Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust
Catalog link: https://jainqq.org/explore/006023/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત RTI|| 8 વિવેચક 8 ધીરજલાલી હાલાલા માળેલા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમઃ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત થ ગુજરાતી ભાવાર્થ સાથે booo -: વિવેચક :ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા -: પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ સુરત Page #3 -------------------------------------------------------------------------- ________________ - પ્રકાશક જેન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ એ-૬૦૨, પાર્શ્વદર્શન કોપ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત, ગુજરાત, ઈન્ડિયા-૩૯૫૦૦૯ ( વિક્રમ સંવત - ૨૦૬૬ | ઈસ્વીસન - ૨૦૧૦ વીર સંવત - ૨૫૩૬ નું પ્રથમ આવૃત્તિ - પ્રાપ્તિસ્થાન ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ-૬૦૨, પાર્શ્વદર્શન કોપ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત, ગુજરાત, ઈન્ડિયા-૩૯૫૦૦૯ ફોન: ૦૨૬૧-૨૭૬૩૦૭૦, મો: ૯૮૯૮૩૩૦૮૩૫ શ્રી યશોવિજયજી જેન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉ. ગુજરાત) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ફોન: (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ સેવંતીલાલ વી. જેના ડી-૫૧, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, પાંજરાપોળ, ૧લી લેન, સી.પી. ટેન્ક રોડ, મુંબઈ-૪ ફોનઃ (૦૨૨) ૨૨૪૦૪૭૧૭, ૨૨૪૧૨૪૪૫ • શ્રી જેન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. ફોન: (૦૭૯) ૨૫૩૫૬૮૦૬ L૦ શ્રી મુકેશભાઈ એસ. શાહ સુઘોષા કાર્યાલય, જીવનનિવાસ સામે, પાલીતાણા-૩૬૪૨૭૦. મો: ૯૮૨૫૮૮૧૧૧૨ મુદ્રકઃ ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો: ૯૯૨૫૦૨૦૧૦૬ થી Page #4 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ સ્તા ગુજરાતી ભાષામાં કાવ્ય રૂપે બનાવેલાં સ્તવનો, સઝાયો આદિની જે રચના છે તે એટલી બધી મનોહર અને ભાવવાહી છે કે જેને વારંવાર ગાયા જ કરીએ, બોલ્યા જ કરીએ, કંઠસ્થ કરીને ઉચ્ચારણ કર્યા જ કરીએ. એક-એક રચના અવર્ણનીય રસથી ભરેલી છે. જેમકે ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, ચોવીશ પરમાત્માનાં ચોવીશ સ્તવનો, આઠ દૃષ્ટિની સજઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, સમ્યકત્વના ૬૭ બોલની સઝાય, ચડ્યા-પડ્યાની સઝાય, દ્રવ્યગુણ પર્યાયનો રાસ અને જસ્થાનની ચોપાઈ ઈત્યાદિ સુંદર-સુંદર ઘણી રચના છે. તેની અંદર “એક અમૃતવેલની સજઝાય” પણ છે. તે સઝાયમાં નામ જેવા જ ગુણો છે. જાણે અમૃતની વેલડી જ હોય તેમ પદ-પદે, ગાથાએ-ગાથાએ અમૃતના જેવો જાણે રસ ઝરતો હોય એવી મીઠાશ આવે. ગાથા માત્ર ૨૯ જ છે પણ તેમાં રહેલી મનોહરતા અમાપ-અપરિમિત છે. આત્માર્થી, દરેક મુમુક્ષુએ આ સઝાય કંઠસ્થ કરવા જેવી છે. પંચસૂત્રમાંના પ્રથમ સૂત્રનો જ સાર આ સઝાયમાં ભરેલો છે. મુખ્યત્વે ત્રણ કર્તવ્યો સમજાવ્યાં છે. એક ચતુદશરણ, બીજુ દુષ્કૃતગર્તા અને ત્રીજું સુકૃત અનુમોદના. રાગ મધુર, ભાષા મીઠી, પ્રસિદ્ધ શબ્દોમાં રચના, જાણે કોઈ ગાતું હોય તો સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ કે – ચેતન ! જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે ! ચિત્તડું ડમડોલતું વાળીએ, પામીએ સહજ સુખ આપ રે ચેતન! જ્ઞાન અજુવાળીએ ૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ આ સઝાય આત્માને ઘણી ઘણી હિતશિક્ષા આપે છે. આત્માના પરિણામની ધારા જ બદલાઈ જાય તેવાં સુંદર સુવાક્યોથી ભરેલી આ સજઝાય છે. સમકિતના ૬૭ બોલની સઝાયના અર્થ, અઢાર પાપસ્થાનકના અર્થ, આઠ દૃષ્ટિના અર્થ અને સવાસો ગાથાના સ્તવનના અર્થો લખ્યા પછી મનના ભાવો એવા ઉલ્લાસમાન થયા કે અમૃતવેલની સજઝાયના અર્થ પણ લખીએલખવાનો પ્રારંભ કર્યો અને કલમ ચાલતી જ રહી ચાલતી જ રહી. થોડાક સમયમાં અર્થો લખાઈ ગયા. તેનો જે આનંદ હૃદયમાં થયો તે આનંદ હું શબ્દથી કહી શકતો નથી. સંવત્સરી પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનોના કાલે તથા સામાયિકાદિના અવસરે પ્રભાવના કરવા યોગ્ય આ પુસ્તક છે. પુસ્તકની પ્રભાવના કરવાથી જીવોમાં જ્ઞાનની માત્રા વધે, શ્રદ્ધા વધે, સંસ્કાર વધે, ધર્મ પ્રત્યે પ્રીતિ વધે, વિનય-વિવેકાદિ ગુણો આવે. તે માટે આ સઝાયના અર્થ લખીને પ્રકાશિત કરીએ છીએ. ૨૯ જ માત્ર ગાથા હોવાથી શક્ય બને ત્યાં સુધી કંઠસ્થ કરવી જરૂરી છે. તેના અર્થવાળી આ બુક નિરંતર વાંચ્યા જ કરવા જેવી છે. ઉપાધ્યાયજી મહારાજશ્રી જેવા મહાત્માઓએ આવી સુંદર શૈલીવાળી રચના કરવામાં પોતાની જીંદગીનો કેટલો અમૂલ્ય ફાળો આપ્યો છે ? જેના ઉપકારોનો કોઈ પાર નથી. તેઓએ સંસ્કૃતપ્રાકૃત ન્યાય આદિ ઊંડા વિષયોમાં પણ ઘણું ઘણું ખેડાણ કર્યું છે. તેમની જીંદગીના આયુષ્યની સાથે આ રચનાની સરખામણી કરીએ તો કલ્પના પણ કરી શકાતી નથી. આ સઝાયમાં પ્રથમ કર્તવ્ય ચાર શરણનું છે. અરિહંત પરમાત્માનું શ્રવણ, સિદ્ધ પરમાત્માનું શ્રવણ, સાધુ ભગવંતોનું શરીર અને જિનેશ્વર પરમાત્મા પ્રણીત જૈનધર્મનું શરણ આ ચાર Page #6 -------------------------------------------------------------------------- ________________ શરણ લેવાનું સારી રીતે સમજાવાયું છે. ત્યાર બાદ બીજા કર્તવ્ય તરીકે નાનાં-મોટાં આપણાથી થયેલાં દુષ્કતો-પાપોની નિંદા-ગહ કરવાનું કહ્યું છે. પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનકોનું વર્ણન કરીને મારા જીવનમાં જે કોઈ પાપસ્થાનક સેવાઈ ગયું હોય તેની હું વારંવાર નિંદા-ગહ કરું એવી હિતશિક્ષા તેમાં ભરેલી છે. કરેલા પાપોની નિંદા-ગહ કરવાનું ગુરુજી વારંવાર કહે છે. ત્રીજા કર્તવ્ય તરીકે સુકૃતની અનુમોદના વર્ણવી છે. હે જીવ! તે જે જે સુકૃતો કર્યો હોય, તેની ભૂરિ ભૂરિ અનુમોદના, કર જેનાથી પરિણામની ધારા ઉલ્લાસવાળી બને, તથા પંચપરમેષ્ટિનાં દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાનાં અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવોનાં જે જે સુકૃતો હોય તેની તું અનુમોદના કર. તથા મિથ્યાદષ્ટિ જીવોમાં પણ જે જે સારા સારા ગુણો દેખાય, તે ગુણો પોતાનામાં લાવવાની પ્રેરણા મળે માટે તેની પણ તું અનુમોદના કર. . આમ ત્રણે કાર્યોને સારી રીતે સમજાવીને ખુબ જ સારી હિતશિક્ષા આપી છે. ઉત્તમ આત્માઓએ પોતાના આત્મકલ્યાણ માટે આ સઝાય વારંવાર ભણવા જેવી, કહેવા જેવી અને નિરંતર ગાવા જેવી છે. અમે લખેલા આ ભાવાર્થને ત્યારે સફળ માનીશું કે વધારેમાં વધારે ચતુર્વિધ શ્રી સંઘ આ પુસ્તકનો લાભ લે, વાંચે, વંચાવે અને જૈન શાસનની પ્રભાવના કરે એ જ આશા. ધીરજલાલ ડી. મહેતા એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. ગુજરાત, ઈન્ડિયા. Ph. : 0261-2763070 M : 9898330835 Page #7 -------------------------------------------------------------------------- ________________ અમારાં અન્ય પ્રકાશનો શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- નવકારથી સામાઇયવયજુત્તો સુધીનાં સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ ઃ- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. ૫. યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. યોગશતક :- સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. .. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન. ૯. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૦. તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૧. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) :- સરળ ગુજરાતી વિવેચન. ૧૨. પંચમ કર્મગ્રન્થ (શતક) ઃ- પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા 0 9 9 0 ૧. ૨. 3. ૪. o. 9 Page #8 -------------------------------------------------------------------------- ________________ اممممممممممممممقمقمقمقيمينة 60 છે જે છે છે કે છે કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળવિવેચન. ૧૩. છટ્ટો કર્મગ્રન્થ (સપ્તતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળવિવેચન. ૧૪. તત્ત્વાર્થાધિગમ સૂત્ર - સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્ત ) વિવેચન. ૧૫. સમ્યકત્વના સડસઠ બોલની સઝાય:- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૬. આઠ દૃષ્ટિની સઝાય-પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સજઝાયના સરળ ગુજરાતી અર્થો. ૧૦. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે 'નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે. ૧૮. નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. . ૧૯. પૂજા સંગ્રહ સાથે - પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. ૨૦. નાગપૂજા સાથ-પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. ૨૧. શ્રી સમ્યકત્વમૂલ બારવ્રત:-વિવેચન સહ. - ૨૨. શ્રી વાસ્તુપૂજા સાથે :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત છે * પૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિસહ ગુજરાતી ભાષાંતર. ૧. ففففففففففف فففففففف وووووووووووووويين Page #9 -------------------------------------------------------------------------- ________________ افففففففففففففففففففففففففف ૨૩. રત્નાકરાવતારિકા(ભાગ-૧):- પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ.રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી ) અર્થ.(પરિચ્છેદ ૧-૨) રત્નાકરાવતારિકા (ભાગ-૨) - પૂ. વાદિદેવસૂરિજી રચિત ) પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા , તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ.(પરિચ્છેદ ૩-૪-૫) 4. ૨૫. રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી જ વિવેચન. ૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ -પૂ. . શ્રી યશોવિજયજી મ. શ્રી ? કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના ! વિવેચન યુક્ત અર્થ સાથે. ૨૦. અઢાર પાપસ્થાનકની સઝાય -અર્થ વિવેચન સાથે. ૨૮. સમ્મતિ પ્રકરણ :- પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન. ૨૯. ગણધરવાદઃ-પરમારાધ્ય આગમવાદી પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાના અનુવાદ રૂપે “ગણધરવાદ”. ૩૦. અમૃતવેલની સઝાયના અર્થ. આગામી પ્રકાશન (પ્રેસમાં) ૩૧. જ્ઞાનસાર અષ્ટક - દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત જ્ઞાનમંજરી ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ععععععععععفيفي ييييييييي w I ووووووووووووووووونة Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ અમૃતવેલની સજ્ઝાય પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવેલી અમૃતવેલની સજ્ઝાયના અર્થ કહેવાય છે. આ સજ્ઝાય ફક્ત ૨૯ ગાથાની છે. જાણે અમૃતની વેલડી હોય તેવી છે. અમૃતની વેલ ઉપર આવેલાં ફળ જે ચાખે તે અમર બની જાય તેમ આ સજ્ઝાય જે ભણે, જાણે, ગાય, અને તેના અર્થો જાણીને હૃદયમાં ઉતારે તે પણ અમર બની જાય (મુક્તિગામી થાય.) આ સજ્ઝાયમાં “ચઉસરણપયન્નામાં અને પંચસૂત્રના પ્રથમસૂત્રમાં બતાવ્યા પ્રમાણે' મુખ્યત્વે ત્રણ વિષયો હિતોપદેશ સ્વરૂપે સમજાવ્યા છે. એવી મીઠી ભાષા અને મીઠો રાગ છે કે વારંવાર ગાયા જ કરીએ, ગાયા જ કરીએ એવા હૃદયમાં ભાવ થાય. ગાથા બોલતાં બોલતાં જ તેના અર્થો હૃદયને ઊંડા ઊંડા સ્પર્શી જાય તેવા ભાવોથી ભરેલી આ સજ્ઝાય છે. સજ્ઝાય એટલે સ્વાધ્યાય આત્મરમણતા, પૌદ્ગલિક ભાવો ભૂલી જવા, તેની મમતા મૂર્છા ત્યજી દેવી, તેનું નામ સ્વાધ્યાય-સજ્ઝાય. દરરોજ આ સજ્ઝાય એક વાર પણ બોલી જવાનો (ગાવાનો) નિયમ રાખવો. હવે પ્રથમ ગાથા જોઈએ. Page #11 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે ! ચિત્તડુ ડમડોળતું વાળીએ, પામીએ સહજ સુખ આપ રે! ચેતન ! જ્ઞાન અજુવાળીએ IIII ગાથાર્થ :- હે ચેતન ! જ્ઞાનદશા અજવાળીએ કે જેનાથી મોહસંતાપ દૂર થાય, ડામાડોળ ફરતું ચિત્ત રોકાય અને સ્વાભાવિક સુખ આ જીવ પ્રાપ્ત કરે. ||૧|| વિવેચન :- જ્ઞાનદશા એ આત્માનો મૂલભૂત ગુણ છે. જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિવેક આવે, સ્વદ્રવ્ય-પદ્રવ્યનું ભાન આવે, હેય-ઉપાદેયની બુદ્ધિ જાગે, કર્તવ્યાક્તવ્યનું જ્ઞાન થાય. માટે આ આત્માએ છ દ્રવ્યો અને નવતત્ત્વોનો અભ્યાસ કરવો જોઈએ તે કર્યા પછી અધ્યાત્મના વૈરાગ્યના અને યોગના ગ્રન્થો નિરંતર ભણવા