદ મતભેદ નથી. આ વિશેષણના પ્રયોગ દ્વારા સમસ્ત તીર્થંકરોની પ્રરૂપણામાં અવિસ’વાદિતા વ્યક્ત કરવામાં આવી છે, નિનાજીરુોમમ્” આ પદ જિનમત રૂપ પેાતાના વિશેષ્યમાં એ વિશેષતા પ્રકટ કરે છે કે અવધિજ્ઞાન આદિથી યુક્ત જેટલા જિન થયા છે, તેમને માટે આ જિનમત ઘણા જ ઉપકારક નિવડસે છે, કારણ કે આ જિનપ્રતિપાદિત શાસ્ત્રના અધ્યયનને લીધે જ તેઓ અધિજિન, મનઃ પવજિન આદિ જિનપણાની પ્રાપ્તિ કરી શકયા હતા. એ વાત તા નિશ્ચિત જ છે કે શાસ્ત્રમાં કહ્યા અનુસાર જિનમતનું સેવન કરનાર મુનિજને અધિ. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
નિકળીતં’” આ વિશેષણ એ વાત પ્રકટ કરે છે કે-જયારે વધમાન સ્વામીએ રાગાદિક શત્રુઓને જીતી લીધાં, ત્યારે જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ, અને ત્યારે જ તેમણે સકલા સંગ્રાહક ત્રણ માતૃકાપોનુ કથન કર્યુ. એટલે કે વધમાન સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, ત્યાર બાદ તેમણે ગૌતમાદિ ગણધરાની સમીપે ખીજ બુદ્ધિ આદિ રૂપ ગુણાથી યુક્ત આ ત્રણ માતૃકાપોનુ કથન કયુ વન્ગેટ યા. વિપુÊક્ વાયુવેદ વા’ આ ત્રણ માતૃકાપદોને બીજ રૂપે તીર્થંકરના મુખે શ્રવણુ કરીને, ગૌતમાદિ ગણધરોએ તેમને વ્યાર્થિ ક પર્યાયાથિક નય રૂપ સ્કન્ધ(થડ)વાળા, પાંચ મહાવ્રતરૂપ શાખાએ અને સ્યાદ્વાદરૂપ ઉપશાખાએ વાળા, બાર ભાવના રૂપ પર્ણા વાળા, કેવળજ્ઞાન રૂપ પુષ્પવાળા અને મેાક્ષરૂપ પકવ ફળવાળા વૃક્ષ જેવા આ દ્વાદશાંગની રચના કરી, આ પ્રકારે આ જિનમતને જે જિનપ્રણીત વિશેષણ લગાડયું છે, તે ચેાગ્ય જ છે. આગમને-વેદોને જે મીમાંસકે! અપૌરુષેય, માને છે, તેમનો માન્યતાનું પણ આ કથન દ્વારા ખંડન થઇ જાય છે, કારણકે આગમ માત્ર સૂત્રરૂપ જ હોય છે, તેથી તેમાં પૌરુષેયતાની જ અભિવ્યક્તિ થાય છે, અપૌરુષેયતાની નહીં. સૂત્ર અક્ષરવિન્ય સરૂપ હોય છે અને પુરુષવ્યાપાર વિના વયનેાનુ ઉચ્ચારણ થવુ' તે અસંભવિત છે. પુરુષવ્યાપાર વિના ભાષાત્મક શબ્દની ઉત્પત્તિ જ સંભવી શકતી નથી આ રીતે આગ સૂત્રરૂપ હોવાને કારણે તેમનામાં પૌરુષેયતા જ રહેલી છે, એજ વાતનું જિનપ્રણીત વિશેષણ વડે પ્રતિપાદન થઈ જાય છે.
“નિવવિચ” આ પદ નીચે દર્શાવેલી શકાતું નિરાકરણ કરે છે-“જેમ આ પ્રકરણ આપણા માટે અવિજ્ઞાત અથ વાળુ છે, એજ પ્રમાણે સાક્ષાત્ સર્વજ્ઞની સમીપે સાંભળવા છતાં પણ તે અવિજ્ઞાત અથવાળું જ રહેશે, કારણ કે જે વસ્તુ અપ્રત્યક્ષ હોય છે. તેનું સર્વાજ્ઞ દ્વારા વર્ણન કરવામાં આવે તા પણ ગ્રહણ થઈ શકતુ નથી. એવી પરિસ્થિતિમાં તે વિવક્ષાના વિષય રૂપ શબ્દના અર્થમાં પ્રત્યય-વિશ્વાસ જ જામશે નહી', તેથી તેને આચાર્યાક્ત અને માત્ર અનુવાદ જ માનવમાં આવશે” જિનપ્રરૂપિત વિશેષણના પ્રયોગ વડે આ શંકાનું નિવા રણ થઈ જાય છે, કારણ કે શ્રી વમાન મહાવીર સ્વામીએ આ પ્રકરણની એવી રીતે પ્રરુપણા કરી છે કે શ્રોતાઓને તત્ત્વાર્થના એધ ઘણી સારી રીતે થઈ જાય છે, આ કથનના જીવાભિગમસૂત્ર
૫