Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 14
________________ શંકા- અર્થરૂપે તીર્થકરને કર્તા માનવામાં આવે તે આગમોમાં પ્રોજન યુક્તતા સિદ્ધ થાય છે, પરંતુ તેઓ કૃતકૃત્ય (જેમના બધાં પ્રયોજેને સિદ્ધ થઈ ગયેલ છે એવાં) હોવાથી તેમનામાં પ્રજનયુક્તતા સંભવી શકતી નથી, અને પ્રયજન વિના કોઈ વ્યક્તિ કામ કરતી નથી, “બઝનમદિર 7 મો: પ્રવર્ત” આ કથન અનુસાર તીર્થકરોને સપ્રયેાજન માનવા પડશે જે એવું માનવામાં ન આવે. તે અર્થપ્રતિપાદન કરવાની તેમની પ્રવૃત્તિ જ સંભવી શકે નહીં ! આ શંકાનું તાત્પર્ય એ છે કે જે તીર્થકર અથરૂપે આગમનું પ્રતિપાદન કરતા હોય, તે તેઓ કઈ પ્રજનને લીધે જ એમ કરતા હોય. પરંતુ મોહનીયના અભાવને કારણે સિદ્ધાન્ત કારોએ તેમનામાં પ્રોજન યુક્તતા માની નથી, તે પછી પ્રજાવત્તાના અભાવને લીધે તેમનામાં અર્થપ્રતિપાદકતા કેવી રીતે માની શકાય આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય–તીર્થકરે અર્થપ્રતિપાદનની જે પ્રવૃત્તિ કરે છે તે કોઈ પ્રયજનને અધીન રહીને કરતા નથી, પરંતુ તીર્થકર નામકર્મની પ્રકૃતિને જ આ વિપાક છે. તેથી તેમને અર્થનું પ્રતિપાદન કરવું પડે છે. કહ્યું પણ છે કે R ૪ ૬ ફન્ન અનિછાપ ધારણ ૩” એટલે કે અગ્લાન ભાવે ધર્મદેશના દ્વારા જ તેઓ તીર્થકર નામકર્મનું વેદન કરે છે, તેમનું એજ પ્રયજન છે એમ સમજવું વિવક્ષિત અધ્યયનના અર્થનું પરિજ્ઞાન થવું. એ શ્રોતાનું અનન્તર પ્રયજન છે અને મોક્ષની પ્રાપ્તિ થવી તે પરમ્પરા પ્રયોજન છે, કારણકે વિવક્ષિત અધ્યયનના સાચા અર્થનું જ્ઞાન થઈ જાય ત્યારે સંયમમાં પ્રવૃત્ત થઈને જ્ઞાતા સમસ્ત કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી ઉપર્યુક્ત પુષ્ટ પ્રમાણુની મદદથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જીવાજીવાભિગમ અધ્યયયનને પ્રારંભ કરવાને આ જે પ્રયાસ છે તે પ્રોજનયુક્ત જ છે. જીવ અને અજીવમાં સ્વરૂપનું કથન અહીં અભિધેય છે સંબંધ બે પ્રકારને હોય છે –(૧) ઉપાયોપેયભાવ રૂપ અને (૨) ગુરુપર્વે ક્રમ રૂપ આ બન્નેમાં વચન સ્વરૂપ પ્રકરણ ઉપાય છે અને આ પ્રકરણનું જે જ્ઞાન છે, તે ઉપેય છે. ગુરુપર્વક્રમ ૫ સંબંધ માત્ર શ્રદ્ધાનુસારી સાથે છે. જેમ કે-અર્થની અપેક્ષાએ આ જીવાજીવાભિગમ તીર્થકર ભગવાને કહ્યું છે અને સૂત્રની અપેક્ષાએ ગણધરોએ બાર અંગેમાં તેનું કથન કર્યું છે. ત્યાર બાદ મંદ મતિવાળા જનના હિતને માટે અતિશય જ્ઞાનવાળા-ચૌદ પૂર્વધરોએ સ્થાનાંગ નામના ત્રીજા અંગથી લઈને અલગ અધ્યયન રૂપે આ જીવાજીવાભિગમનું કથન કર્યું છે અને તેને વ્યવસ્થિત કર્યું છે, તેથી તેને ત્રીજા ઉપાંગરૂપ ગણ્યું છે. આ પ્રકારના સંબંધને વિચાર કરીને સૂત્રકારે પ્રથમ સૂત્રપાઠમાં (ા માવંતો) સ્થવિર ભગવંતેએ આ અધ્યયનનું કથન કર્યું છે,” આ પ્રકારની ભૂતકાલિક ક્રિયાને પ્રગ કર્યો છે. આ જીવાજીવાભિગમ નામનું અધ્યયન સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવનાર હોવાથી પરમ્પરા રૂપે સિદ્ધિ પદની પ્રાપ્તિ કરાવનારું છે. તેથી તે કલ્યાણ સ્વરૂપ જ છે. છતાં પણ તેમાં કઈ પણ વિદન ન આવે એ હેતુથી, વિદનની શાંતિ માટે અને શિષ્યોમાં મંગળબુદ્ધિ આવે તે હેતુથી–આ અધ્યયન પોતે જ મંગળરૂપ હોવા છતાં પણ, આ શાસ્ત્રમાં મંગળાચરણું બતાવવામાં આવે છે. આ મંગળના ત્રણ ભેદ છે. (૧) આદિ મંગળ, (૨) મધ્યમંગળ અને (૩) અંત્ય મંગળ. કુદ ૪ વિઘામ” ઈત્યાદિ જે કથન છે તે આદિ મંગળ રૂપ છે, કારણ કે પરમ પવિત્ર જિનનામનું, કથન જ મંગળરૂપ હોય છે. મંગળના બે પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) દ્રવ્યમંગળ અને (૨) ભાવ મંગળ. દહીં, અક્ષત આદિ દ્રવ્યમંગળ છે. સૂત્ર ભાવમંગળા જીવાભિગમસૂત્રા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 204