જોઈએ. આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સતત તેમાં જ રમણતા કરવાથી આ જીવમાં નીચેના ગુણો પ્રગટ થાય છે અને તે તે ગુણોના આનંદસ્વરૂપ પરમસુખની પ્રાપ્તિ થાય છે. (૧) મોહનો સંતાપ દૂર થાય છે. આ જીવને અનાદિના સંસ્કારના કારણે પરજીવ ઉપર (કુટુંબ-સ્નેહીમિત્રો અને સ્વજનો ઉપર) સાનુકુળ પ્રત્યે રાગ અને પ્રતિકુળ પ્રત્યે દ્વેષ થાય છે. તથા જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સારા, ચમક સારી, તેવાં પુગલદ્રવ્યો ઉપર રાગ અને જેનાં વર્ણ, Page #12 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ગંધ, રસ અને સ્પર્શ નસારાં, ન ગમે તેવાં, તેના ઉપર દ્વેષ (અણગમો) થાય છે. આ ગમો-અણગમો થયા પછી આ જીવ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિના ઉપાયો વિચારે છે. જો પ્રાપ્તિ થાય તો રાગ અને અપ્રાપ્તિ થાય તો દ્વેષ થાય છે. તેના વિચારોના વમળમાં આ જીવ ઘણો ઘણો દુઃખી થાય છે. આ રાગદ્રષાત્મક મોહનો સંતાપ જીવને દુઃખી-દુઃખી કરે છે. જ્ઞાનદશા જાગે તો જ સમજાય કે કુટુંબ, પરિવાર, સ્નેહીઓ, સ્વજનો કે કોઈપણ પુદ્ગલદ્રવ્ય હું સાથે લાવ્યો નથી, સાથે લઈ જવાનો નથી તો શા માટે આવો મોહ કરવો ? આમ વિવેક જાગે તેથી જ્ઞાનદશા આવવાથી વિવેક જાગવાથી મોહ-સંતાપ ટળે, મધ્યસ્થભાવ આવે, ઉદાસીનતા આવે અને વીતરાગ થવાને અભિમુખ થવાય. | (૨) ચિત્તમાં ડામાડોળપણાનો ત્યાગ - મોહદશાના કારણે આ જીવનું ચિત્ત-મન ડામાડોળ થાય છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં એવા ભયંકર રાગ-દ્વેષ થાય છે કે જેનાથી આ જીવનું મન ચિંતાતુર, હર્ષ-શોકવાળું જ રહે છે. આમ કરું કે તેમ કરું તેના વિચારોમાં જ અટવાય છે. સાનુકુળ-પ્રતિકુળ નિમિત્તો ઉપર પ્રીતિ-અપ્રીતિ થાય છે. તેના માટે જુઠું બોલવાનું, હિંસા કરવાનું, માયા-કપટ કરવાનું મન થાય છે અને સતત મન Page #13 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય તેમાં જ પરોવાયેલું રહે છે. તેથી ડામાડોળ થયા કરે છે. શું કરવું? તે સુઝતું નથી. ઘણીવાર તેમાં અટવાયેલો આ જીવ આપઘાત તરફ પ્રેરાઈ જાય છે. જ્ઞાનદશા જાગવાથી આવા પ્રકારના ચિત્તની ડામાડોળતાના ભાવો દૂર થાય છે. (૩) સ્વાભાવિક સુખની પ્રાપ્તિ - સમતાસુખની પ્રાપ્તિ થાય છે. ડામાડોળ થતું ચિત્ત ટળ્યું એટલે સમભાવદશાશમત્વગુણનો આ જીવમાં આનંદ પ્રગટે છે. પરમાર્થતત્ત્વની પ્રાપ્તિ થવી એટલે જ સ્વાભાવિક સુખની પ્રાપ્તિ થવી. પરદ્રવ્યજન્ય જે સુખ છે તે આત્માનું સ્વરૂપ જ નથી. અશુભ કર્મોનો ઉદય એ જેમ બંધન છે, પીડાકારી છે તેમ શુભ કર્મોનો ઉદય એ પણ આત્માર્થી જીવને બંધન જ છે, પીડાકારી જ છે, રાગાન્ધતા કરનાર છે. માટે પરદ્રવ્યથી મુક્તિ એ જ સાચી મુક્તિ છે. તેથી જ્ઞાનદશાનો પ્રકાશ મેળવીને તેના દ્વારા મોહદશાને ટાળીને ડામાડોળ એવા ચિત્તને સ્થિર કરીને “ઉપશમ” ગુણાત્મક સ્વાભાવિક સુખને પ્રાપ્ત કરવા હે જીવ! તું પ્રયત્નશીલ બન. ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે! અધમ વચણે નવી ખીજીએ, દીજીએ સજ્જનને માન રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ આશા ગાથાર્થ - ઉપશમભાવ રૂપી રસનું પાન કરીએ, સાધુ Page #14 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય સંતોના ગુણગાન કરીએ, અધમ પુરુષોનાં હલકાં વચનોથી ગુસ્સે થવું નહીં અને સજ્જન પુરુષોને માન આપવું. રા વિવેચન - પરમ તત્ત્વના ઉપાસક એવા આ જીવને ઉપાધ્યાયજી મહારાજશ્રી વળી હિતશિક્ષા આપતાં જણાવે છે કે - (૪) ઉપશમરસનું પાન કીજીએ - સમતાભાવ રાખવા રૂપી જે ઉપશમ રસ છે તેનું નિરંતર પાન કરીએ. કારણ કે પુણ્યોદય અને પાપોદય તો ક્રમશઃ આવવાનો જ છે અને તે આ આત્માને રાગ-દ્વેષ-હર્ષ-શોક કરાવવાનો જ છે. તેમાં પ્રીતિ-અપ્રીતિ કરવાથી નવાં નવાં કર્મો આ જીવ બાંધે અને તેનાથી સંસારની ભ્રમણા વધે. ક્યારેય મુક્તિ ન થાય. માટે ઉદિત કર્મોને સહન કરવા. હે જીવ! તું તૈયાર થઈ જા. શુભાશુભ જે કોઈ કર્મો ઉદયમાં આવે તે હે જીવ! તારું સ્વરૂપ નથી. તું તેમાં અંજાઈ ન જા. હર્ષ-શોક વિનાનો થઈને ઉદાસીન ભાવને અનુભવવા રૂપ ઉપશમરસનું જ નિરંતર પાન કર. છ ખંડની ઋદ્ધિ પણ તારી નથી અને નિર્ધનતા એ પણ તારું સ્વરૂપ નથી. કાળાન્તરે આ બને દશા જવાવાળી છે, પરભાવ છે, વિભાવ છે. તું તે બને દશાથી અલિપ્ત બન. પૌદ્ગલિક સુખદશા પણ તારી નથી અને દુઃખદશા પણ તારી નથી. તું તેનાથી અલિપ્ત બન. . (૫) સાધુ-સંતોનાં ગુણગાન ર - જે જે મહાત્માઓ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ અમૃતવેલની સજ્ઝાય બન્યા છે, સંસારના ત્યાગી બન્યા છે, પંચમહાવ્રતધારી થયા છે, ઉત્તમ સાધુતા પાળે છે, ગુણોના ભંડાર છે, આત્મદૃષ્ટિ જેની ઉઘડી છે, આત્મતત્ત્વ જેને પ્રાપ્ત થયું છે, આત્મા અને દેહના ભેદનો જેને ભાસ થયો છે, તેથી જ આત્મસ્વરૂપમાં જ વધારે મગ્ન છે, અર્થ અને કામ તરફની ભાંજગડ જેણે ત્યજી દીધી છે, મુમુક્ષુ આત્માર્થી વૈરાગી સંવેગ-નિર્વેદ પરિણામી જેઓ બન્યા છે, જેઓ સાંસારિક વાર્તાલાપથી દૂર છે, આત્મતત્ત્વના ગુણોની જ રસિકતા જેઓને વરી છે તેવા સાધુસંતોના ગુણગાન હે જીવ ! હું કર. જીવનનું આ જ સાફલ્ય છે કે ઉત્તમ પુરુષોના ગુણ ગાવા. તેનાથી જ ગુણોની મહત્તા સમજાય. આપણા આત્માની દૃષ્ટિ પણ ધન-કંચનકામિની તરફ જે વળેલી છે તે બદલાઈને ગુણાભિમુખ થાય. કાલાન્તરે ગુણપ્રાપ્તિ પણ થાય. કહ્યું છે કે “ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” (૬) અધમ વચનથી ખીજાવું નહીં - જે મનુષ્યો વિશિષ્ટ ગુણવત્તા ધરાવતા નથી. જેના કારણે વ્યવહારથી અધમ પુરુષ કહેવાય છે. તેવા અધમ પુરુષોનાં વચનો હંમેશાં હલકાં જ નીકળે છે. વ્યંગવચન, કટાક્ષવચન, મેણાં-ટોણાંનાં વચન, ક્રોધાદિ કષાયનાં ઉત્તેજક વચનો આવાં વચનો પ્રાયઃ હલકા માણસોનાં હોય છે. તેઓનો તે સ્વભાવ છે. માટે તેવાં વચનો સાંભળીને હે જીવ ! ક્યારેય પણ ખીજાવું નહીં. હલકાં Page #16 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય વચનો બોલવાં તે જેમ તેઓનો સ્વભાવ છે તેમ તેને ખમી ખાવા તે હે જીવ ! તારો સ્વભાવ છે. કુહાડાનો સ્વભાવ જેમ છેદવાનો છે તેમ ચંદનનો સ્વભાવ તે કુહાડાને પણ શીતળતા જ આપવાનો છે. વળી શબ્દ એ ભાષાવર્ગણાના પુગલો છે તે આત્માના શુદ્ધસ્વરૂપને જરા પણ બગાડનારા નથી, પણ શબ્દો સાંભળીને કરાયેલા કષાયો આત્મતત્ત્વના સ્વરૂપની પ્રાપ્તિના પ્રતિબંધક છે. એક વડુ (ભજીયું) પણ તેલમાં કેટલુંય ઉકળે છે ત્યારે વડુ બને છે. તો સહનશીલતા વિના વડાપણુ (મહાનપદની પ્રાપ્તિ) કેમ થાય ? તેથી હે જીવ ! હલકા માણસો જેમ તેના હલકા સ્વભાવમાં વર્તે, તેમ હે જીવ ! તારે તારા ઉત્તમ સ્વભાવમાં વર્તવું તે જ સાચો ધર્મ છે. કહ્યું છે કે વધુ સદાવો થપ્પો, પ્રત્યેક વસ્તુ પોતાના સ્વભાવમાં વર્તે તે જ તેનો સાચો ધર્મ છે. (૭) સજ્જન આત્માઓને માન આપવું - હે જીવ! જે જે પુરુષો પ્રકૃતિએ સજ્જન હોય, ગુણીયલ પુરુષો હોય, પરોપકારી હોય, ભદ્રિકસ્વભાવ વાળા હોય, ક્ષમાશીલ અને નમ્રતાયુક્ત હોય. આવા પ્રકારના ગુણી આત્માઓને સદા માન આપવું. કારણ કે ગુણવત્તાના કારણે તે આત્માઓ આપણાથી ઘણા મહાન છે. વળી બીજાને માન આપીએ તે જ આપણી શોભા છે. “નમ્યા તે સૌને ગમ્યા” એ કહેવતને જીવનમાં આત્મસાત્ કરવી. રાજા રાવણ જેવા Page #17 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય પરાક્રમીનાં માન સદા રહ્યાં નથી. તો આપણે શું હિસાબમાં છીએ ? આવા વિચાર કર. શાસ્ત્રમાં કહ્યું છે કે – માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે! દુર્યોધન ગર્વે કરી, તે તો સની હાર્યો રે II 'રે જીવ! માન ન કીજીએ તથા ગુણી આત્માઓને માન આપવાથી આપણામાં વિનયગુણ પ્રગટે, વિનયથી વિદ્યા વસે, વિદ્યાની પ્રાપ્તિથી વિવેક આવે અને વિવેકબુદ્ધિ આવવાથી હેયોપાદેયનું ભાન થતાં આત્મા કલ્યાણના માર્ગે વિકાસ પામે. મેરા ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીચે વચણ મુખ સાચા સમકિત રત્ન રૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે ચેતન ! જ્ઞાન અજુવાળીએ ફા ગાથાર્થ - ક્રોધનો અનુબંધ રાખવો નહીં એટલે કે (ક્રોધની ગાઢતા-તીવ્રતા-ચીકાસ રાખવી નહી) મુખે સત્યવચન બોલવું. સમ્યકત્વ રૂપી રત્નની સાથે પ્રીતિ જોડવી અને કુબુદ્ધિ રૂપી કાચની સાથે જોડાયેલી મતિને છોડી દેવી. II વિવેચન :- પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી કષાયોને પરવશ થયેલા સંસારી આ જીવને વધારે વધારે હિતશિક્ષા આપતાં કહે છે કે – Page #18 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય ૯ (૮) ક્રોધનો અનુબંધ ન રાખવો - ક્રોધ એ ભયંકર મારકતત્ત્વ છે, વિષતુલ્ય છે. બલ્કે વિષથી પણ અધિક છે. વિષ એકવાર મૃત્યુ કરાવે છે, ક્રોધ ઘણા ભવો મૃત્યુ કરાવે છે. તેથી ક્રોધ ન કરવો, પણ “ઉપશમભાવમાં” રહેવું, છતાં પણ કદાચ ક્રોધ આવી જાય, થઈ જાય, તો પણ તેની માત્રા તીવ્ર ન રાખવી, ભવોભવમાં તેના સંસ્કાર ચાલુ રહે તેવો અનુબંધ ન રાખવો; ચંડકૌશિક થનારા જીવે મુનિપણામાં એવો ગાઢ ગુસ્સો કર્યો કે મુનિપણામાં, ત્યારબાદ તાપસપણામાં અને ત્યારબાદ ચંડકૌશિકના ભવમાં ક્રોધમય જીવન પામ્યો, પ્રભુ મહાવીરસ્વામી મળ્યા તો ઘણા ભવોમાં રખડવાનું અટકી ગયું, નહીં તો આ સંસ્કાર ક્યાંય ને ક્યાંય રખડાવત. ક્રોધ પરસ્પર વૈમનસ્ય વધારે છે, લોહી ઉકાળે છે, શરીરને બાળે છે, વેરઝેરની પરંપરા ચલાવે છે. સામેના જીવના નાના દોષો મોટા દેખાડે છે. મોટા ગુણો નાના દેખાડે છે. પરસ્પર અપ્રીતિ ઉત્પન્ન કરાવે છે. આત્માના સ્વભાવને નિન્દાત્મક બનાવે છે. માટે હે જીવ ! ક્રોધ ન કર, કદાચ થઈ જાય તો તેનો ઉંડો અનુબંધ ન રાખ. આવો હિતોપદેશ ગુરુજી આપે છે. (૯) વચન સાચાં બોલવાં - મૃષા બોલવું એ પોતાના જીવનને કલંકિત કરવા બરાબર છે. એકવાર પણ બોલાયેલું જુઠ આ મરણાંત આ જીવને ચિંતાતુર બનાવે છે. મારું Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અમૃતવેલની સઝાય બોલાયેલું જુઠું વચન જો ખુલ્લું થઈ જશે તો મારું શું થશે? આ ચિંતા જીવને સતાવે છે. બોલાયેલા એક જુઠને સાચવવા અનેક જુઠાં વચનો ગોઠવી-ગોઠવીને બોલવાં પડે છે અને કોઈ સમર્થ માણસ ક્રોસ કરે તો પકડાઈ પણ જવાય છે. જેનાથી લાચારી, ઈજ્જતહાનિ અને ભયાદિ જ પ્રાપ્ત થાય છે. તો શા માટે જુઠું બોલવું ? કંઈક અલ્પ સ્વાર્થ સાચવવા જતાં અનેકગણો ભાવિમાં અનર્થ આવે, તેનું શું? પ્રાપ્ત થયેલો આ માનવભવ આમને આમ હારી જવાય તેનું શું? ઝાડની ડાળી ઉપર બેઠેલા કાગડાને ઉડાડવા ચિંતામણિરત્નનો પ્રક્ષેપ કેમ કરાય? ચિંતામણિ જેવું રત્ન શું પત્થરનું જ કામ કરવા માટે મળ્યો છે? તેમ દશ દષ્ટાન્ત દુર્લભ એવો આ માનવભવ ઘણો જ કિંમતી છે. મૃષાવચન બોલવું એ સજ્જનને શોભા આપતું નથી. નાનું નાનું જુઠું બોલવાની ટેવ ધીરે ધીરે મોટું જુઠાણું બોલવાનું શીખવાડે છે. કાલાન્તરે આ જીવ જુઠ-ચોરી ઈત્યાદિ દુર્ગુણોવાળો જ બને છે. માટે હે જીવ ! જો તારે ભવ સુધારવો હોય તો જુઠું બોલવાનું છોડી દે. (૧૦) સમ્યક્ત્વ રૂપી રનની સાથે પ્રીતિ કર, પણ (૧૧) મિથ્યામતિ રૂપી કાચની સાથેની પ્રીતિ ત્યજી દે. જીવને પ્રાપ્ત થયેલી મતિ-બુદ્ધિ અર્થાત્ દૃષ્ટિ સમ્યકત્વ રૂપી રત્ન સાથે જોડ પણ મિથ્યાત્વરૂપી કાચ સાથે જે Page #20 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય અનાદિની પ્રીતિ કરેલી છે તેનો તું ત્યાગ કર. અનાદિ કાલની જીવની મોહના ઉદયજન્ય આ વાસના છે કે જિનેશ્વર ભગવંતે કહેલો આ ધર્મ રૂચે નહીં અને ભવોભવમાં ભટકાવે એવી મોહદશા જ પ્યારી લાગે. વીતરાગ દેવ, પંચમહાવ્રતધારી, ગુણિયલ જીવનવાળા, શુદ્ધ ધર્મના ઉપદેશક ગુરુ અને “અહિંસા, સંયમ તથા તપ” મય ધર્મ આ ત્રણે તત્ત્વો ઉપર રૂચિ કરવી, પ્રીતિ કરવી. આ જ ત્રણ તત્ત્વો આરાધ્ય છે. એમ માનીને તેનો સ્વીકાર કરવો આ જ સમ્યકત્વ છે. તેની સાથે રૂચિ-પ્રીતિ કરવી, કારણ કે આ જ તત્ત્વો આ જીવને તારનાર છે. કલ્યાણ કરનાર છે. વીતરાગ પરમાત્માની વાણી ક્યારેય મૃષા ન હોય, મૃષા બોલવાનાં જે કારણ છે - રાગ, દ્વેષ, ભય અને અજ્ઞાન, આ ચારમાંનું એક પણ કારણ આ પરમાત્મામાં નથી. તેથી તેમનું વચન સર્વથા સત્ય છે. માટે હે જીવ! તું તે વચનોનો આશ્રય લે, સ્વાધ્યાય કર, જૈનધર્મનો અભ્યાસ કર, અધ્યાત્મ અને વૈરાગ્યનાં શાસ્ત્રો વાંચ, તેમાંથી કિંઈક સત્ય સમજાશે, ભવવિરક્તિના પરિણામ થશે. હૃદયપલટો થશે, વીતરાગ પરમાત્માની વાણી સંબંધી શ્રવણ, મનન અને ચિંતન જેવું બીજું કોઈ અમૃત નથી. તે વીતરાગ પ્રભુના માર્ગે ચાલનારા ગુરુ જેવા અન્ય કોઈ ગુરુ નથી, સદા બહિરાત્મભાવથી દૂર રહેવાપણા રૂપી મૌન રાખનારા એવા મુનિ હોય છે. સતત-નિરંતર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ અમૃતવેલની સઝાય આત્મતત્વનો જ સ્વાધ્યાય કરનારા, વિરક્ત પરિણામવાળા, પૌદ્ગલિક સુખથી સર્વથા નિરપેક્ષ, કોઈપણ જાતની પરાપેક્ષા નહીં રાખનારા, આત્મસ્વરૂપમાં જ મગ્ન આવા મુનિને હે જીવ ! તું ગુરુ સમજ, આ જ તારું કલ્યાણ કરે તેમ છે. . જીવને સાચે માર્ગે ચડાવનાર છે. ત્યાગ, તપ, સ્વાધ્યાય અને વૈરાગ્યના ગુણો આપનારા આ મહાત્મા છે. આવા ગુરુનો હે જીવ ! તું પરિચય કર. તથા અહિંસા (કોઈ જીવને દુઃખ-પીડા થાય તેવી વાણી કે તેવું વર્તન કરવું નહી) સંયમ (પાંચે ઈન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ, ભોગો ઉપર ઘણો જ કંટ્રોલ) અને તપ (નિત્ય એકાસણું કે જેથી શરીર નિરોગી રહે, સ્વાધ્યાય સારો થાય, ગુરુ આદિ વડીલોની વૈયાવચ્ચ થાય તેવો તપ) હે જીવ ! તું કર, આ જ ધર્મ છે. પૂર્વાચાર્યોએ તેના જુદા જુદા ભેદો સમજાવ્યા છે. રાગ-દ્વેષ ન કરવા તે ધર્મ, મમતા-મૂછ ન કરવી તે ધર્મ, કોઈ જીવને દુભાવવો નહીં તે ધર્મ, પરોપકાર કરવો તે ધર્મ આમ ધર્મની અનેક વ્યાખ્યાઓ આપી છે તે બધી વ્યાખ્યાઓ રત્નતુલ્ય છે. તેમાં તું તારી મતિ લગાવ. પણ જે મિથ્થામતિ છે, તે કાચના ટુકડાતુલ્ય છે ત્યાં પ્રીતિ ન લગાવ. ક્યાં રત્ન? ક્યાં કાચનો ટુકડો? ક્યાં મેરૂપર્વત? અને ક્યાં પરમાણું? આટલો બધો તફાવત છે સમ્યકત્વમાં અને મિથ્યાત્વમાં. માટે હે જીવ! Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અમૃતવેલની સજ્ઝાય સમ્યક્ત્વરૂપી રત્નમાં પ્રીતિ કર, પણ મિથ્યાત્વરૂપી કાચના ટુકડાની પ્રીતિ ત્યજી દે આવી હિતશિક્ષા આ પદમાં છે. IIII શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે । પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ Il૪ા ગાથાર્થ :- આ આત્માના પરિણામ સદા શુદ્ધ રહે, તે માટે હે જીવ ! ચિત્તમાં ચાર શરણાં તું ધારણ કર. તેમાં પ્રથમ શરણ અરિહંતપ્રભુનું છે. જે પરમાત્મા જગદીશ્વર છે અને (પરમાર્થે) જગતના મિત્રતુલ્ય છે. ૫૪૫ વિવેચન :- આ જીવ આ સંસારમાં પરદ્રવ્યોના સંબંધને કારણે આધિ-વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો છે. તેથી સદા રાગ-દ્વેષના કારણે અશુદ્ધ વિચારોમાં જ અટવાયેલો છે. નિરંતર આ સારું અને આ ખરાબ, આ મને ગમે છે, આ મને નથી ગમતું, આવા જ વિચારોમાં આ જીવ ડુબેલો છે. એક દિવસમાં પણ ક્યારેક હસતો, ક્યારેક રોતો, ક્યારેક ઉદાસીન અને ક્યારેક રીસાયેલો, આમ અનેક ભાવો જોવા મળે છે. જો ક્ષણ ક્ષણના ફોટા લેવામાં આવે તો “આલ્બમ'' ભરાય એવી આ જીવની પરિસ્થિતિ છે, “ક્ષને તુષ્ટ: ક્ષળે હ્રષ્ટ:, રુતુષ્ટસ્તુ ક્ષને ક્ષળે” મોહરાજાનું આવું નાટક છે, મોહરાજા નચાવે તેમ આ જીવ નાચે છે. મારું મારું Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અમૃતવેલની સજઝાય કરીને મરે છે. છેવટે એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. પણ મોહની પરવશતાથી આ અશુદ્ધ પરિણામ ઉપજે છે. આ અશુદ્ધ પરિણામ આપણા આત્માનું બગાડે છે. તે અશુદ્ધ પરિણામ આત્માની અધોગતિ કરાવવા માટે પાછળ પડેલ છે. તેનાથી બચવા માટે શુદ્ધ પરિણામનું કારણ બને તેવાં ચાર શરણાં હે જીવ ! તું સ્વીકાર કર, જેમ સર્પ પાછળ પડ્યો હોય તો દોડીને વૃક્ષ ઉપર ચઢી જઈએ તો તે વૃક્ષનું શરણું બચાવે, કોઈ પોલીસ અથવા ગુંડાતત્ત્વ પાછળ પડેલ હોય તો કોઈ બલવાનના ઘરનું શરણું લઈએ તો બચી જઈએ, શરીરમાં કોઈ રોગ થયો હોય અને વૈદ્યનું શરણું લઈએ તો બચી જઈએ તેમ અશુદ્ધ પરિણામ આ આત્માની પાછળ પડેલ છે. તેનાથી બચવા માટે અને શુદ્ધ પરિણામ પ્રાપ્ત કરવા માટે અરિહંતાદિ ચારનું શરણ હે જીવ! તું સ્વીકાર. અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુભગવંત અને અરિહંત પરમાત્માએ બતાવેલ જૈનધર્મ આ ચાર શરણ લેવા લાયક પદાર્થો છે. આ ચારે શરણાં ઉત્તમ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - चत्तारि शरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि सिद्धे सरणं पवज्जामि, साहु सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि । Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અમૃતવેલની સઝાય ચતુદશરણ નામનું પ્રથમ કર્તવ્ય : (૧૨) અરિહંત પરમાત્માનું શરણ સ્વીકાર - હવે અરિહંત પરમાત્મા કોને કહેવાય? કેવા હોય? તે સમજાવે છે. ત્રણે જગતના ત્રણે કાળના સર્વદ્રવ્યોના સર્વ પર્યાયોને જાણનારા આ અરિહંત પરમાત્મા છે. તેથી પ્રબળ જ્ઞાનવાળા હોવાથી ત્રણે જગતના ઈશ = ત્રિનાવી છે. આ સંસારમાં એવો કોઈ ભાવ નથી કે જે તેઓના જ્ઞાનમાં ઝળકતો ન હોય તથા સર્વ ભાવો જાણતા હોવા છતાં કોઈ પ્રત્યે નહી આકર્ષાનારા, નહીં રાગ કરનારા, નહીં તેષ કરનારા, સદા વીતરાગ ભાવવાળા, સર્વ પ્રકારના કલેશોથી મુકાયેલા, શમત્વભાવની પરાકાષ્ટા વાળા, મેરુ પર્વતની જેમ ધીર, વીર અને સમુદ્ર સમાન ગંભીર તથા “મારી એવી શક્તિ ક્યારે આવે કે હું સંસારના જીવોને તારૂં” આવી ભાવકરુણા કરવા દ્વારા પૂર્વભવમાં બાંધેલા તીર્થકર નામકર્મના ઉદયથી ભવ્યદેશના કરનારા આ તીર્થકર ભગવંતો હોય છે. | તીર્થકર નામકર્મના ઉદયજન્ય ઔદયિકભાવની પરોપકાર કરવાની ભાવકરુણા હૃદયમાં એવી પ્રવર્તે છે કે જાણે આ ભગવાન જગતના મિત્ર હોય તેમ લાગે, કારણ કે મિત્ર તે જ કહેવાય છે કે જે હિતકારી શિક્ષા આપે, અહિતથી બચાવે અને હિતમાં જોડે તેમ આ ભગવાન પણ જગતના Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અમૃતવેલની સઝાય જીવોને હિત શિક્ષા આપનારા અને અહિતથી બચાવનારા છે. માટે જગતના મિત્રતુલ્ય હોય છે. ચાર ઘાતી કર્મોના ક્ષયવાળા હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન તથા અનંતચારિત્ર અને અનંતવીર્ય વડે શોભતા હોય છે. અનેક જીવોને ધર્મ પમાડવાં દ્વારા આ સંસારથી તારનારા હોય છે. તેઓની વાણી સર્વે મનુષ્યોને પશુઓને અને પક્ષીઓને પોતપોતાની ભાષામાં સંભળાય અને સમજાય તેવી વાણીવાળા હોય છે. એક યોજન સુધી કોડાકોડી મનુષ્યો સાંભળનારા હોય તો પણ સર્વને એકસરખી સંભળાય અને સમજાય તેવી વાણીવાળા હોય છે તેમની પર્ષદામાં બેઠેલા જીવો “સાપ અને નોળીઓ”, “વાઘ અને બકરો” જેવા જીવો હોય તો પણ જાતિબદ્ધ વૈરને ભૂલી જનારા હોય છે. આવા પુણ્યપ્રતાપવાળા આ મહાત્માઓ હોય છે. જો જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે ! ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે ! ચેતન ! જ્ઞાન અજુવાળીએ આપણા ગાથાર્થ - જે પરમાત્મા સમવસરણમાં બેસીને ભવ્ય જીવોના સંદેહોને ભાંગી નાખે છે અને ધર્મની વૃદ્ધિ કરનારાં એવાં વચનો વરસાવે છે કે જાણે પુષ્કરાવર્તનો મેઘ વરસતો હોય તેમ લાગે છે. પા. Page #26 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય ૧૭ વિવેચન :- અરિહંત પરમાત્મા જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારે જઘન્યથી પણ (ઓછામાં ઓછા પણ) કોડાકોડી દેવો તેમની સેવામાં સદા તત્પર હોય છે. એટલે જ્યાં કેવલજ્ઞાન પામે ત્યાં ત્રણ ગઢ સાથેનું સમવસરણ તે દેવો રચે છે પ્રથમ ગઢ રૂપાનો, બીજો ગઢ સોનાનો અને ત્રીજો ગઢ રત્નોનો. તેના ઉપર સિંહાસન આવું સમવસરણ દેવો દૈવિક શક્તિથી બનાવે છે. તે ત્રણે ગઢમાંના ઉપરના ગઢમાં બાર પર્ષદા બેસે છે. ભનવપતિ, વ્યંતર, જ્યોતિષ્મ અને વૈમાનિક આમ ચાર નિકાયના દેવો અને ચાર નિકાયની દેવીઓ એમ ૮ તથા સાધુ-સાધ્વીજી મહારાજશ્રી, શ્રાવક અને શ્રાવિકા એમ ૮ + ૪ = કુલ ૧૨ પ્રકારની પર્ષદા ઉપરના ગઢમાં બેસે છે. બીજા ગઢમાં પશુઓ અને પક્ષીઓ યથાસ્થાને બેસે છે. વૃક્ષો જેમ કેવલ શીતળતા જ વરસાવે છે તેમ પરમાત્મામાં પ્રાપ્ત થયેલા “ઉપશમભાવની-વીતરાગતાની છાયા” ત્યાં બેઠેલા સર્વે જીવો ઉપર પડે છે. તેનાથી પરસ્પરના વૈરભાવની આગ બુઝાઈ જાય છે અને અત્યન્ત શીતળતા પથરાય છે. તિર્યંચો પણ વેરઝેર ભૂલીને પરમાત્માની વાણી માત્ર જ સાંભળવામાં લયલીન બની જાય છે. પરમાત્માની આ વાણી તિર્યંચોને પણ પોતપોતાની ભાષામાં સંભળાય છે અને સમજાય છે. તેનાથી ઘણા ઘણા જીવો પ્રતિબોધ પામે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮ અમૃતવેલની સઝાય ત્રીજા ગઢમાં માનવ અને દેવોનાં વાહનો પાર્ક કરવામાં આવે છે. આવા પ્રકારની પાર્કીગની પણ વ્યવસ્થા છે. જેનાથી કોઈ જીવોને આવવા-જવામાં હરકત ન પડે. આ વાણી સાંભળવા એવો માનવ મહેરામણ ઉભરાય છે કે ચારે તરફ માનવો, દેવો અને પશુ-પક્ષીઓ જ દેખાય, વિશાલ સંખ્યા હોવા છતાં કોલાહલ નહીં, પડાપડી નહીં, શાન્ત મુદ્રાએ બધા જ સાંભળતા જ રહે અને સમજતા જ રહે તેવો અદ્ભુત અને અવર્ણનીય માહોલ હોય છે. ભગવાનની વાણી સાંભળીને કોઈ કોઈ જીવો જુદા જુદા વિષય ઉપર અથવા પોતાના જીવન વિષેના મુંઝવતા કેટલાક વિષયના પ્રશ્નો પણ પુછે છે પણ તેના શાન્ત અને ગંભીર વાણીથી એવા સુંદર ઉત્તરો પરમાત્મા આપે છે કે જેનાથી તેઓના પ્રશ્નો જ દૂર થઈ જાય. અને પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ વાળા બની જાય. આમ ભવ્ય જીવોના સંદેહોને ભાંગનારા આ પરમાત્મા હોય છે. કદાચ કોઈક જીવ પ્રશ્ન ન પુછે તો પણ તેની ભવિતવ્યતા પાકી હોય તો પરમાત્મા પોતે જ તેના હૃદયગત સંદેહ જાણીને પ્રત્યુત્તર ચાલુ કરે છે, જેમકે ઈન્દ્રભૂતિ-અગ્નિભૂતિ વગેરેના પ્રશ્નો પરમાત્મા શ્રી મહાવીરપ્રભુજીએ પ્રગટ કર્યા અને ઉત્તરો આપ્યા હતા. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના ૧૧ ગણધરો થયા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭, અમૃતવેલની સઝાય તેઓના દરેકના મનમાં એક એક સંદેહ હતો, પરસ્પર પુછતા ન હતા, પરમાત્મા કેવલી ભગવાન પધાર્યા છે, તે સાંભળીને ક્રોધ અને અભિમાનથી પરમાત્માને હરાવવાની બુદ્ધિથી આ અગિયારે બ્રાહ્મણપંડિતો ક્રમશઃ આવ્યા હતા. પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે શિબિકામાં બેસીને બિરૂદાવલી બોલાવતા બોલાવતા સમવસરણમાં આવ્યા હતા. પરમાત્માએ વિના પુષે જ ઉત્તરો આપ્યા હતા. પરમાત્માની વાણી સાંભળીને સંદેહ ભાંગી જવાથી પોતાના શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા હતા, તેઓનાં નામો વગેરે આ પ્રમાણે છે. નામ | શંકા | ગામ ઉંમર|શિષ્યો ૧ ઈન્દ્રભૂતિ | જીવે છે કે નહીં? મગધદેશ ૯૨,૫૦૦ ગોબ્બરગામ ૨ અગ્નિભૂતિ કર્મ છે કે નહીં? | ” T૭૪પ૦૦ ૩ વાયુભૂતિ જે શરીર છે તે જ જીવ છે? ” [ ૭૦.પ૦૦ ૪ વ્યક્ત ભૂતો છે કે નથી? કોલ્લાગ સન્નિવેશ ૮૦ ૫૦૦ ૫ સુધર્મા જે જેવો હોય તે તેવો થાય કોલ્લાગ સન્નિવેશ૧૦૦ ૫૦૦ ૬ મિડિક બંધ અને મોક્ષ છે કે નથી?|મોરીય સન્નિવેશ,૮૩, ૩૫૦ ૭ મૌર્યપુત્ર દિવો છે કે દેવો નથી? |મોરીય સન્નિવેશ૯૫] ૩૫૦ ૮ અકંપિત નારકી છે કે નથી? મિથિલાનગરી | ૭૮ | ૩૦૦ ૯ અચલભ્રાત પુણ્ય-પાપ છે કે નથી? |કોસલા ,૭૨|૩00 ૧૦મેતાર્ય પરલોક છે કે નથી? ૧૧ પ્રભાસ |મોક્ષ છે કે નથી? રાજગૃહી T૪૦૩૦૦ ૬૨ ૩OO Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અમૃતવેલની સઝાય આ અરિહંત ભગવંતો સદા જીવે ત્યાં સુધી ધર્મની દેશનાનાં વચનો વરસાવતા જ રહે છે. ગામાનુગામ વિહાર કરતા કરતા સર્વત્ર ધર્મતત્ત્વની લ્હાણી એવી કરે છે કે જાણે પુષ્પરાવર્તનો મેઘ વરસતો હોય તેવી વાવણી કરે છે. મેઘના ભિન્ન ભિન્ન પ્રકારો હોય છે. જે મેઘ વરસવાથી ભૂમિ એવી ભીની થાય કે એક વર્ષ ફળ આપે, ક્યારેક બે વર્ષ ફળ આપે, ક્યારેક ત્રણ વર્ષ ફળ આપે, જ્યારે પુષ્પરાવર્ત મેઘ તેને કહેવાય કે જે વરસવાથી પૃથ્વી બાર વર્ષ સુધી ફળ આપે. આવા પ્રકારના શ્રેષ્ઠ મેઘને “પુષ્પરાવર્ત મેઘ” કહેવાય છે. પરમાત્માની ધર્મદેશના જે ભવ્ય જીવમાં પડે છે તેમાં કલ્યાણની ધારા ચાલુ જ રહે છે. અન્ને મુક્તિપદમાં લઈ જાય. છે આવા પ્રકારના અરિહંત પરમાત્માનું શરણ હોજો. પો. શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે ! ભોગવે રાજ શિવનગરનું જ્ઞાન આનંદ ભરપૂર રે || ચેતન ! જ્ઞાન અજુવાળીએ બ્રા ગાથાર્થ :- બીજું શરણ સિદ્ધ ભગવંતનું જાણવું, જે શરણ આપણા કર્મોનો નાશ કરી આપે, મુક્તિનગરનું જે રાજ્ય ભોગવે છે તથા જ્ઞાનના આનંદમાં જેઓ મસ્ત છે તે સિદ્ધ કહેવાય છે. દા. Page #30 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય વિવેચન :- પ્રથમ અરિહંત પરમાત્માનું શરણ સ્વીકાર્યા પછી હવે બીજા પદે શ્રી સિદ્ધ ભગવંતનું શરણ સ્વીકારવું તે સિદ્ધ પરમાત્માનું વર્ણન કરે છે. (૧૩) સિદ્ધ પરમાત્માનું શરણ સ્વીકાર - સર્વે પણ કર્મોનો ક્ષય કરીને શુદ્ધ બુદ્ધ નિરંજન જેઓ થયા છે, શરીરનો ત્યાગ કરીને બે તૃતીયાંશ અવગાહનાવાળા થઈને મુક્તિમાં જેઓ ગયા છે તેઓનું શરણ હે જીવ! તું સ્વીકાર. ચૌદ રાજલોકાત્મક જે આ લોકાકાશ છે તેના સૌથી અગ્રિમ ભાગમાં જેઓ વસે છે. કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરીને પોતાનું માનવભવનું શેષ આયુષ્ય તેરમા સયોગી ગુણઠાણે પસાર કરીને કેવલી સમુઘાત (કરવા યોગ્ય હોય તો) કરીને તેરમાના અંતે મન-વચન-કાયાના યોગનો નિરોધ કરે છે. તે વખતે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત એવો આ આત્મા લંબાઈ આદિમાં પોલાણ પુરાવાથી સંકોચાય છે અને સ્વદેહથી બે તૃતીયાંશ અવગાહના વાળા બને છે. ત્યારબાદ અયોગી થયા છતા સર્વથા