________________
૧૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો
પૂજ્યશ્રીએ ટંકશાલી વચન નોંધતાં જણાવ્યું છે કે, “માત્ર જ્ઞાનમાં જ અભિમાની બનેલા જેઓ ક્રિયાનો ત્યાગ કરી બેઠા છે તેઓ ‘મતો પ્રણ: તતો મg:' છે. તેમનામાં અને નાસ્તિકમાં કશો ફેર નથી.'
એથી જ “જ્ઞાન-ક્રિયામાં એકી સાથે આદર કરનાર મુનિ જ દ્રવ્ય અને ભાવથી વિશુદ્ધ બનીને પરમપદમોક્ષને પામે છે' એવું જણાવી તેઓશ્રીમદે ક્રિયાયોગશુદ્ધિ અધિકારની પરિસમાપ્તિ કરી છે. સામ્યયોગશુદ્ધિ :
ચોથા સામ્યયોગશુદ્ધિ અધિકારનો પ્રારંભ કરતાં ફરી એક વાર જ્ઞાન અને ક્રિયાયોગનો આશ્રય જ મોક્ષમાર્ગની મુસાફરીમાં દુઃખત્યાગ અને સુખપ્રાપ્તિ કરાવનાર બને છે એ જણાવવા માટે જોડા-પગરખાં વિનાના માણસનું કાંટાળા સ્થાનમાં ચાલવું કેવું દુ:ખપ્રદ હોય છે? અને રથમાં આરૂઢ થઈને ગમન કરનારનું સુખ કેવું હોય છે ? – તે દષ્ટાંત આપીને સ્પષ્ટ કર્યું છે. આ રથ જ સામ્યયોગરૂપ છે અને એ જ મોક્ષમાં પહોંચાડવા સમર્થ બને છે.
સામ્યયોગ સમગ્ર સાધનાનો પરિપાક ગણાય છે. જ્ઞાનયોગ હોય કે ક્રિયાયોગ હોય, એ બંને જો સામ્યયોગમાં પરિણમે તો જ તે સફળ બને છે. આ સામ્યયોગ પણ સાધનાના પ્રારંભથી સાધનાના પર્યવસાન એટલે કે સિદ્ધાવસ્થા સુધીની સમગ્ર સાધનામાં અનુસ્મૃત રહેતો હોય છે. પ્રારંભમાં બીજના ચંદ્રના પ્રકાશની જેમ એની અલ્પતા હોય છે, પણ જ્ઞાનયોગ અને ક્રિયાયોગના આધારે વૃદ્ધિ પામતાં પામતાં એ જ સામ્યયોગ પ્રાંતે પૂર્ણિમાના ચંદ્રની જેમ વિકસ્વર બને છે. કહેવું જ હોય તો એમ કહી શકાય કે શાસ્ત્રયોગનું આલંબન લઈને સાધક જ્ઞાનયોગ અને ક્રિયાયોગને જેમ જેમ જેટલા પ્રમાણમાં સાધતો જાય તેમ તેમ તેટલા પ્રમાણમાં એના આત્મામાં સામ્યયોગ પ્રગટતો જાય અને જેમ જેમ જેટલા પ્રમાણમાં સામ્યયોગ પ્રગટતો જાય તેમ તેમ તેટલા પ્રમાણમાં એને આત્મસ્વરૂપની, આત્માનંદની અનુભૂતિ થતી જાય. સમ્યગ્દર્શનથી પ્રાપ્ત થયેલો સામ્યજન્ય સુખારંભ-સુખાનંદ આગળ વધતાં મહત્તર બની મહાનંદ આપનારો બની પ્રાંતે મહત્તમ બની પરમાનંદ આપનારો બને છે. મહાપુરુષોએ પ્રયોજેલા આત્માનંદ, મહાનંદ, પરમાનંદ, ચિદાનંદ અને આનંદઘન જેવા શબ્દો પણ આ સામ્યયોગની જ અભિવ્યક્તિ છે. આ આત્મસ્વરૂપની, આત્માનંદની અનુભૂતિ જ સાધકને પુનઃ પુનઃ ઉપર ઉપરની કક્ષાના જ્ઞાનયોગ અને ક્રિયાયોગને સાધવા માટેની દિશા દર્શાવતો જાય, તે માટેનો ઉત્સાહ પ્રગટાવતી જાય અને સાધનાની સામગ્રી પૂરી પાડીને
39. તેન ક્રિયા મુક્તા, જ્ઞાનમાત્રામમનનઃ | તે પ્રષ્ટા જ્ઞાનમ્યાં , નાસ્તા નાત્ર સંશય: ||
- અધ્યાત્મ ઉપનિષદ્ ૩/૩૮
40. જ્ઞાને વૈવ ક્રિયાયાં , યુનાહિતા: દ્રવ્ય-ભાવશુદ્ધ: સન, પ્રાચેવ પર પમ્ |
- અધ્યાત્મ ઉપનિષ ૩/૪૨. 41. ज्ञानक्रियाश्वद्वययुक्तसाम्य-रथाधिरूढः शिवमार्गगामी । न ग्रामपू:कण्टकजारतीनां, जनोऽनुपानत्क इवार्तिमेति ।।
- અધ્યાત્મ ઉપનિષદ્ ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org