________________
૨૯
નિશ્ચય કરી સૌને યમુનાતટે લઈ ગયા.
કાળીનાગદમન આર્યો અને નાગજાતિ વચ્ચે વેરઝેર ચાલ્યાં જ આવતાં હતાં. એમાંયે ગરુડોએ નાગોને સ્થાનભ્રષ્ટ કર્યા ત્યારે તેઓ ભાગીને યમુનાના આશ્રયે આવ્યા. ઝેરથી ભરેલા કાળીનાગે કંસ સાથે દસ્તી કરી. યમુનાને વાસના ને વૈરના ઝેરથી દૂષિત કર્યા. આખો કાળીપાટ માણસ અને પશુઓ માટે યમઘાટ બનાવ્યું. ભકત બધા તેના ડરે દૂર ભાગતા. ભગવાન ને ગોવાળ ત્યાં આવ્યા ત્યારે ગોવાળાને તૃષા લાગી. પ્રભુના સંકેતથી પાણી પીતાં જ એ બધા વેરવાસનાના ઝેરથી નિપ્રાણ જેવા બની ગયા. ભગવાને પોતાની અમીદષ્ટિ અને આમવર્ષણથી તેમના પ્રાણને જાગ્રત કર્યા. તેઓને પ્રેમ સંજીવનીનો સ્પર્શ થતાં જ તેઓ મૃત્યુને ભય પણ વીસરી ગયા. તેમને બહુ પ્રોત્સાહન પ્રેરવા ભગવાને જ કદંબના ઝાડથી યમુનામાં ભૂસકે દીધો. સૌના જીવ અદ્ધર ચડી ગયા અને તેમાંય કાળીનાગે ભરડો લઈ ડંખ મારી ભગવાનને નિષ્ટ કર્યા ત્યાં તો એ જોતાં જ ગોવાળે મૂચ્છિત થઈ ગયા. આ વાત સાંભળી યશોદામા-ગોપી ઓ દોડી આવ્યાં. તેઓ પણ નેહવશ મૂરછથી ઢળી પડ્યાં. આ જોઈ શ્રીકૃષ્ણ છલાંગ મારી નાગની ફેણ પર ચડી બેઠા ને તેનાં મસ્તકને વધવા લાગ્યા, નાગણુઓ બાળકૃષ્ણનું અદ્ભુત પરાક્રમ જોઈ તેમને મેતીથી વધાવ્યા અને નાગ-આય જાતિઓની મૈત્રીની માગણી કરી. ભગવાને તેને નાથી અથાગ પ્રેમથી અપનાવી રમણુક ફૂડમાં રહેવાનું સ્વાતંત્ર્ય પણ કર્યું. પણ સંયમથી જ સ્વાતંત્ર્ય ટકે તે બાધ આપી કાળીનાગનો ક્રોધ શાંત કર્યો. વેરને ડંખ પણ શમી ગયે. અને રાયમનો સ્વાદ તે માણતો થયો.
બૂઝવે પ્રેમી સે જે ક્રોધાગ્નિ અતિ ક્રોધીને; એમાં ન કઈ આશ્ચર્ય, પ્રભુની પ્રભુતા તહીં ? (પા. ૩૮૩)