આશ્રવ અટકી જવાથી સર્વસંવરભાવ પામ્યા છતા મેરૂપર્વત જેવા સ્થિર થઈ જવાથી શેલેશીકરણવાળી અવસ્થાને પામ્યા છતા ચૌદમા ગુણસ્થાનકનો કાલ સમાપ્ત કરીને પોતાના દેહનો ત્યાગ કરીને એક જ સમયની સમશ્રેણીથી બીજા આકાશપ્રદેશને સ્પર્યા વિના ઉર્ધ્વગતિએ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ અમૃતવેલની સજઝાય લોકાન્ત સુધી જાય છે. જીવનો સ્વભાવ ઉર્ધ્વગતિ છે અને અજીવનો સ્વભાવ અધોગતિ છે. તેથી કર્મો ન હોવા છતાં પણ પોતાના ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે એક સમય માત્રના કાળમાં સાત રાજ જેટલી ઉર્ધ્વગતિ કરે છે તે આત્માને સિદ્ધ પરમાત્મા કહેવાય છે. આ સિદ્ધ પરમાત્મા મુક્તિનગરમાં પહોંચ્યા છતા ત્યાંનું રાજ્ય ભોગવે છે. એટલે કે સાદિ-અનંતકાલ આત્માની શુદ્ધ સ્થિતિની સંપદાનો અનુભવ કરે છે. સ્વગુણોની રમણતાના અનંત આનંદના ભોક્તા બને છે. સંસારવાસી પુગલાનંદી એવા આ આત્માને ભોગસુખમાં જ આનંદ લાગે છે. તેને આત્મગુણોની રમણતાના સુખના આનંદની કલ્પના પણ આવતી નથી. તેથી વારંવાર શંકા કર્યા જ કરે છે કે “મોક્ષમાં શું સુખ છે? ગાડી નથી, વાડી નથી, લાડી નથી, ત્યાં જઈને શું કરવાનું? આવા ભોગી જીવોને આત્મગુણના સુખની વાર્તા રૂચતી નથી. જગતના ભૌતિક ભાવોથી પર બને તો જ તેને ગુણના આનંદની કંઈક ઝાંખી થાય. | મુક્તિમાં “જ્ઞાન આનંદ ભરપૂર રે” જ્ઞાનનો જ આનંદ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. ગુણોનો આનંદ એ જ પારમાર્થિક સુખ છે. સદાકાલ પોતાના શુદ્ધ સ્વરૂપની રમણતાનો જ આનંદ આ પરમાત્મા અનુભવે છે. “તે મુક્તિનું Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અમૃતવેલની સજઝાય સુખ એવું છે કે જે માણે તે જ જાણે” શબ્દોથી સમજાવી શકાય તેવું નથી. અઢી દ્વીપ-સમુદ્રમાંથી જીવો મોક્ષે જાય છે. તેથી ઉપર પણ ૪૫ લાખ યોજન પ્રમાણની ભૂમિમાં જ સિદ્ધ પરમાત્માઓનો વસવાટ છે. ૪૫ લાખ યોજન પ્રમાણની ઉપર જે સિદ્ધશીલા છે તે સ્ફટિકરત્નની બનેલી છે. તેનું ઈષ~ાશ્મારા આવું બીજું નામ છે તેનાથી બરાબર એક યોજના ઉપર અન્તિમ ભાગમાં સિદ્ધ પરમાત્માના જીવો વસે છે. તેઓ શુદ્ધ બુદ્ધ નિરંજન હોવાથી તેઓનું શરણ તે બીજું શરણ જાણવું. આ શરણ પણ ભયોનો નાશ કરી આત્મહત્ત્વનું રક્ષણ કરી કર્મોને ચકચૂર કરનારું છે. | મુક્તિદશા પામનારા જીવો મનુષ્યભવમાંથી જ મોક્ષ જાય છે. અન્ય ભવોમાંથી સીધુ મોક્ષે જવાતું નથી, પણ મનુષ્યભવની ઉપલબ્ધિ કરીને જ મોક્ષે જવાય છે. મનુષ્ય ભવમાંથી પંદર ભેદે તે જીવો મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. ૧. જિનસિદ્ધ : તીર્થંકર થઈને મોક્ષે જાય છે, જેમકે ઋષભદેવ પ્રભુ. અજિનસિદ્ધ તીર્થકર થયા વિના મોક્ષે જાય તે, જેમકે પુંડરીકસ્વામી. તીર્થસિદ્ધ તીર્થની સ્થાપના થયા પછી મોક્ષે જાય તે - જેમકે ગૌતમસ્વામી. જે જે Page #33 -------------------------------------------------------------------------- ________________ જ |* ૫. ૬. ૭. ૮. અમૃતવેલની સજ્ઝાય અતીર્થસિદ્ધ : તીર્થની સ્થાપના થયા પહેલાં મોક્ષે જાય તે - જેમકે મરૂદેવામાતા. ૯. સ્ત્રીલિંગસિદ્ધ ઃ સ્ત્રીઆકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે ચંદનબાલા. પુલ્લિંગસિદ્ધ : પુરુષ આકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે સુધર્માસ્વામી. ઃ નપુંસકલિંગસિદ્ધ : નપુંસક આકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે ગાંગેય ઋષિ. સ્વલિંગસિદ્ધ : જૈનીય સાધુવેશમાં મોક્ષે જાય તે જેમકે ગૌતમસ્વામી. - ગૃહસ્થલિંગસિદ્ધ ઃ ગૃહસ્થના વેશમાં મોક્ષે જાય તે જેમકે ભરત મહારાજા. કેવલજ્ઞાન પામ્યા, તે મોક્ષે ગયા કહેવાય. ૧૦. અન્યલિંગસિદ્ધ : અન્યના વેશમાં મોક્ષે જાય તે જેમકે વલ્કલચિરિ. - ૧૧. સ્વયંબુદ્ધસિદ્ધ : પોતાની મેળે બોધ પામીને મોક્ષ જાય તે - જેમકે તીર્થંકર ભગવંતો. ૧૨. પ્રત્યેકબુદ્ધસિદ્ધ : કોઈ બાહ્યનિમિત્ત પામીને મોક્ષે જાય તે. જેમકે કરકંઠુમુનિ. Page #34 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૨૫ ૧૩. બુદ્ધબોધિતસિદ્ધ ઃ ગુરુજી દ્વારા બોધ પામીને મોક્ષે જાય છે. જેમકે ગૌતમસ્વામી આદિ. ૧૪. એકસિદ્ધઃ એકલા પોતે જ મોક્ષે જાય તે - જેમકે મહાવીર સ્વામી. ૧૫. અનેકસિદ્ધ : અનેકની સાથે મોક્ષે જાય તે - જેમકે ઋષભદેવ પ્રભુ. આમ સિદ્ધ ભગવંતોનું શરણ હોજો. હે જીવ! આવા સિદ્ધ પરમાત્માનું તું શરણ સ્વીકાર કર. દા સાધુનું શરીર ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે ! મૂલ ઉત્તરગુણે જે વર્યા, ભવતર્યા ભાવ નિર્ચન્થ રે | ચેતન ! જ્ઞાન અજુવાળીએ બા ગાથાર્થ :- ત્રીજું સાધુ મહાત્માનું શરણ હોજો કે જેઓ મુક્તિમાર્ગ સાધે છે. મૂલગુણોથી અને ઉત્તરગુણોથી જે શોભે છે તથા ભાવથી નિર્ગસ્થ થઈને ભવસાગર તર્યા છે. અને તરે છે. છા - વિવેચન - અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા પછી હવે ત્રીજું શરણ સાધુમહાત્મા પુરુષનું આવે છે. અહીં સાધુપદમાં આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એમ ત્રણે સમજી લેવા. કારણ કે આ ત્રણે સાધુપણામાં છે અને સાધુથી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અમૃતવેલની સઝાય ઉપાધ્યાય અને ઉપાધ્યાયથી આચાર્ય એમ ઉત્તરોત્તર વધારે વધારે આત્મસાધનાની વિકસિત અવસ્થા છે. આ મહાત્મા પુરુષોનું શરણ લેવું તે ત્રીજું શરણ જાણવું. (૧૪) સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર દ્વારા જેઓ નિરંતર મુકિતમાર્ગની સાધના કરે છે. પ્રાણાતિપાત વિરમણ વ્રત વગેરે પાંચ મહાવ્રત જે બરાબર પાળે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી જે સુરક્ષિત છે, પંચાચારનું નિત્ય પાલન કરે છે, નિત્ય સ્વાધ્યાય અને તપમાં જેઓ રક્ત છે, સતત આત્મ તત્ત્વની ચિંતવણામાં જ જેઓ સમય પસાર કરે છે, બાહ્યભાવમાં જેઓ કદાપિ જતા નથી, નિરંતર અંતર્મુખવૃત્તિવાળા થઈને રહે છે તે મહાત્માઓનું શરણ હે જીવ! તું સ્વીકાર કર. તેઓનું શરણ જ આ સંસારથી તારનાર છે. આ સાધુ-સાધ્વીજી મહારાજશ્રી મૂલગુણ અને ઉત્તર ગુણોથી હરહંમેશા શોભી રહ્યા છે. જેમ શરીર અલંકારોથી શોભે, આકાશ ચંદ્રમાથી શોભે તેમ સાધુ-સંત પુરુષો ગુણોથી શોભે છે. મૂલ ગુણ પાંચ મહાવ્રત છે. (૧) નાના-મોટા કોઈ જીવની હિંસા કરવી નહીં. (૨) નાનું-મોટું જુઠું બોલવું નહીં. (૩) નાની-મોટી કોઈપણ જાતની ચોરી કરવી નહીં. (૪) સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળવું. (૫) કોઈપણ વસ્તુઓનો સંગ્રહ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અમૃતવેલની સાય ન કરવો, મૂછ ન કરવી. આ પાંચ મૂલ ગુણ છે. તેને મહાવ્રત કહેવાય છે. શય્યાતરપિંડ, રાજ્યપિંડ, નિત્યપિંડ, અગ્રપિંડ વાળા આહારનો ત્યાગ એ ઉત્તરગુણ છે. તથા સાધુપણાની સાધક નાની-મોટી ક્રિયા કરવાનો જે નિયમ તે સઘળા ઉત્તરગુણો જાણવા. આવા પ્રકારના મુનિ કોઈ દ્રવ્યથી નિર્ઝન્થ હોય છે અને કોઈક દ્રવ્યથી તથા ભાવથી એમ ઉભયથી નિર્ગસ્થ હોય છે. સંસારનો વેશ છોડીને સાધુનો વેશ ગ્રહણ કરે. સાધુપણાની ક્રિયા કરે, પરંતુ મમતા, મૂચ્છ ત્યજે નહીં. સાંસારિક જ વાર્તાલાપ વધારે કરે, તેમાં જ રસ ધરાવે, ક્રોધ-માન-માયાલોભ વગેરે કષાયોનો વિજય ન કરે, પરંતુ કષાયપરિણામવાળી જ વધારે મનોવૃત્તિ રાખે તે દ્રવ્યથી નિર્ચન્દમુનિ જાણવા. પરંતુ જેઓએ સાધુવેશ ધારણ કરીને સંસારની તમામ મૂછ, મમતા ત્યજી દીધી છે. અન્તર પરિણતિથી જેઓએ કષાયોનો ત્યાગ કર્યો છે. નિર્મળ આત્મપરિણતિ જેઓએ ધારણ કરી છે, પરમાર્થતત્ત્વનું જેઓએ લક્ષ્ય બાંધ્યું છે, પરમાર્થ તત્ત્વની પ્રાપ્તિ માટે જેઓ પ્રયત્નશીલ છે, કષાયો ઉપર જેઓએ કન્ટ્રોલ કર્યો છે. વિજય મેળવ્યો છે તેવા મુનિ તે ભાવથી નિર્ચન્દમુનિ કહેવાય છે. આવા પ્રકારના જેઓ ભાવથી નિગ્રંથ મુનિ બન્યા છે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અમૃતવેલની સઝાય અને તેના કારણે જેઓ નિકટના કાલે અવશ્ય મુક્તપદ પામવાના જ છે. તેવા મુનિઓનું હે જીવ! તું શરણ સ્વીકાર કર. આવા મુનિઓ હજુ મોક્ષે ગયા નથી તો પણ નિકટકાલમાં અવશ્ય જવાના હોવાથી ભવસાગર તર્યા જ કહેવાય છે. આવા પ્રકારના મહાત્મા પુરુષોનું હે જીવ! તું શરણ સ્વીકાર. અરિહંત અને સિદ્ધપ્રભુ જો કે સર્વજ્ઞ સર્વદર્શી છે. તો પણ હાલ આ કાલે ભરતક્ષેત્રની ભૂમિ ઉપર તેઓ વિદ્યમાન નથી, મનથી તેઓનો સંબંધ કલ્પવો પડે છે. જ્યારે ભાવનિર્ઝન્થ મુનિઓ વર્તમાનકાલે પણ હાલ ભૂમિ ઉપર વિચરે છે. તેઓ આપણને જિનવાણી સંભળાવી શકે છે. સદુપદેશ આપી શકે છે. આપણને પણ તેઓ પ્રત્યેની શ્રદ્ધા વધવાથી અહોભાવ-પૂજ્યભાવ વૃદ્ધિ પામી શકે છે અને તેઓની વૈયાવચ્ચ કરવાનો પણ લાભ મળે છે. માટે આ કાલે પણ સાધુ-સંતો સાથે સીધો સંબંધ સંભવતો હોવાથી તેઓનું પણ અવશ્ય શરણ સ્વીકારવું જોઈએ. મહાત્માઓનું શરણ દુઃખ અને ભયથી મુક્ત કરાવનાર છે. તેઓની કૃપા જ આપણાં કર્મોનો નાશ કરનાર છે. તેથી તેઓનું શરણ લેવાથી કર્મજન્ય દુઃખ અને ભય આપોઆપ દૂર થઈ જાય છે. માટે હે જીવ ! આવા પ્રકારના ચારિત્રસંપન ભાવનિર્ઝન્થ મુનિ મહાત્માઓનું શરણ તું Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અમૃતવેલની સઝાય સ્વીકાર કર. તેઓ ભવસાગર તર્યા છે અને આશ્રિતને ભવસાગરથી તારનારા છે. શા શરણ ચોથ ધરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે ! જે શિવહેતુ જિનવર કહ્યો, ભવજલ તરવા નાવ રે II ચેતન! જ્ઞાન અજુવાળીએ III ગાથાર્થ :- ચોથું શરણ ધર્મનું સ્વીકારવું કે જે ધર્મમાં શ્રેષ્ઠ દયાનો ભાવ વર્તે છે. દયાનો જે શ્રેષ્ઠ ભાવ છે તેને જિનેશ્વર પ્રભુએ મુક્તિનો હેતુ કહ્યો છે અને સંસારસાગર તરવામાં તે દયાભાવ નાવની તુલ્ય કામ કરનાર છે. મેટા વિવેચન :- હવે ચોથા શરણની વાત ગ્રંથકારશ્રી કહે છે - " (૧૫) જિનેશ્વર ભગવંતે જણાવેલા ધર્મનું શરણ લેવું તે ચોથુ શરણ જાણવું, ધર્મ શબ્દના ઘણા અર્થો થાય છે. દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે, પકડી રાખે તે ધર્મ. વસ્તુનો સ્વભાવ તે ધર્મ, અહિંસા, સંયમ અને તપ એ ધર્મ, રત્નત્રયીની સાધના તે ધર્મ આમ અનેક અર્થો છે. તેમાંથી અહીં એક અર્થ મુખ્યત્વે લેવામાં આવ્યો છે. જે ધર્મમાં શ્રેષ્ઠ એવો દયાનો ભાવ છે તેને ધર્મ કહેવાય છે. સંસારના દુઃખે દુઃખી જીવો ઉપર કરુણા કરવી, દુઃખો દૂર કરવાની લાગણી રાખવી. તે જીવો દુઃખોથી મુક્ત બને એવા ઉપાયો વિચારવા તે શ્રેષ્ઠ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અમૃતવેલની સઝાય ધર્મ કહેવાય છે. અજ્ઞાની અને મોહાલ્વ જીવો જ્ઞાની બને વૈરાગી બને, તત્ત્વજ્ઞાન પામે, આત્મતત્ત્વને સમજે તેવી ભાવ કરુણા કરવી તે પણ નિશ્ચયથી ધર્મ કહેવાય છે. અહિંસા” શબ્દનો આ જ અર્થ છે. હિંસા ન કરવી એટલે કોઈનું મન ન દુભાવવું, કોઈને પણ પીડા થાય તેવું વર્તન અને વચનોચ્ચાર ન કરવા. પરંતુ તે જીવો દુઃખમાંથી કેમ મુકાય? દુઃખમુક્ત કેમ બને ? સાચો પ્રભુનો માર્ગ કેમ પામે ? આવા વિચારો કરવા ઉપાયો અપનાવવા તે સઘળો ધર્મ છે. સદાચારની પ્રવૃત્તિ, દુરાચારનો ત્યાગ ગુણમય જીવન જીવવું, દુર્ગુણતાનો ત્યાગ કરવો આ સર્વ પ્રકારે ધર્મ છે. આવા પ્રકારના વીતરાગપ્રણીત ધર્મને જિનેશ્વર પરમાત્મા “શિવહેતુ” = મુક્તિપ્રાપ્તિનું પ્રધાનતમ કારણ કહે છે. અધર્મમય આચરણ સંસારવૃદ્ધિનું કારણ છે. જ્યારે ધર્મમય આચરણ મુક્તિપ્રાપ્તિનું કારણ છે. ધર્મમય આચરણ વિના આ જીવ ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં આરૂઢ થતો નથી. તેના વિના મુક્તિપ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપ્તિ વિના દુઃખનો ક્ષય થતો નથી. આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ધર્મથી થાય છે. તે માટે વર દયાભાવ રૂપ અહિંસા ધર્મ આ જીવનમાં અવશ્ય અપનાવવો જોઈએ. જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી, કોઈ પણ વસ્તુઓ પુંજી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અમૃતવેલની સઝાય પ્રમાજીને લેવી મુકવી, નાના શુદ્ર જીવો પણ પીડા ન પામે તેવો વ્યવહાર કરવો, કડવાં વચન ક્યારેય બોલવાં નહીં, બીજાને દુઃખ થાય તેવાં વ્યંગવચનો, કટાક્ષવચનો, મેણાં-ટોણાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ બોલવાં નહીં. કોઈને પણ પીડા ઉપજે તેવો વ્યવહાર ન કરવો, આવી હૃદયગત શ્રેષ્ઠ દયાનાઅહિંસાના ભાવ જ મુક્તિનો પંથ છે અને સંસારરૂપી જલાશયને તરવા માટેની આ દયાભાવ એ નાવડી છે. જેમ નાવડીથી જળાશય તરાય છે તેમ આવા પ્રકારના દયાનાઅહિંસાના શ્રેષ્ઠ ભાવથી સંસાર તરાય છે. માટે હે જીવ! તું આવા પ્રકારના વીતરાગપ્રભુ પ્રણીત ધર્મનું શરણ સ્વીકાર કર. - ઉત્તમ આચરણ, સદાચારી જીવન, વિનય, વિવેક, ત્યાગ, તપ, વૈરાગ, જ્ઞાન ઈત્યાદિ ગુણોથી મઘમઘતું જે જીવન તે જ સંસારથી તારનારું જીવન છે. પેટ અને પરિવારનું પોષણ તો તિર્યંચો પણ કરે જ છે. તેથી તેવું કાર્ય માનવ જીવનમાં કરીએ. તેનાથી માનવજીવનની મહત્તા નથી, પણ સંસ્કારમય અને ગુણીયલ જીવનની મહત્તા છે. ગુણોની પ્રાપ્તિ માટે કરાતાં ધર્મ અનુષ્ઠાનો જેવાં કે સામાયિક પ્રતિક્રમણ-દાન-શીયલ-તપ-સ્વાધ્યાય અને પ્રાયશ્ચિત્ત આદિ કાર્યો કરવાં તે દ્રવ્યધર્મ છે. આ દ્રવ્યધર્મ ભાવધર્મ પ્રાપ્ત કરવાનું સાધન છે. માટે અવશ્ય આદરણીય છે છતાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અમૃતવેલની સઝાય ભાવધર્મની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે દ્રવ્યધર્મ માત્રથી ખુશ થવું નહીં કે સંતોષ માનવો નહીં, ભાવધર્મ પ્રાપ્ત કરવા માટે સતત ઉદ્યમશીલ રહેવું, ધર્મનાં અનુષ્ઠાન કરવાં તે દ્રવ્યધર્મ છે અને તેનાથી દોષોનો ત્યાગ અને ગુણોની પ્રાપ્તિ થવી તે નિશ્ચયધર્મ છે. Iટા ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે દુરિત સવિ આપણાં નિંદીએ, જિમ હોય સંવર વૃદ્ધ રે ! ચેતન ! જ્ઞાન અજુવાળીએ લી. ગાથાર્થ:- હે આત્મા ! તું આ ચાર શરણોનો સ્વીકાર કર, મનમાં શુદ્ધ ભાવના ભાવ, આપણાં પોતાનાં કરેલાં પાપોની તું એવી નિંદા કર કે જેનાથી પાપોને અટકાવવા દ્વારા સંવરધર્મની આ આત્મામાં વૃદ્ધિ થાય. lલા વિવેચન - અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુ ભગવંત અને જૈનધર્મ આ ચારે તત્ત્વો આપણા ઉપર ઘણો જ ઉપકાર કરનારાં છે. તેથી વારંવાર આ ચારનું શરણ હે જીવ! તું સ્વીકાર કર, નિરંતર તેઓના આશ્રયે જ તું રહે, આ ઉપકારીઓનું જ સતત સ્મરણ કર, તેઓના ઉપકારોને સંભાળી સંભાળીને તેઓ પ્રત્યે હાર્દિક પૂજ્યભાવવાળો થા. ઉત્તમ આત્માઓના નિરંતર ગુણો ગાવાથી આ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અમૃતવેલની સજઝાય આત્મામાંથી રાગ, દ્વેષ, વિકારો અને દોષો દૂર ભાગી જાય છે. અને હૃદય શુદ્ધ બની જાય છે. જેમ વિકારીઓના સમાગમથી વિકારો વધે તેમ વૈરાગી આત્માઓ અને વીતરાગી આત્માઓના સમાગમથી આ આત્મામાં ત્યાગ, વૈરાગ અને વિતરાગતા વધે. માટે આવા સંત મહાત્મા પુરુષોનાં શરણ સ્વીકારીને હૃદયમાં શુદ્ધ ઉત્તમ ભાવનાઓ ભાવ. સંસારનાં સુખો અને સુખનાં સાધનો ઉપરનો રાગ ઘટે તે માટે અનિત્ય અશરણ વગેરે બાર ભાવનાઓ ભાવવાનું રાખ. સંસારનાં એકે એક પદાર્થો અને સુખો અનિત્ય છે, આજે છે અને કાલે નથી. પત્તાનાં મહેલ જેવો આ સંસાર છે. ક્યારે પડી જાય તે કંઈ નક્કી નથી. વાદળાં વિખેરાય તેમ આ સાંસારિક વ્યવસ્થા વિખેરાઈ જાય છે. બધું જ ક્ષણિકમાત્ર છે. કરોડપોતે અત્યકાલમાં જ રોડપતિ થાય છે અને રોડપતિ થોડા જ સમયમાં કરોડપતિ થાય છે. માટે વિજળીના ચમકારા જેવું આ સંસારનું સુખ-દુઃખ છે. દુઃખકાલે આ જ ચાર શરણ કામ લાગે છે. બીજા કોઈનું શરણ કામ લાગતું નથી. માતા-પિતા, પતિ-પત્ની વગેરે પાત્રો પોતે જ અશરણ છે. તે બીજાને શરણ શું આપી શકે? આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. તે આત્મા! તું અને શરીર પણ ભિન્ન છો, તો અન્ય વસ્તુની Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અમૃતવેલની સઝાય વાત તો કરવાની જ ક્યાં રહી? આમ આ બાર ભાવનાઓનું ચિંતન કર, ભાવનાઓનું ચિંતન-મનન કરવાથી હૃદય શુદ્ધ થાય, હૃદયમાં વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય, ભાવનાઓના ચિંતનમનનથી આ જીવ ઉત્તમ વિચારોમાં જ રહે, અશુભ વિચારો દૂર થાય. આ પ્રમાણે ચાર શરણ સ્વીકારવાનું પ્રથમ કાર્ય આ ગાથાઓમાં સમજાવ્યું છે. આ વિષય વધારે જાણવો હોય તો પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના હસ્તદીક્ષિત એવા શ્રી વીરભદ્રગણિના બનાવેલા ચઉસરણપયના નામના ગ્રંથનો. અભ્યાસ કરવો. દુષ્કૃતગહ નામનું બીજુ કર્તવ્ય : (૧૬) તથા હે જીવ ! દૂરિત સવિ આપણાં નિંદીએ, આપણા આત્માએ ભૂતકાળમાં જે જે પાપો કર્યા છે તેની તું આત્મસાક્ષીએ અને પ્રભુસાક્ષીએ નિંદા કર, પશ્ચાત્તાપ કર, પોતાની કરેલી ભૂલોને તું સમજ અને સ્વીકાર કર. તે સમજીને જીવનમાં સુધારો કર. આપણાં જ કરેલાં પાપોની સતત નિંદાગહ કરવાથી ફરીથી તેવાં પાપો કરવાનું મન ન થાય, તેવાં પાપોથી વિરામ કરવાનું મન થાય, વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય, સંસારનો રાગ મોળો પડતો જાય. હે જીવ ! તે ક્યાં ક્યાં અને કેવાં કેવાં દૂષિતો કર્યાં છે? તે તો તું જ જાણે છે, તારા Page #44 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય ૩૫ સિવાય તારાં કરેલાં પાપોને બીજુ કોઈ જાણતું નથી. માટે સાચા દિલથી તું જ યાદ કરી કરીને પશ્ચાત્તાપ કર, જેમ જેમ પોતાનાં પાપોને યાદ કરીને તું તે પાપોની નિંદા કરીશ તેમ તેમ આત્માની શુદ્ધિ થશે. ફરીથી આવાં પાપો નહીં કરવાનું મન થશે. કરેલાનો પસ્તાવો થશે. આમ સંવરધર્મની વૃદ્ધિ થશે. આવતાં કર્મોને અટકાવવાં રોકવાં તે સંવર, પાપો ન કરવાથી સંવરની વૃદ્ધિ થાય અને કરેલાં પાપોની નિંદા કરવાથી નિર્જરા થાય. સંવર અને નિર્જરાની વૃદ્ધિ થતાં આ આત્મા કર્મોનો ક્ષય કરીને મુક્તિગામી બને. આ રીતે ચાર પ્રકારનાં શરણાં સ્વીકારવાથી તું સુરક્ષિત થા. શુદ્ધ ભાવનાઓ ભાવવાથી સાંસારિક ભાવોમાંથી વૈરાગી બન. પોતાનાં જ કરેલાં પાપોની નિંદા કરીને તેવાં પાપોથી વિરામ પામ. પાપોથી અટકવા દ્વારા સંવરધર્મની વૃદ્ધિ કર, માનવજીવનમાં આ જ હિતશિક્ષા રૂપી અમૃતની વેલડી ઉગાડવા જેવી છે. ગાલા ઈહભવ પરભવ આચર્યાં, પાપ અધિકરણ મિથ્યાત્વ રે । જે જિન આશાતનાદિક ઘણાં, નિંદીએ તેહ ગુણધાત રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૧૦ના ગાથાર્થ :- આ ભવમાં તથા પૂર્વભવોમાં જે જે પાપકારી અનુષ્ઠાનો કર્યાં હોય, તથા મિથ્યાત્વાદિ દોષો સેવ્યા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અમૃતવેલની સજ્ઝાય હોય, તથા આત્માના ગુણોનો ધાત કરે એવી જિનેશ્વરપ્રભુની આશાતના વગેરે જે કોઈ પાપો આચર્યાં હોય, તેની હે જીવ! તું વારંવાર નિંદા કર, નિંદા કર. ॥૧૦॥ વિવેચન :- (૧૭) આ જીવે રાગ, દ્વેષ, કષાય અને અજ્ઞાનને વશ થઈને આ વર્તમાન ભવમાં તથા ભૂતકાલીન ભવોમાં નાનાં-મોટાં અનેક પાપકાર્યો કર્યાં છે. જેમ કે ઘણું પાણી વાપર્યું, અળગણ પાણી વાપર્યું, ઝાડ-પાન-ફૂલ-ફળ કાપ્યાં, કપાવ્યાં, ઝાડ ઉપરથી ફળો તોડ્યાં, લીલા ઘાસ ઉપર ચાલ્યા, લીલું ઘાસ ખુંધુ, તળાવો, સરોવરો ખાલી કરાવ્યાં, બેઈન્દ્રિયાદિક જીવોને હણ્યા, દવા છાંટી, દવા છંટાવી અથવા ધુમાડા આદિનો ઉપયોગ કરીને જીવોને માર્યા, કોઈ જીવોને દુઃખી કર્યા, કટુક વચન બોલ્યા, કટાક્ષ વચન, વ્યંગ વચન, મેણાં-ટોણાંનાં વચનો બોલીને કોઈ કોઈ જીવોનાં મન દુભાવ્યાં, કોઈના પણ ઉપર જુઠાં આળ દીધાં, ખોટાં કલંક લગાવ્યાં, પારકાની વસ્તુ વિના પુછ્યું લીધી, નાની-મોટી ચોરી કરી લેવડ-દેવડનાં બાટ જુદાં રાખ્યાં, રાજ્ય વિરુદ્ધ આચરણ કર્યું, લોકદૃષ્ટિએ ન કરવા જેવાં લોકવિરુદ્ધ કાર્યો કર્યાં. પરદારાસેવન-પરધનહરણ ઈત્યાદિક પાપો કર્યાં. કામ વાસનાની ઉત્તેજક વાતો કરી, તેવા શબ્દપ્રયોગો કરીને વાસનાને ઉત્તેજિત કરી, શારીરિક કુચેષ્ટાઓ કરી આવા પ્રકારનાં નાનાં-મોટાં અનેક પાપો કર્યાં હોય કે જે પાપોથી આ Page #46 -------------------------------------------------------------------------- ________________ | મી અમૃતવેલની સઝાય જીવ નરક-નિગોદના ભવોનો અધિકારી થાય તેવાં જે કોઈ પાપો કર્યા હોય તેની હે જીવ! તું નિંદા કર, નિંદા કર. કર્મો જેનાથી બંધાય તે કર્મબંધના હેતુ કહેવાય છે તેવા બંધહેતુઓ પાંચ છે - (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. તે પાપોની પણ હે જીવ ! તું નિંદા કર નિંદા કર. કારણ કે આવા બંધ હેતુઓથી જ કર્મો બંધાય છે. મિથ્યાત્વ એટલે અવળી બુદ્ધિ, આત્માનું અકલ્યાણ કરે તેવાં કામોને સારાં માનવાં અને જેનાથી આત્માનું કલ્યાણ થાય તેવાં કામોને ખોટાં માનવાં, તેવા કલ્યાણકારી કામોથી દૂર ભાગવું, સુદેવ, સુગુરુ અને સુધર્મની છત્રછાયા ત્યજી દેવી અને કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા કરી તેનો માર્ગ સ્વીકારવો. યજ્ઞ, હોમ, હવનાદિ કાર્યો કરવાં તે સઘળું મિથ્યાત્વ નામનું પાપ. અવિરતિ - સાંસારિક ભોગોને સારા માનવા. પાંચ ઈન્દ્રિયોનાં સુખોમાં ઘણી આસક્તિ-મમતા રાખવી. સાંસારિક સુખો મેળવવામાં પણ ઘણાં દુઃખો વેઠવાં પડે છે. મેળવેલાને સાચવવામાં પણ ઘણી ઉપાધિઓ આવે છે છતાં તેમાં જ રચ્યા-પચ્યા રહેવું, તે ભોગસુખોને સારા માનીને તેમાં જ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અમૃતવેલની સજઝાય લયલીન બનવું, તેવા ભોગોનો ત્યાગ ન કરતાં વધારે ને વધારે તેમાં આસક્ત બનવું તે અવિરતિ નામનું પાપ. પ્રમાદ - આળસ, ઊંઘ, પારકાની નિંદા, વિષયોનો અતિશય રાગ, આ સઘળો ય પ્રમાદ કહેવાય છે. દેશકથા, સ્ત્રીકથા, રાજ્યકથા અને ભક્તકથા (ભોજનની વાત) આ બધી કથાઓ રાગ-દ્વેષ અને વિકારોને વધારનારી છે. તેથી સર્વે વિકથા કહેવાય છે. તેવા પ્રકારની વિકથાઓમાં જ જીવન બરબાદ કરવું આ સઘળો ય પ્રમાદ નામનું પાપ. કષાય - જેનાથી સંસાર વધે, જન્મ-મરણની પરંપરા વધે, ભવોની પરંપરા વધે તે કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો તે ચંડાળ ચોકડી જેવા ભયંકર છે. ક્લેશ, કડવાશ, વેરઝેર અને વૈમનસ્ય વધારનારા છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન દ્વારા માનવજીવનને બરબાદ કરનારા આ કષાય છે. દૂરથી જ તિલાંજલિ આપવા જેવું આ કષાય નામનું પાપ છે. યોગ - મન, વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ, તેમાં શુભપ્રવૃત્તિ તે પુણ્યબંધનો હેતુ છે અને અશુભ પ્રવૃત્તિ તે પાપબંધનો હેતુ છે. આ પાંચે દોષો કે જેમાં મિથ્યાત્વ એ રાજા છે તેનાથી બંધાયેલાં પાપો ઘણો સંસાર વધારનારાં છે, સંસારમાં રખડાવનારાં છે. માટે આ ભવમાં કે પૂર્વભવમાં જે Page #48 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજઝાય ૩૯ કોઈ આવાં આવાં પાપો કર્યા હોય તેની હે જીવ! તું નિંદા કર, નિંદા કર તથા ગહ કર. તથા જિનેશ્વર પરમાત્માની આશાતના કરવી તે મહાપાપ છે. પરમાત્માની ૮૪ આશાતના અને ગુરુજીની ૩૩ આશાતનામાંથી જે કોઈ આશાતના કરી કરાવી હોય, અનુમોદી હોય તે સર્વની હે જીવ! તું નિંદા ગહ કર. અશુદ્ધ વસ્ત્રો, અશુદ્ધ શરીર અને અશુદ્ધ મન હોય ત્યારે પ્રભુની પ્રતિમાનો સ્પર્શ કર્યો હોય, પ્રભુની પ્રતિમા પછાડી હોય, ક્યાંય ટકરાવી હોય, અવિનયભર્યું વર્તન કર્યું હોય, ભગવાન પ્રત્યે હલકા શબ્દોનો પ્રયોગ કર્યો હોય આ સઘળી પ્રભુની આશાતના કહેવાય છે. ગુરુજીથી ઊંચા આસને બેઠા હોઈએ, ગુરુજીની સાથે સમાન આસને બેઠા હોઈએ, ગુરુજીના અવગ્રહનો (દૂર ઉભા રહેવાના નિયમનો) ભંગ કર્યો હોય, ગુરુજીનું વચન ન સ્વીકાર્યું હોય, ઉદ્ધત ઉત્તરો આપ્યા હોય આ સઘળી ગુરુજીની આશાતના કહેવાય છે. આવા પ્રકારની જે કોઈ આશાતનાઓ અજ્ઞાનદશાથી અથવા અહંકારદશાથી કરી હોય તેની હે આત્મા ! તું નિંદા-ગહ કર. પશ્ચાત્તાપ કર, કરેલી ભુલોનો સ્વીકાર કર. વારંવાર ક્ષમાયાચના કર, આમ કરવાથી પણ ઘણાં પાપો તુટી જાય છે. હૃદયમાં પશ્ચાતાપ કરવાથી પણ ઘણાં પાપોનો ક્ષય થાય છે. આ સઘળાં પાપો આત્માના ગુણોનાં ઘાતક છે, ગુણોનું Page #49 -------------------------------------------------------------------------- ________________ ४० અમૃતવેલની સક્ઝાય ઘાત કરનારું તત્ત્વ છે. સરળતા, સજ્જનતા, નમ્રતા, ક્ષમાશીલતા, સંતોષ, વિનયીપણું અને વિવેકીપણું આ સઘળા ગુણો છે. આ માનવજીવનમાં જો ઉપરોક્ત પાપો પ્રસરે તો શ્રેષ્ઠ ગુણો ટકતા નથી. પાપો એ ગુણોનું વિરોધીતત્ત્વ હોવાથી ગુણોનો નાશ જ કરે છે. માટે હે જીવ! આ દોષો સેવવા જેવા નથી, વર્તમાનકાલમાં જે કોઈ આવા દોષો હોય તેનો તું ત્યાગ કર, ભૂતકાળમાં જે કોઈ દોષ સેવ્યા હોય તેની નિંદા ગહ કરીને તેનું પ્રાયશ્ચિત્ત કર અને ભવિષ્યકાલમાં આવાં પાપો ન કરવાનાં પચ્ચકખાણ કર. આ જ સાચો કલ્યાણ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. આ હિતશિક્ષા અમૃતની વેલડી જેવી છે. જીવનમાં આદરવા જેવી છે. તેથી હે આત્મન્ ! તું કંઈક સાંભળ અને સમજ. જે જે આત્માનું હિત કરનારી હિતશિક્ષા હોય તેનો તુરત સ્વીકાર કર. તેમાં વિલંબ ન કર. /૧૦માં ગુરુતણાં વચન જે અવગણી, ગુંથીયા આપ મત જાળ રે બહુ પરે લોકને ભોળવ્યા, નિંદીયે તેહ જંજાળ રે ! ચેતન ! જ્ઞાન અજુવાળીએ ||૧૧| ગાથાર્થ - ગુરુવર્ગનાં વચનોની અવગણના કરીને પોતાની બુદ્ધિ પ્રમાણે જાળ ગુંથી હોય, સામાન્ય લોકોને યુક્તિપ્રયુક્તિથી ભોળવ્યા હોય તે સઘળાં પાપોની પ્રવૃત્તિ રૂપ જંજાળની હે આત્મન્ ! તું નિંદા-ગહ કર. ૧૧. Page #50 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૪૧ વિવેચન :- (૧૮) ધર્મગુરુ, વિદ્યાગુરુ, માતા-પિતા, કાકા-કાકી, મામા-મામી વગેરે વડીલવર્ગને ગુરુવર્ગ કહેવાય છે. તે મહાત્માઓ આપણા ઉપર ઉપકાર કરનારા છે. બહોળા અનુભવવાળા છે. તેમનાં વચનો આપણા હિતને જ બતાવનારાં હોય છે. માટે તેમની આજ્ઞાને જ અનુસરવું જોઈએ. તેઓનાં