________________
૨૮
ખાતા ખાતા વાછરડાં શેધવા નીકળ્યા. ત્યાં તો બ્રહ્માએ ગોવાળિયાઓને પણ સંતાડી દીધા. ભગવાન તે ગોપબાળક અને વાછરડાંમય બની ગયા જ હતા. વ્રજવાસી પણ કૃષ્ણમય બની ગયાં હતાં. સર્વ
જ્યાં વાસુદેવમય હતાં ત્યાં ભગવાને જ પિતાના શરીરને વ્યાપ વધારી જાણે એ બધાં જ ગોપાળ અને વાછરડાં એના એ રૂપે છે તેવી અદ્દભુત લીલા બતાવી. જાણે કે પિતામાંથી તેવાં જ વાછરડાં અને ગોવાળિયાઓનું સર્જન કર્યું એવું બ્રહ્માજીએ જોયું,
સર્જકીય મોટે છે, મહાસર્જક તે પ્રભુ,
ગુણ–પર્યાય વશ દ્રવ્ય, તે રહસ્ય બને પ્રભુ. (પા. ૩૭૨) સૌમાં આત્મ-તત્ત્વ વિલસી રહ્યું છે. પર્યાયથી ભિન્નતા ભાસે છે. ભગવાને ભિન્નતાને એકતામાં પલટી સમગ્ર વૃ-શરીર સાથે એક સાયું. ગોવાળિયા અને કૃષ્ણ ભલે દેહથી જુદા હોય પણ ભાવથી એકરસ અને એકરૂપ બની ગયા. ગાય અને કૃષ્ણ દેહથી ભલે ભિન્ન હાય પણ ભાવથી એક બની ગયાં. સર્વત્ર કેવળ પ્રેમની જ્યોત જ પ્રસરી રહી. પ્રભુને આ વૈભવ જેઈ બ્રહ્માજી પસ્તાયા અને પ્રભુને પ્રાર્થના કરી કહેવા લાગ્યા :
એકત્વ પ્રથમ સાધું, નારીજાતિ સમગ્રમાં; પછી પુરુષમાં સાધ્યું, ગાય-જાત સમગ્રમાં. ગોવંશ ને મનુષ્યમાં ફક્ત એકત્વ કૃષ્ણજી; ધરે આદશ એક, ફક્ત સમત્વ યોગથી. (પા. ૪૫૩) સર્વાત્મભાવની સાથે, માનવીય રીતે રહ્યા;
બલરામ અને કૃષ્ણ, ક્રમે ક્રમે વયે વધ્યા. (૫, ૩૪૯) જ્યાં એકત્વ હોય ત્યાં શુદ્ધ સ્નેહ હોય અને જયાં શુદ્ધ સ્નેહ હોય ત્યાં રગાસક્તિ રહે જ નહીં. રાણાસક્તિ ટળે છે આમ વિવાથી, બ્રહ્મવિદ્યાથી; કેમ કે બ્રહ્મવિદ્યા જ જીવને ભય, લાલચ ને પ્રમાદથી મુક્ત કરે છે. આથી ભગવાન દેહ જ ડર કાઢનારે પ્રવેગ આદરવાનો