વચનનું પાલન કરીને તેઓની નિશ્રામાં જ રહેવું જોઈએ. કોઈ શંકા પડે, વાસ્તવિક વાત ન સમજાય તો વિનયથી પુછીને સંતોષ રાખવો જોઈએ. આમ તેઓને માન આપવું જોઈએ. તેને બદલે અહંકારાદિ ભાવથી ગુરુવર્ગનાં વચનો ન માન્યાં હોય, અવગણના (તિરસ્કાર) કર્યો હોય, તેમના વચનોની ઉપેક્ષા-અવહેલના કરી હોય, સ્વચ્છંદ બુદ્ધિવાળો થઈને મનમાન્યા અર્થો શાસ્ત્રોના કર્યા હોય, પોતાને જે સ્વાર્થ સાધવો હોય તે સ્વાર્થની સિદ્ધિ થાય તે રીતે અર્થઘટન કરીને યુક્તિપ્રયુક્તિ લગાવીને પોતે જ પોતાની બુદ્ધિના ઘોડા દોડાવીને માયાજાળ ગુંથી હોય, લોકોને ભોળવવાના ઉપાયો રચ્યા હોય. આ સઘળાં પાપોની હે જીવ! તું નિંદા-ગહ કર, પાપોનો પશ્ચાત્તાપ કર. . ધર્મગુરુઓ અને વિદ્યાગુરુઓ પોત-પોતાના શાસ્ત્ર અભ્યાસમાં ઘણા જ ઓતપ્રોત હોય છે. શાસ્ત્રોના નિરંતર અભ્યાસી હોય છે, સારા-નરસા પ્રસંગોથી ઘણા અનુભવી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અમૃતવેલની સજ્ઝાય બન્યા હોય છે. પરિપક્વ બુદ્ધિવાળા થઈને સારા એવા ઘડાયેલા હોય છે. શાસ્ત્રોના નિરંતર શ્રવણ-મનન અને ચિંતનથી ઉત્સર્ગ-અપવાદના જાણકાર હોય છે. હિતેચ્છુ, કરુણાવંત અને વાત્સલ્ય હૃદયવાળા હોય છે. માટે શિષ્યોએ આવા ગુરુજીનાં વચનોને અનુસરીને જ વર્તવું જોઈએ. જ્યારે શિષ્યવર્ગ મોહને જિતવાના હજુ અભ્યાસી છે, મોહવાળા છે. રાગ-દ્વેષાદિ ભાવો ઉપર પ્રબળ કંટ્રોલવાળા નથી. નાની-નાની વસ્તુઓ પ્રત્યે અંજાઈ જતા હોય છે. રાગ અને રીસ તો નિરંતર ચાલતા જ હોય છે. તે માટે શિષ્યવર્ગે ગુરુવર્ગને અનુસરવું જોઈએ. ગુરુવર્ગની આજ્ઞામાં જ વર્તવું જોઈએ. સ્વચ્છંદપણે વર્તન, મતિકલ્પના પ્રમાણે શાસ્ત્રોના અર્થોનું અર્થઘટન, મનમાની કલ્પનાઓ, ન શોભે તેવાં આયોજનો, પોતાના સ્વાર્થને સાધક માયાજાળની ગુંથવણી, મન-વચન-કાયામાં પરસ્પર વિરુદ્ધ વ્યવહાર, આ સઘળાં પાપો આ જીવ અનાદિકાળથી કરતો જ આવ્યો છે અને અજ્ઞાન તથા મોહની પરાધીનતાથી હાલ પણ કરી જ રહ્યો હોય છે. માટે હે જીવ ! તું કંઈક સમજ. આવાં પાપોથી પાછો ફર, આપમતે જાળ ગુંથવાનું બંધ કર. લોકોને ભોળવવાની રીતરસમ બંધ કર અને જે કંઈ પાપની જંજાળ ઉભી કરી છે તેની નિંદા-ગાં કરીને તેનાથી તું પાછો ફર, આત્મહિતનો વિચાર કર. આ માનવજીવન ફરી ફરી પ્રાપ્ત થવું ઘણું જ Page #52 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય દુષ્કર છે. અને તેમાં પણ જૈન ધર્મ પ્રાપ્ત થવો ઘણો જ મુશ્કેલ છે. માટે તું ચેતી જા. ૧૧૫ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે ! જેહ પરધન હરી હરખિયા, કીધલો કામ ઉન્માદ રે II ચેતન ! જ્ઞાન અજવાળીએ ૧રા ગાથાર્થ :- ભૂતકાળમાં જે કોઈ મોટી હિંસા કરી હોય, મોટકું જુઠું બોલ્યા હોઈએ, પારકાનાં ધન ચોરીને હરખાયા હોઈએ તથા જે કોઈ કામવાસનાનો ઉન્માદ કર્યો હોય, (તે સઘળાં ય ત્રણે કાલનાં પાપોની હે જીવ ! તું નિંદાગોં કર.) ૧૨ા વિવેચન - દસમી અગિયારમી ગાથામાં ભૂતકાળમાં ઘણાં ઘણાં પાપો કર્યા હોય તેની નિંદા-ગહ કરવાનું કહ્યું છે. તે કારણે આ બારમી ગાથાથી ક્રમશઃ અઢારે અઢાર પાપસ્થાનકો સમજાવે છે. ' (૧૯) સ્થૂલ પ્રાણાતિપાત - અહીં “આકરી” શબ્દનો અર્થ “મોટી હિંસા” એવો કરવો. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીનું જીવન નાના-મોટા સૂક્ષ્મ-બાદર કોઈ જીવને ન મારવાનું છે અને શ્રાવક-શ્રાવિકાનું જીવન ત્રસ જીવોને ન હણવાવાળું છે. સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ ગૃહસ્થ જીવનમાં શક્ય નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४ અમૃતવેલની સજઝાય માટે તેમાં બની શકે તેટલી વધારે જયણા પાળવી. એ જ માર્ગ છે. માનવ જીવન ઘણું દુર્લભ છે. તેમાં પણ પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ મળવી, આરોગ્ય પ્રાપ્ત થવું આ સઘળી વસ્તુઓ તેનાથી પણ ઘણી જ દુર્લભ છે. તે માટે આવા ઉત્તમ સંજોગોને પામીને શક્ય બને તેટલી વધારે જીવદયા પાળવી જોઈએ. હિંસાને જીવનમાંથી ત્યજી દેવી જોઈએ, ધાન્યાદિ જોઈ સાફસુફ કરીને જીવાત વિનાનું હોય તેનો જ ઉપયોગ કરવો. ઘરને પણ સ્વચ્છ અને સાફ રાખવું કે જેથી જીવાતની ઉત્પત્તિ જ ન થાય કે જેથી હિંસા કરવી પડે, પશુપક્ષીને બંધનમાં રાખીને પાળવાં-પોષવાં નહીં, મુક્તપણે વિચરનારાં પ્રાણીઓને બંધનમાં પૂરવાં નહીં. ઈન્દ્રિયચ્છેદ તથા શારીરિક કોઈ પણ અંગોના છેદનું કામકાજ ન કરવું. ખાવા-પીવાની ચીજોનાં ભાજને ઉઘાડાં રાખવાં નહીં. તેમાં જીવાત ન પડે તેનું ધ્યાન રાખવું ઈત્યાદિ રીતે હિંસા ન થાય તેની બરાબર કાળજી રાખવી. જે કોઈ નાની મોટી હિંસા થઈ ગઈ હોય તેની ક્ષમા માગવી. (૨૦) મૃષાવાદ - આ જીવનમાં જે કંઈ જુઠાં વચનો બોલાયાં હોય, મર્મવેધક, વ્યંગ, કટાક્ષ અને ઝેર ભરેલાં વચનોનો ઉપયોગ કર્યો હોય, ઉતાવળીયા સ્વભાવે પુરેપુરી તપાસ કર્યા વિના કોઈના પણ ઉપર ખોટા આક્ષેપ-કલંક કે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અમૃતવેલની સજઝાય મિથ્યાદોષારોપણ કર્યા હોય, પતિ-પત્ની આદિ પાત્રોએ વિશ્વાસપૂર્વક કરેલી વાર્તા બહાર પ્રકાશિત કરી હોય. મિત્રોની સાથેની પણ વિશ્વાસપૂર્વક થયેલી વાર્તા જગતમાં પ્રસારિત કરી હોય, કોઈ લોકોને ખોટી સલાહ આપી ખોટો માર્ગ સમજાવીને લોકોને અવળે માર્ગે ચડાવ્યા હોય, કાગળોના લખાણો ખોટાં કરીને લોકોને છેતર્યા હોય, કોઈએ મુકેલી થાપણ પચાવી પાડી. આવા પ્રકારનાં જે જે જુઠાણાં કર્યા હોય તેને યાદ કરીને તે જીવ ! તું ક્ષમા માગ, કરેલા પાપોની વારંવાર નિંદા-ગોં કર. (૨૧) અદત્તાદાન - બીજાએ ન આપેલી વસ્તુ ગ્રહણ કરી હોય, સસ્તા ભાવના કારણે ચોરાયેલી વસ્તુ લીધી હોય, રાજકીય નિયમોનું પાલન ન કરીને ચોરી કરી હોય, દાણચોરી કે આવકવેરાની (ઈન્કમટેક્ષની) ચોરી કરી હોય, કોઈની પણ પડી ગયેલી વસ્તુ લેવાની ઈચ્છા કરી હોય, સારી-નરસી વસ્તુની મિશ્રતા કરીને લેવડ-દેવડ કરી હોય, બીજાને છેતરવાની બુદ્ધિ રાખીને વ્યવહાર કર્યો હોય. આમ હૃદયમાં જુદુ અને હોઠમાં જુદુ વર્તન કર્યું હોય. ઈત્યાદિ રીતે પારકાના ધનનું અપહરણ કર્યું હોય અને તેના દ્વારા થયેલા ધનલાભથી હરખાયા હોઈએ તે દુષ્કૃત્યોને વારંવાર યાદ કરી કરીને હે જીવ ! તું માફી માગ, કરેલાં પાપોની નિંદા કર, ફરીથી આવાં પાપો ન કરવાનો પરિણામ રાખ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ४६ અમૃતવેલની સજઝાય (૨૨) મૈથુન - કામવાસનાનો ઘણો ઉન્માદ કીધો હોય, વિકાર વાસના વધે તેવાં ચલચિત્રો જોયાં હોય, તેવા વાર્તાલાપ કર્યા હોય, પુરુષોને આશ્રયી સ્ત્રીઓ તરફ અને સ્ત્રીઓને આશ્રયી પુરુષો તરફ ખોટી રીતે દૃષ્ટિપાત કર્યો હોય, વાસના ભરેલી દૃષ્ટિથી અંગ-ઉપાંગ નીરખ્યાં હોય, વેશભૂષા, શરીરશોભા, ઉભટ્ટ વેશ અને કામોત્તેજક કરી હોય, વિકારવાસના વર્ધક દ્રવ્યોનો ઉપયોગ કર્યો હોય, પરસ્ત્રી આદિ વિજાતીય પાત્રોની સાથે હાંસી-મશ્કરી-મજાક કરી હોય, સંબંધ નજીક આવે એવો બિભત્સ વ્યવહાર કર્યો હોય, અર્ધનગ્ન વસ્ત્રપરિધાન કર્યું હોય ઈત્યાદિ અનેક રીતે કામવાસનાને પોષી હોય તે સંબંધી કરેલાં પાપોની હે જીવ! તું નિંદા-ગહ કર, ફરી ફરી આવાં પાપો ન કરવાની ભાવના કર. આવા પ્રકારનાં દુષ્કતોની ગહ કર. ૧રો જેહ ધનધાન્ય મૂછ ધરી, સેવીયા ચાર કષાય રે ! રાગને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૧૩ણા ગાથાર્થ :- ધન-ધાન્યાદિ ઉપર ઘણી મૂછ કરી હોય, ક્રોધાદિ ચાર કષાય સેવ્યા હોય, રાગ અને દ્વેષને આધીન થયા હોઈએ તથા કજીયા કર્યા હોય અને કજીયાના ઉપાયો યોજ્યા હોય. ૧૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સક્ઝાય ૪૭ વિવેચન :- (૨૩) પરિગ્રહ - આ પાપસ્થાનક બે પ્રકારનું છે. બાહ્ય પરિગ્રહ અને અભ્યત્તર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહના નવ ભેદ છે. ૧-ધન (રોકડ નાણું, શેરો, એફ.ડી. ઈત્યાદિ), ૨-ધાન્ય (ઘઉં, બાજરી, ચોખા, મગ, અડદ વગેરે), ૩-ક્ષેત્ર-ખુલ્લી જગ્યા (પ્લોટ, ખેતર વગેરે), ૪-વાસ્તુ-વસવાટ થાય તેવાં મકાનો, પ-રૂપ્ય-રૂપાનાણું-ચાંદી વગેરે, ૬-સુવર્ણસોનુ, હીરા માણેક, પન્ના ઈત્યાદિ ધાતુઓ, ૭-કુષ્ય-બાકીની ઘરવખરી, ફર્નીચર તથા ઘરનો સામાન, ૮-દ્વિપદ-બે પગવાળાં પ્રાણીઓ, નોકર-ચાકર, પોપટાદિ પક્ષીઓ, ૯-ચતુષ્પદ-ચાર પગવાળાં પ્રાણીઓ, પશુઓ, ગાય, ભેંસ વગેરે. આ નવ પ્રકારનો પરિગ્રહ ઘણો વધાર્યો હોય, મમતા-મૂછ કરી હોય. આ સઘળી વસ્તુઓનો સંગ્રહ કરવો તે બાહ્ય પરિગ્રહ કહેવાય છે. મૂછ-મમતા અને આસક્તિનો હેતુ છે માટે. તે બાહ્યપરિગ્રહ ઉપરની જે મમતા-મૂછ-આસક્તિ અત્યન્ત રાગવાળો જે પરિણામ તે અત્યંતર પરિગ્રહ કહેવાય છે. હે જીવ! તે જે કોઈ બાહ્ય પરિગ્રહ કર્યો હોય, બાહ્ય પરિગ્રહ વધાર્યો હોય તથા તેના ઉપર મમતા-મૂછ કરી હોય અને તેના માટે ક્લેશ, કડવાશ, વેરઝેર કર્યા હોય ઈત્યાદિ પાપોની તું ક્ષમા માગ, તારી ભૂલ કબૂલ કર, ફરીથી આવાં પાપો ન કરવાની પ્રતિજ્ઞા કર. આવા પ્રકારની દુષ્કતની ગર્તા જ પૂર્વબદ્ધ પાપકર્મોની નિર્જરા કરાવશે. Page #57 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સક્ઝાય (૨૪ થી ૨૦) ક્રોધાદિ ચાર કષાયો - આવેશ ગુસ્સો, ઝઘડો તે ક્રોધ, અહંકાર, મોટાઈ, મારાપણાનો પરિણામ તે માન. કપટ, જુઠ, બનાવટ, છેતરપિંડી તે માયા. આસક્તિ મમતા, મૂછ તે લોભ આ ચારે કષાયો ચંડાલચોકડી જેવા છે. ઘણા જ ભયંકર છે. આત્માનો અનંત સંસાર વધારનારા છે. વ્યવહારથી ક્રોધ ભયંકર છે. માનમાયા-લોભ ગુપ્તચોરો છે અને નિશ્ચયનયથી લોભ ભયંકર છે. કારણ કે લોભ જ માયા-માન અને ક્રોધને ઉત્પન્ન કરનાર છે. આ કષાયોને જિતવા માટે તેના વિરોધી ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ઈત્યાદિ ગુણોનો આશ્રય કરવો જોઈએ. આ ચારે કષાયો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એમ ચાર ચાર જાતના છે. તેથી કુલ ૧૬ કષાયો છે. અનંતા સંસારને વધારે તેવો જે તીવ્રકષાય તે અનંતાનુબંધી, દેશવિરતિ ચારિત્રને રોકનારો જે કષાય તે અપ્રત્યાખ્યાન, સર્વવિરતિ ચારિત્રને રોકનારો જે કષાય તે પ્રત્યાખ્યાની અને સર્વવિરતિ ચારિત્રમાં દોષો લાવનારો (અતિચાર ઉત્પન્ન કરનારો) જે કષાય તે સંજ્વલન. ક્રોધ કષાય બે મિત્રો વચ્ચે ફાટ પડાવનારો કષાય છે. માન કષાય પત્થરના થાંભલાની જેમ અક્કડતા લાવનારો છે. માયાકષાય જુઠાણું કરાવનારો તથા પરને છેતરવાનું કામ કરાવનારો Page #58 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૪૯ કષાય છે અને લોભકષાય આસક્તિ રાગ વધારનારો કષાય છે. માટે હે જીવ ! તારા જીવનમાં આવા પ્રકારના જે કોઈ કષાયો હોય, ભૂતકાળમાં જે કષાયો કર્યા હોય તેની ક્ષમા માગ, ફરી ન કરવાની પ્રતિજ્ઞા કર. મુનિનો જીવ ક્રોધના કારણે તાપસ થઈને ચંડકૌશિક સર્પ થયો, રાવણરાજાએ અભિમાન કર્યું તો તેમનો તથા તેમની સોનાની લંકાનો નાશ થયો, લક્ષ્મણા નામનાં સાધ્વીજીએ માયા કરી તો સંસારમાં રખડ્યાં અને મમ્મણ શેઠ લોભથી ટુવ્યા. ઈત્યાદિ ઘણાં દૃષ્ટાન્તો છે કે કષાયોથી જેના બેહાલ થયા છે. માટે હે જીવ! તું કષાયોનો ત્યાગ કર. ' (૨૮-૨૯) રાગ-દ્વેષ - પ્રીતિ કરવી તે રાગ અને અપ્રીતિ કરવી તે દ્વેષ. આ બન્ને કષાયોનું મૂલ છે. રાગ થાય એટલે આસક્તિ થાય તેની પ્રાપ્તિ માટે આ જીવ માયા કરે, માયા પ્રમાણે કાર્ય થાય તો માન આવે અને માયા પ્રમાણે કાર્ય ન થાય તો ક્રોધ આવે. આ જ પ્રમાણે દ્વેષ પણ કડવાશ કરાવનારો, વેરઝેર વધારનારો, દુશમનાવટને ઉત્તેજિત કરનારો કષાય છે. હે જીવ! પૂર્વભવથી કોઈપણ વસ્તુ તું લાવ્યો નથી અને કોઈ પણ વસ્તુ તું લઈ જવાનો નથી. તો પછી શા માટે આટલા બધા કષાયો કરીને જીવનને બરબાદ કરવું. માટે કિંઈક ચેત, કંઈક સમજ. આ કષાયો કોઈના પણ સગા થયા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અમૃતવેલની સજ્ઝાય નથી અને થનાર પણ નથી. માટે હે જીવ ! તું આ કષાયોની લત છોડી દે. આ દુષ્કૃતની ગર્હા કર. (૩૦) કલહ કજીયો કરવો, ઝઘડો કરવો, બોલાચાલી કરવી તે બારમું પાપસ્થાનક છે. કજીયો એ વૈમનસ્ય વધારનારું તત્ત્વ છે. અનેક વ્યક્તિઓની સાથે સંબંધ બગાડનારું તત્ત્વ છે. કજીયો કરવાથી શરીર તપી જાય, લોહી ઉકળી જાય, તાવ વગેરે પણ આવે, કજીયો વધી જાય પછી બેકાબુ બનતાં મારામારી થાય, પ્રાણહત્યા અથવા સ્વપ્રાણહિંસા થાય. મારામારીના ઘા વાગવાથી ઘણી પીડાવેદના થાય. એક કલહથી અનેકની સાથે સંબંધ બગડે, મીઠા સંબંધો પણ કડવા થઈ જાય. માટે હે જીવ! આવાં આવાં પાપસ્થાનકોનો તું તારા જીવનમાંથી ત્યાગ કર. પશ્ચાત્તાપ કર, ફરી ફરી આવાં પાપો ન કરવાની પ્રતિજ્ઞા કર. કષાયોથી કોઈનું પણ ભલું થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. માટે કલહનો ત્યાગ કર, તે કલહના ઉપાયોની યોજના ન કર. કલહ ઘટે તેમ કર, વધે તેમ ન કર. કલહથી ચિંતા, ખેદ અને ઉદ્વેગ વધે છે. માટે હે જીવ ! તે સર્વને તું ત્યજી દે. ॥૧૩॥ જૂઠ જે આલ પરને દિયાં, જે કર્યાં પિશુનતા પાપ રે । રતિ અરતિ નિંદ માયામૃષા, વળીય મિથ્યાત્વસંતાપ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૧૪॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૧ અમૃતવેલની સઝાય ગાથાર્થ :- બીજા ઉપર જુઠાં આળ ચઢાવ્યાં હોય, ચાડી ખાવાનાં જે પાપો કર્યા હોય, રતિ-અરતિ, પરની નિંદા, માયા મૃષાવાદ તથા મિથ્યાત્વનું જે કંઈ પાપ કર્યું હોય તેની હે જીવ! તું ક્ષમા માગ). ૧૪ વિવેચન :- (૩૧) અભ્યાખ્યાન - બીજા ઉપર ખોટાં આળ દીધાં હોય, ખોટા આક્ષેપ મુક્યા હોય, મિથ્યા કલંક આપીને અન્ય જીવોની હલકાઈ કરી હોય, કોઈનો યશ ન ખમ્યા હોઈએ, બીજાની ખ્યાતિ જોઈને અદેખાઈ કરી હોય, સારા જીવોના નાના દોષને મોટા દોષ રૂપે કરીને વગોવ્યા હોય, તથા મોટા ગુણોને નાના બનાવીને ખેદ વ્યક્ત કર્યો હોય, આવાં આવાં કરેલાં પાપોની હે જીવ ! તું નિંદા કર, પશ્ચાત્તાપ કર. ક્ષમા માગ. (૩૨) પિશનતા - ચાડી ખાવી, નાનાની ભૂલને મોટા આગળ કહીને માર મરાવ્યો હોય, સંજોગવશાત્ કરેલી ભૂલને સાચી ભૂલ રૂપે રજુ કરીને મોટાઓ દ્વારા દંડ કરાવ્યો હોય, જ્યાં ત્યાં ચાડીયાપણું જ કર્યું હોય, દરેકનાં છિદ્રો જ જોવાનો સ્વભાવ રાખ્યો હોય, છિદ્રો જોઈને તેમાં પોતાની પ્રતિકલ્પના પ્રમાણે ઉમેરો કરીને જગતમાં પરને ફજેત કર્યા હોય, કોઈની સાચી દલીલ પણ ન સાંભળી હોય અને મન ફાવે તેમ દોષારોપણ કરીને મરાવ્યા હોય, પિટાવ્યા હોય. આવા પ્રકારનાં Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ અમૃતવેલની સજઝાય જે જે પાપો કર્યા હોય તેની હે જીવ! તું ક્ષમાયાચના કર. પાપોની નિંદા કર, દુષ્કતોની ગહ કર. આત્માનું આ જ કલ્યાણ કરનારું તત્ત્વ છે. (૩૩) રતિ-આરતિ - આન્તરિક પ્રીતિ-અપ્રીતિ. કોઈપણ પદાર્થ પ્રત્યે અથવા કોઈપણ વ્યક્તિ પ્રત્યે આન્તરિક (હૃદયગત) જે પ્રીતિ-અપ્રીતિ છે તે રતિ-અરતિ નામનું પંદરમું પાપસ્થાનક છે. તેના દ્વારા બાહ્ય જે ગમો અને અણગમો પ્રગટ થાય તે દસમું-અગિયારમું રાગ-દ્વેષ નામનાં બે પાપસ્થાનક છે. હૃદયની અંદર રહેલી જે રતિ-અરતિ છે તે બહારથી રાગ-દ્વેષ કરાવવા દ્વારા ઘણા જ કષાયો કરાવનારું તત્ત્વ છે. એકવાર કષાયોનાં બીજ રોપાય તો તે નીકળવા બહુ જ દુષ્કર છે. તેનાથી ક્લેશ, કડવાશ, ચિંતા અને ઉપાધિઓનો વધારો જ થાય છે, પણ ઘટાડો થતો નથી. આ પાપસ્થાનક આ જીવને નિરંતર ચિંતાતુર બનાવે છે. માટે હે જીવ ! તું આવાં પાપસ્થાનક ત્યજી દે, આજ સુધી કરેલાં પાપોનો પશ્ચાત્તાપ કર, પાપોની નિંદા કર. (૩૪) પરપરિવાદ - પરની નિંદા કરવી તે, કોઈપણ જાતનું પ્રયોજન ન હોય તો પણ નવરો બેઠેલો આ જીવ કોઈની ને કોઈની નિંદામાં જોડાઈ જાય છે. કોઈનું પણ હલકું બોલવું એ તો તેનો જાતિસ્વભાવ થઈ જાય છે. બીજાના ઘરે Page #62 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૫૩ મળવા જાય તો ત્યાં પણ ત્રીજા માણસની વાત કાઢીને તે ત્રીજા માણસની લગભગ નિંદા જ આ જીવ કરતો હોય છે. સારું બોલવાનું તો ભાગ્યે જ આવતું હશે. હલકું બોલીને જાણે મેં જગજીત્યો હોય એવો આનંદ આ જીવ માનતો હોય છે. સર્વે પણ જીવો કર્મવશ છે. નાની-મોટી ભૂલો પણ દરેકમાં હોય છે. ભૂલ જોઈએ તો ભૂલ દેખાય અને ગુણ જોઈએ તો ગુણ દેખાય. માટે હે જીવ! દોષ તો ઓછા-વધતા પ્રમાણમાં દરેકમાં રહેવાના, તું તારા સ્વભાવને સુધાર, બીજાના દોષ જોવાનું છોડી દે, દોષ જોવાઈ જાય તો દોષ ગાવાના છોડી દે. માણસ માત્ર ભૂલને પાત્ર છે. તે પોતે તારી દૃષ્ટિને સુધારનારો બન. કોઈના પણ દોષ જોવા નહીં અને જોવાઈ જાય તો ગાવા નહીં. હે જીવ ! આવા પાપસ્થાનકથી વિરામ પામ. તેમાં જ તારું કલ્યાણ છે. (૩૫) માચામૃષાવાદ - કપટપૂર્વક જુઠું બોલવું તે. આ પાપસ્થાનકમાં બે પાપસ્થાનક સાથે થયેલ છે. માયાકપટ પણ કરવું અને જુઠું પણ બોલવું તે સત્તરમું પાપસ્થાનક છે. આ પાપસ્થાનકમાં હૃદય ઘણું ધીઠુ થાય છે. નિર્ધ્વસ પરિણામ હોય છે. કુરતા વધારે હોય છે. આત્મા તીવ્ર કર્મો બાંધે છે. સરળતા જલ્દી આવતી નથી, એકવાર દૃષ્ટિ બગડ્યા પછી સારી થવી અતિશય દુષ્કર છે. માટે ચીકણાં કર્મો બંધાવનારાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અમૃતવેલની સઝાય આવાં પાપસ્થાનકો હે જીવ! તું તારા જીવનમાંથી દૂર કર, છોડી દે, આલોચના કર. (૩) મિથ્યાત્વશલ્ય - વસ્તુતત્ત્વની વિપરીત રૂચિ તે મિથ્યાત્વ. જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેનાથી વિપરીતપણે સ્વીકારવી તે મિથ્યાત્વ. હેયને ઉપાદેય માનવું અને ઉપાદેયને હેય માનવું, કલ્યાણકારીને અકલ્યાણકારી સમજવું અને અકલ્યાણકારીને કલ્યાણકારી સમજવું, હોમ, હવન, પશુહોમ દ્વારા કરાતા યજ્ઞાદિને સ્વર્ગ અને મોક્ષનાં કારણ માનવાં, રત્નત્રયીની સાધનાને ન સ્વીકારવી તે મિથ્યાત્વ. સુદેવ, સુગુરુ અને સુધર્મને ન માનવા અને કુદેવ, કુગુરુ અને કુધર્મને જ સાચા દેવ-ગુરુ-ધર્મ માનવા તે મિથ્યાત્વ. હોળી, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, નાગપંચમી ઈત્યાદિ પર્વોને માનવ તે મિથ્યાત્વ. આવા પ્રકારની અવળી અવળી ચેષ્ટાથી આ જીવ સમયે સમયે કર્મો બાંધે છે. અનંત પુણ્યાઈ ભેગી થાય ત્યારે જ આવું જૈનશાસન મળે છે કે જે સંપૂર્ણ સત્ય છે. તેથી હે જીવ! આવાં પાપસ્થાનકોનો તું ત્યાગ કર. જે કંઈ પાપકર્મો ભૂતકાળમાં કર્યા છે તેની નિંદા ગહ કરીને આલોચના કર, પ્રાયશ્ચિત્ત કર અને તારા પોતાના આત્માને શુદ્ધ કર. આ અવસર ફરી ફરીને આવશે નહીં. માટે કંઈક સમજ. અઢારે પાપસ્થાનકો દુષ્કૃત્ય છે. તેની નિંદા-ગહ કર. પાપોનું પ્રક્ષાલન કર. અમૃતના વેલડી જેવી આ હિતશિક્ષા તું સ્વીકાર. ૧૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સક્ઝાય પપ પાપ જે એવાં સેવીયા, નિંદીચે તેહ તિહું કાળ રે ! સુકૃત અનુમોદના કીજીયે, જિમ હોય કર્મ વિસરાલ રે II ચેતન ! જ્ઞાન અજવાળીએ II૧પII ગાથાર્થ :- આવા પ્રકારનાં જે જે પાપ કર્યા હોય તે ત્રણે કાળનાં પાપોની નિંદા કરવી. હવે સુકૃતની અનુમોદના કરવી તે સમજાવે છે. જે સુકૃતની અનુમોદનાથી પૂર્વે બાંધેલાં કર્મોનો નાશ થઈ જાય. I૧પો. વિવેચન :- ઉપર સમજાવેલાં અઢારે પાપસ્થાનકોમાંથી જે કોઈ પાપો ભૂતકાળમાં કર્યા હોય તેની નિંદા-ગહ કરવી. વર્તમાનકાલમાં તે આત્મા ! તું જે પાપો કરતો હોય તેનો ત્યાગ કરીને વિરામ પામ અને ભવિષ્યકાલમાં આવાં પાપો ન કરવાનાં પચ્ચખાણ કર. આમ ભૂતકાલીન પાપોની નિંદા, વર્તમાનકાલીન પાપોનો સંવર અને ભાવિનાં પાપોનાં પચ્ચકખાણ કરીને ત્રણે કાલનાં પાપોથી હે જીવ ! તું વિરામ પામ. અઢારે અઢાર પાપસ્થાનક દુષ્ટ છે, ભયંકર છે, નરકનિગોદના ભવોમાં લઈ જનાર છે. તેમાં અલ્પમાત્રાએ પણ પ્રીતિ કરવા જેવી નથી. જેમ બને તેમ વેલાસર આ પાપોમાંથી તું નીકળી જા. પાપોનો પશ્ચાત્તાપ કર, જેવું પાપ કર્યું હોય તેવું ગુરુ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અમૃતવેલની સાય સમક્ષ કહીને તે પાપોની આલોચના લે. દંડ સ્વીકાર અને ફરીથી ન કરવા તત્પર થા. સાવધ થઈ જા. સુકૃતની અનુમોદના નામનું ત્રીજુ કર્તવ્ય : (૩૭) દુષ્કતની નિંદા સમજાવીને હવે સુકૃતની અનુમોદના કહે છે. તારા જીવે ભૂતકાળમાં જે જે સારાં સારાં સુકૃતો કર્યા હોય તેની અનુમોદના કર. તે કાર્યો યાદ કરીને પ્રસન્ન થા. ફરી ફરી તેવાં કાર્યો કરવાના અધ્યવસાય જાગે તેવા ઉલ્લાસવાળો બન. દુષ્કૃતની નિંદાથી અને સુકૃતની અનુમોદનાથી ભૂતકાળમાં બાંધેલાં કર્મોનો (વિસરાલ=ો નાશ થાય છે. જેમ અઈમુત્તા મુનિ બાલ્યાવસ્થામાં દીક્ષિત થયા હતા. બીજા નાના નાના બાળકોની સાથે રમતમાં જોડાઈ ગયા અને કાગળની હોડી બનાવી પાણીમાં તેરવવા લાગ્યા. તેવામાં શ્રી ગૌતમસ્વામીજી પધાર્યા. તેઓએ ઠપકો આપ્યો. તેનાથી પોતાની ભૂલ પોતાને સમજાઈ. પાપોની એવી આલોચના કરી કે તમામ પાપોનો ક્ષય કરીને કેવલજ્ઞાની થયા. તેવી જ રીતે સુકૃતની અનુમોદનાથી હરણ પણ સ્વર્ગે ગયું. વાર્તા આ પ્રમાણે છે. કોઈ એક મુનિ અરણ્યમાં ધ્યાનસ્થ રહીને યોગદશાની ઉચ્ચતમ સાધના કરતા હતા. તે અરણ્યમાં ફરતા ફરતા Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૭ અમૃતવેલની સઝાય કોઈ મુસાફર આવે અને તે ભાતારૂપે જે આહાર લાવ્યા હોય તેમાંથી તે મુસાફર ભાવથી જે વહોરાવે તેનો જ આહાર કરતા. પરંતુ મોટા અરણ્યમાં કોઈ મુસાફરી ક્યારે આવે ? તેની મુનિને શું ખબર પડે? અને મુસાફરને પણ અહીં આવા તપસ્વી મહામુનિ છે તેમને આહાર આપીને હું ભોજન કરું એવો ખ્યાલ ક્યાંથી આવે? આવા પ્રસંગમાં ત્યાં એક મૃગ (હરણ) હતું. તે આ મુનિના ત્યાગ, તપ અને સંયમથી પ્રભાવિત થયું હતું. તે સંપૂર્ણ ધ્યાન રાખતું. કોઈ મુસાફર આ અરણ્યમાં આવ્યા હોય તો મુનિ પાસે જઈને ઉભું રહેતું અને પગથી ભૂમિખનન કરતું. તે સંકેતથી મુનિ ધ્યાનાવસ્થા પાળીને આહાર માટે તેની પાછળ પાછળ જતા. આ રીતે મુનિ તપ કરતા હતા. - એક કાલે કોઈ મુસાફર ત્યાં આવ્યા. તે જોઈ હરણ મુનિને સંકેતથી જ્યાં મુસાફર છે ત્યાં લાવે છે. મુનિ આહાર વહોરે છે. મુસાફર ઘણા જ ભાવથી “અરણ્યમાં મને અન્નદાનનો પરમ લાભ મળ્યો” એમ સમજીને આહાર વહોરાવે છે. આ બન્નેની આહારના દાનની અને ગ્રહણની પ્રક્રિયા જોઈ હરણ ઘણી ઘણી અનુમોદના-પ્રશંસા કરે છે. તે કાલે જ આ વૃક્ષની મોટી શાખા પવનાદિના કારણે નીચે પડી અને આ ત્રણે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામીને ત્રણે દેવલોકમાં ગયા. આ રીતે સુકૃતની અનુમોદના પણ સ્વર્ગ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અમૃતવેલની સજ્ઝાય અને અપવર્ગનું કારણ બને છે. માટે હે જીવ ! ભૂતકાલમાં તેં જે જે સુકૃતો કર્યાં હોય તેની અનુમોદના કર તથા અન્ય આત્માઓ જે જે સુકૃત કરતા હોય તેને જોઈ જોઈને તેની પણ તું અનુમોદના કર. જે અનુમોદનાથી ઘણાં ઘણાં કર્મોનો નાશ થાય છે, પૂજ્યશ્રી વીરવિજયજી મ.સા.ની બનાવેલી અંતરાયકર્મ નિવારણની પૂજામાં કહ્યું છે કે “કરણ કરાવણ ને અનુમોદન સરખાં ફળ નીપજાવ્યાં” માટે તું સુકૃતની અનુમોદના કરવાવાળો થા. ॥૧॥ વિશ્વ ઉપકાર જે કરે, સાર જિન નામ સંયોગ રે । તેહ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૧૬ના ગાથાર્થ :- શ્રેષ્ઠ એવા જિનનામકર્મના ઉદયને કારણે જિનેશ્વર ભગવંતો આ સમસ્ત વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે તે તેઓશ્રીનો ગુણ છે. તેની હે જીવ ! તું અનુમોદના કર. તથા જે જિનનામનો બંધ છે. તે પુણ્યનો અનુબંધ છે અને વિશ્વનો ઉપકાર કરવો તે શુભયોગ છે. ૧૬॥ વિવેચન :- (૩૮) પંચ પરમેષ્ઠિ આ જગતમાં વિશેષે કરીને ગુણોવાળી છે, પૂજનીય છે અને ઉત્તમ કાર્યોને કરનારી છે. તેથી પ્રથમ તે પંચ પરમેષ્ઠિના સુકૃતની અનુમોદના કરીએ. Page #68 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય પ૯ (૧) અરિહંત પરમાત્મા - છેલ્લેથી ત્રીજા ભવમાં જેઓએ મનમાં એવી સુંદર અને સરસ ભાવના ભાવી કે મારી એવી શક્તિ ક્યારે આવે કે હું જગતના જીવોને સંસારથી તારું” આવી જે પ્રશસ્ત ભાવ કરુણા થઈ, શુભ લાગણી થઈ, પરોપકાર કરવાની તીવ્ર ભાવના જાગી, તેનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. સમ્યકત્વગુણથી કે વીશસ્થાનકની આરાધનાથી તીર્થંકર નામકર્મ બંધાતું નથી. આત્માના ગુણો કે ધર્મની આરાધના કર્મબંધનો હેતુ બનતો નથી. પરંતુ આવી પરોપકાર કરવાની ભાવના સ્વરૂપ શુભ રાગથી (લાગણીથી) જિનનામકર્મ બંધાય છે અને તેવી શ્રેષ્ઠ ભાવના સમ્યકત્વી જીવને જ આવે છે. વિશસ્થાનકની આરાધના કરનારને જ આવે છે, બીજાને આવતી નથી. તેથી સમ્યકત્વી જીવ જ જિનનામ કર્મ બાંધે છે. આમ સમજવું. ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ બાંધીને બીજો ભવ દેવલોકનો (અથવા નરકનો) કરીને છેલ્લા ભવ રૂપે મનુષ્યમાં ચૌદ ઉત્તમ સ્વપ્નો પૂર્વક જેઓ જન્મ લે છે, જેઓના જન્મસમયે કોડાકોડી દેવો આવીને મેરૂપર્વત ઉપર જન્માભિષેક ઉજવે છે તે અરિહંત ભગવંત કહેવાય છે. આ પરમાત્મા ચરમ ભવમાં અવસર પ્રાપ્ત થતાં સંસાર ત્યજીને સંયમ ગ્રહમ કરે છે. ઉપસર્ગ-પરીષહ સહન કરીને ધ્યાન, તપ અને સાધના દ્વારા કર્મો ખપાવીને કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અમૃતવેલની સજ્ઝાય છે. ત્યારે પૂર્વબદ્ધ જિનનામકર્મનો વિપાકોદય શરૂ થાય છે. તે પુણ્યોદયથી કોડાકોડી દેવો આવીને સમવસરણ રચે છે. ત્રણ ગઢ ઉપર સિંહાસનમાં બેસીને પરમાત્મા ભવ્ય ધર્મદેશના ફરમાવે છે. જેનાથી સમસ્ત વિશ્વનો ઉપકાર થાય છે. અનેક આત્માઓ ધર્મ પ્રાપ્ત કરે છે. કોઈ સર્વવિરતિ, કોઈ દેશિવેરિત તો કોઈ સમ્યક્ત્વગુણ પ્રાપ્ત કરે છે. આમ આ અરિહંત પરમાત્મા વિશ્વનો ઉપકાર કરનારા છે. પોતે આ ભવે નિયમા મોક્ષે જવાના છે, કૃતકૃત્ય છે. પોતાને બીજું કંઈ સાધવાનું બાકી નથી. કંઈ પ્રયોજન નથી તો પણ સમસ્ત વિશ્વનો તેઓશ્રી ધર્મદેશના આપવા દ્વારા પરોપકાર કરે છે. તેઓશ્રીના નિઃસ્વાર્થ એવા આ ગુણની હું અનુમોદના કરું છું. હે જીવ ! આમ વિચારીને ગુણવંત પુરુષોના આવા આવા ગુણોની તું અનુમોદના કર. અરિહંત પરમાત્માએ પૂર્વભવોમાં બાંધેલું આ તીર્થંકર નામકર્મ સૌથી વિશિષ્ટ પુણ્યબંધ છે. તેના ઉદયથી એક યોજન સુધી તેઓની વાણી બધાંને બરાબર સંભળાય છે. સાંભળનારાને પોત-પોતાની ભાષામાં સમજાય છે. દરેકને એમ જ લાગે છે કે આ પ્રભુ મને જ કહે છે. ઘણાંને પ્રતિબોધનું કારણ બને છે. ધર્મદેશના આપવા રૂપ પરમાત્માનો આ શુભ વચનયોગ છે. તે ગુણની હે જીવ ! તું અનુમોદના કર. પ્રશંસા કર. સૌથી વધારે ઉપકાર આપણા ઉપર અરિહંત પરમાત્માનો Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૧ અમૃતવેલની સઝાય છે. કારણ કે તેઓએ જ આત્માના કલ્યાણને કરનારો આ ઉપદેશ સૌથી પ્રથમ બતાવ્યો છે. વીતરાગ છે, સર્વજ્ઞ છે. સૌથી શ્રેષ્ઠ પુણ્યવાળા છે. પરમ ઉપકાર કરનારા છે. આ પરમાત્માના ગુણોની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. ll૧૬ો. સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે ! જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે ! ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૧૦II ગાથાર્થ - સિદ્ધ પરમાત્મામાં રહેલી જે સિદ્ધતા છે તે કર્મોના ક્ષયથી ઉત્પન્ન થઈ છે. તથા આચાર્ય મહારાજશ્રીનો જે ઉત્તમ આચારગુણ છે તે આચાર ચારિત્રરૂપી વનને સિંચવામાં મેઘ સમાન છે. તે બને મહાત્માઓની તું અનુમોદના કર. ૧૭. વિવેચન :- (૩૯) જે આત્માઓ સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પદને પામ્યા છે. તે સિદ્ધભગવંતો કહેવાય છે. અનાદિ કાલથી સર્વે આત્માઓ મોહનીય આદિ આઠ પ્રકારના કર્મો સાથે લેવાયેલા છે. જેમ દૂધ અને પાણી એકમેક થાય અથવા લોઢુ અને અગ્નિ એકમેક થાય તેમ જીવ અને કર્મો એકમેક થયેલાં છે. રત્નત્રયીની સાધના-આરાધના કરવાથી આ સંસારી જીવ જ કર્મોનો ક્ષય કરીને મુક્તિપદ પ્રાપ્ત કરે Page #71 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્જાય છે, સિદ્ધ થાય છે. જીવ સ્વયં અનાદિનો શુદ્ધ નથી પણ કર્મોના ક્ષયથી શુદ્ધ થાય છે. સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગે ઉપર વસે છે. લોકાકાશ પ્રમાણ ધર્માસ્તિકાય હોવાથી અલોકમાં ગતિસહાયક દ્રવ્ય ન હોવાથી સિદ્ધજીવોની અલોકાકાશમાં ગતિ થતી નથી, મનુષ્યભવમાંથી જ સિદ્ધ થવાય છે. તેથી મનુષ્યલોક પ્રમાણ ૪૫ લાખ યોજનાનું સિદ્ધભગવંતોનું ક્ષેત્ર છે. જ્યાં દેહનો ત્યાગ કરે છે ત્યાં જ સમશ્રેણીથી સિદ્ધ ભગવંતો મોક્ષે જાય છે. આનુપૂર્વી નામકર્મ ન હોવાથી વાંકાચૂકા વક્રગતિ કરતા નથી. મનુષ્યલોકથી લોકાન્ત સુધી ઉપર જતાં માત્ર એક સમયકાલ લાગે છે. સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધભગવંતની સાથે સમાન અવગાહનાવાળા અનંત અનંત સિદ્ધભગવંતો હોય છે અને વિષમ અવગાહનાવાળા તેનાથી પણ અનંતગુણા સિદ્ધ ભગવંતો હોય છે. આ સર્વે સિદ્ધભગવંતો સર્વ કર્મ વિનાના હોવાથી ફરીથી સંસારમાં જન્મ ધારણ કરતા નથી, જન્મજરા-મૃત્યુ-રોગ અને શોક વિનાના હોય છે. તેમની સિદ્ધતા સાદિ-અનંત ભાંગે હોય છે. સ્વભાવદશામાં જ રમનારા અને આત્માના ગુણોનો જ આણંદ માણનારા હોય છે. તેઓ વીતરાગ સર્વજ્ઞ હોવાથી ઉદાસીન ભાવવાળા હોય છે. ક્યારેય રાગાદિ દોષોવાળા બનતા નથી. જગતના કર્તા નથી. જગતના જીવોને દુઃખ-સુખ આપવામાં તેઓ જોડાતા નથી. જગતના Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૩ અમૃતવેલની સઝાય વ્યવસાયથી સર્વથા પર હોય છે. કરૂણા-કઠોરતા આદિ ભાવોથી રહિત હોય છે. આવા પ્રકારની સિદ્ધ ભગવંતોની શુદ્ધ-બુદ્ધ નિરંજન નિરાકાર એવી નિર્મળ સિદ્ધતા ગુણની હે જીવ ! તું અનુમોદના કર. તારા આત્માને સિદ્ધ બુદ્ધ બનાવવા માટે તેઓની સિદ્ધતા આદર્શરૂપે તારું કલ્યાણ કરનારી છે. આવી નિર્મળ દશાની તું વારંવાર અનુમોદના કર. (૪૦) પંચ પરમેષ્ઠીમાં ત્રીજા પદે બીરાજમાન આચાર્ય મહારાજશ્રીના આચારગુણની તું ભૂરિ ભૂરિ અનુમોદના કર. પાંચ મહાવ્રત પાળે અને પળાવે તે આચાર્ય, જૈન સમાજના અગ્રેસર ગુરુભગવંત, સર્વને પરમાત્માનો માર્ગ સમજાવનારા, ગામાનુગામ વિહાર કરનારા, સાધુસંતોને સ્વાધ્યાય કરાવનારા, ગચ્છના ભારને વહન કરનારા, આત્મતત્ત્વની સાધના કરતા અને કરાવતા એવા આચાર્ય મહારાજશ્રી ત્રીજા પદે બીરાજે છે. તેઓના ગુણોની હે જીવ! તું ઘણી ઘણી અનુમોદના કર. અરિહંત પરમાત્મા ધર્મતીર્થને સ્થાપનારા છે. તેઓ સર્વ કર્મ ખપાવીને મોક્ષે જાય. ત્યારબાદ તેઓની ગેરહાજરીમાં તેઓશ્રીએ સ્થાપના કરેલા એવા ધર્મતીર્થને ચલાવનારા આ આચાર્ય ભગવંત હોય છે. તેઓ પોતે પણ ભગવાનના શાસનને વફાદાર રહીને પ્રવૃત્તિ કરનારા હોય છે. આવા આચાર્ય ભગવંતના ગુણોની વારંવાર તું અનુમોદના કર. ૧૭. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અમૃતવેલની સઝાય જેહ વિઝાયનો ગુણ ભલો, સૂત્ર સઝાય પરિણામ રે સાધુની જેહ વલી સાધુતા, મૂલ ઉત્તર ગુણધામ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૧૮ ગાથા :- ઉપાધ્યાયજી મહારાજશ્રીનો સૂત્ર ભણાવવાનો તથા સ્વાધ્યાય કરાવવાનો જે પરિણામ છે તે ઉત્તમ ગુણ છે. તેની હું અનુમોદના કરું છું. તથા મૂલગુણો અને ઉત્તરગુણોના ભંડાર એવા સાધુભગવંતોમાં જે જે સાધુતાના ગુણો છે. તેની પણ હું અનુમોદના કરું છું. ૧૮ વિવેચન :- (૪૧) પંચ પરમેષ્ઠીના ચોથા પદે બીરાજમાન શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીના ગુણોની તું અનુમોદના કર. સર્વ નાના-મોટા સાધુસંતોને જે સૂત્રોના પાઠ આપનારા છે તથા સૂત્રોના અર્થો સમજાવનારા છે. જેઓ સૂત્ર તથા અર્થોની સતત વાચના આપે છે, પોતે ભણે છે અને બીજાને ભણાવે છે. જ્ઞાનાભ્યાસમાં લીનતા નામના તેઓના ગુણની તું ભૂરિ ભૂરિ અનુમોદના કર. | સ્વાધ્યાયની સાથે જેઓ તપમાં પણ લીન છે. તપ અને સ્વાધ્યાય ગુણ દ્વારા શિષ્યસમુદાયનાં મન જેઓએ જિતી લીધાં છે, ઉત્તમ કાર્ય વડે જેઓએ નામના મેળવી છે. શિષ્યવર્ગને જેઓએ ઘણો સંતોષ આપ્યો છે. જેઓનું પોતાનું જીવન પણ વિશિષ્ટ સંયમમય છે. જૈનશાસનના જેઓ સીતારા Page #74 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સક્ઝાય છે. દ્વાદશાંગી આદિ શાસ્ત્રોના નિપુણપણે જ્ઞાતા છે તે શ્રી ઉપાધ્યાયજીના પઠન-પાઠનના ગુણની, સૂત્રો સંબંધી આદાનપ્રદાન કરવાના ક્રિયાગુણની અને ત્યાગ, તપ, સંયમમય ગુણોની હે જીવ! તું વારંવાર અનુમોદના કર. (૪૨) પાંચમા પદે બીરાજમાન સાધુભગવંતોની સાધુતાની તું અનુમોદના કર. આ સાધુભગવંતો મૂલગુણ અને ઉત્તરગુણના ભંડાર હોય છે. સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત વગેરે પાંચ મહાવ્રતવાળા આ મુનિઓ કહેવાય છે. નાનામોટા કોઈ જીવની હિંસા કરવી નહીં, નાનુ-મોટુ અલ્પ પણ મૃષા બોલવું નહીં, કોઈની પણ નાની-મોટી વસ્તુ તેના માલિકના આપ્યા વિના લેવી નહીં. પુરુષ સ્ત્રીનો અને સ્ત્રીએ પુરુષનો સ્પર્શ પણ કરવો નહીં. તેઓનાં અંગોપાંગ નિરખવાં નહીં, વાસનાની ઉત્તેજક વાતો કરવી નહીં, ધન-ધાન્યાદિ કોઈપણ વસ્તુઓ પ્રત્યે મમતા-મૂછ રાખવી નહીં. આ પાંચ મહાવ્રત છે. તેને મૂલગુણ કહેવાય છે. શય્યાતરપિંડ, રાજ્યપિંડ, અગ્રપિંડ, નિત્યપિંડ વગેરેનો ત્યાગ એ ઉત્તરગુણ છે. જેના ઘરમાં રાત્રિ રોકાયા હોય તેના ઘરનો આહાર બીજા દિવસે ન કહ્યું, તે શય્યાતરપિંડનો ત્યાગ રાજાના ઘરનો આહાર મુનિને ન કલ્પે તે રાજ્યપિંડનો ત્યાગ તૈયાર થયેલી રસોઈમાંથી અગ્રિમ ભાગ વહોરવો તે અગ્રપિંડ, આ પણે ન કલ્પ, દરરોજ એક જ ઘરથી આહાર લાવવો તે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ અમૃતવેલની સઝાય નિત્યપિંડ, આ પણ ન કલ્પે. આવા પ્રકારના ઉત્તરગુણોના પણ જેઓ ભંડાર છે. તેઓની સુંદર જે આત્મસાધના સાધવાની સાધુતા છે તે ગુણની હું અનુમોદના કરું છું. આ મુનિ ભગવંતો પણ પંચમહાવ્રતના, પાંચ સમિતિના, ત્રણ ગુપ્તિના અને પંચાચારના પાલનહાર હોય છે. સાંસારિક ભાવોના ત્યાગી હોય છે. કોઈપણ પ્રકારની સાંસારિક વાતોમાં ક્યાંય જોડાતા નથી. સંવેગ, નિર્વેદ અને વૈરાગ્યની ધારાથી જળહળતા ઉલ્લાસમાન પરિણામો હોય છે. સ્વાધ્યાયની ગોષ્ઠીમાં વર્તતા એવા તે મુનિઓ ગયેલા કાલને પણ જાણતા નથી. તપ, સેવા, વૈયાવચ્ચ, વિનય, સ્વાધ્યાય અને વિવેક આદિ ગુણોથી ભરેલું તેમનું પવિત્ર જીવન હોય છે. આવા પ્રકારના ગુણોથી યુક્ત થઈને સાધુતાને સાધનારા હોય છે. આ મુનિઓ શ્વેત વસ્ત્રધારી હોય છે. કારણ કે રંગીન વસ્ત્રો પહેરે તો રંગમાં આસક્તિ થાય અને નગ્ન રહે તો વિકારવાસના થાય. તે માટે શરીરના આચ્છાદાન પુરતું વસ્ત્ર પહેરે છે. અને તે પણ અલ્પ મૂલ્યવાળુ અને જીર્ણ, તેથી વસ્ત્ર હોવા છતાં પણ અચેલક કહેવાય છે. લબ્ધિધારી હોય તો કરપાત્રી હોય છે. પણ જો લબ્ધિધારી ન હોય તો કરપાત્રી હોતા નથી પણ ઓછી કિંમતવાળાં અને મોહ ન થાય તેવાં લાગડાનાં પાત્રવાળા હોવાથી પાત્રધારી કહેવાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૭ અમૃતવેલની સઝાય પ્રશ્ન :- મુનિ તો સર્વથા ત્યાગી હોય, નિષ્પરિગ્રહી હોય તો તેઓએ શું વસ્ત્ર-પાત્ર રખાય? ઓઘો, મુહપત્તિ શું રખાય ? અને જો રાખે તો શું સાધુ કહેવાય ? નિષ્પરિગ્રહી મુનિ કહેવાય? કંઈ ન રાખે, તેને નિષ્પરિગ્રહી કહેવાય. ઉત્તર :- હા, મમતા-મૂછ અને આસક્તિ ન થાય તેવાં વસ્ત્ર-પાત્ર રાખે. ઓઘો, મુહપત્તિ પણ રાખે, પરંતુ ક્યાંય મમતા-મૂછ-આસક્તિ ન રાખે. સંયમની સાધનામાં જે જે અનિવાર્ય પદાર્થો છે તેને મમતા વિના રાખે. દિગંબર સંપ્રદાયમાં પણ જયણા માટે મોરપિંછી રાખે, શરીરશુદ્ધિ માટે પાણી લઈ જવા સારું કમંડળ રાખે, ભણવા-ભણાવવા માટે પુસ્તક રાખે તેથી વસ્તુઓ રાખવા છતાં મૂછ જો ન હોય તો તે વસ્તુના સંગ્રહને પરિગ્રહ કહેવાતો નથી. આવા પ્રકારની ઉત્તમ સાધુતાને સાધનારા તે મુનિભગવંતોના ગુણોની તું વારંવાર અનુમોદના કર. ધન્ય છે તે મુનિવરોને કે જેઓ અનુકુળ-પ્રતિકુળ પ્રસંગોમાં સમભાવપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અને કર્મો ખપાવે છે. તેઓના સમતાગુણની પણ હે જીવ ! તું અનુમોદના કર. ll૧૮ જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે સમકિતદષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદીએ સાર રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૧લા Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અમૃતવેલની સઝાય ગાથાર્થ - શ્રાવકના જીવનમાં જે દેશવિરતિનો ગુણ, સમ્યકત્વનો ગુણ અને સદાચારનો ગુણ છે. તેની અનુમોદના કર તથા અવિરત સમ્યગ્દષ્ટિ એવા દેવો અને એવા મનુષ્યોના સમ્યકત્વ ગુણની પણ તે અનુમોદના કર. ૧લા વિવેચન :- (૪૩) પંચ પરમેષ્ઠીના ગુણોની અનુમોદના કર્યા બાદ હવે પંચમ ગુણસ્થાનકે બીરાજમાન દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાના ગુણોની તું અનુમોદના કર છું. દેશવિરતિધર શ્રાવકનાં બાર વ્રત હોય છે. ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. સાધુ મહાત્મા પુરુષોનાં જે પાંચ મહાવ્રત હોય છે તે જ શ્રાવકનાં પાંચ અણુવ્રત કહેવાય છે. સાધુ મહાત્મા પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવોનો સર્વથા ત્યાગ કરનારા હોય છે તે જ આશ્રવોનો અંશથી ત્યાગ કરનારા શ્રાવકશ્રાવિકાઓ હોય છે. હાલતા-ચાલતા ત્રસ જીવોને હણવા નહીં, સ્થાવર જીવોની શક્ય બને તેટલી જયણા પાળવી. જેનાથી આપણે જુઠાબોલા કહેવાઈએ, ફોજદારી ગુન્હો બને, કોઈ આપણા ઉપર વિશ્વાસ ન કરે તેવું જુઠું બોલવું નહીં, જેનાથી આપણે ચોર કહેવાઈએ. જગતના લોકોની દૃષ્ટિમાંથી ઉતરી જઈએ, ઈજ્જત ગુમાવી બેસીએ તેવી કોઈપણ જાતની ચોરી કરવી નહીં, પરસ્ત્રીનું સેવન કરવું નહીં, વ્યભિચાર સેવવો નહીં, Page #78 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૬૯ બીભત્સ વર્તન કરવું નહીં. ધન-ધાન્યાદિનું માપ ધારવું. માપથી અધિક પરિગ્રહ રાખવો નહીં. આ શ્રાવકનાં પાંચ અણુવ્રત કહેવાય છે. ગુણને કરનારાં વ્રત તે ગુણવ્રત. (૧) પોતાના રહેવાના ઘરથી ચારે દિશામાં અને ચારે વિદિશામાં અમુક માઈલોથી વધારે ગમનાગમન કરવું નહીં, (૨) ભોગ-ઉપભોગનાં સાધનોનું માપ રાખવું માપથી વધારે પદાર્થોના ભોગ-ઉપભોગ કરવા નહીં, (૩) બીનજરૂરી પાપનાં સાધનો ભેગાં ન કરવાં, છરી, ચપ્પાં, તરવાર આદિ શસ્ત્રો જરૂરિયાતથી વધારે ન રાખવાં. આ ત્રણ ગુણવ્રત કહેવાય છે. સાધુના જેવું જીવન જીવવાની શિક્ષા લેવી તે શિક્ષાવ્રત. સામાયિક, દેશાવગાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. આમ શ્રાવક-શ્રાવિકાના જીવનમાં આવા પ્રકારનાં સુંદર બાર વ્રતોના પાલનનો જે ગુણ છે. તથા શ્રાવકજીવનની શોભારૂપ ૧૧ પ્રતિમાધારીપણાનો જે ગુણ છે. તે ગુણોની હે જીવ ! તું અનુમોદના કર, અનુમોદના કર. આવા પ્રકારના શ્રાવક-શ્રાવિકાના જીવનમાં પરમાત્માના ધર્મ પ્રત્યે જે અવિચલ પ્રેમ છે, અડગ શ્રદ્ધા છે. જિનેશ્વર ભગવંતોએ જે કહ્યું હોય તે જ સાચું છે. આવા પ્રકારનો જે સમ્યકત્વ ગુણ છે. તેની પણ હે જીવ! તું Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અમૃતવેલની સઝાય અનુમોદના કર. ગૃહસ્થજીવન હોવા છતાં, સાંસારિક જીવનની અનેક જવાબદારીઓ હોવા છતાં પણ પરમાત્માના ધર્મની જે શ્રાવક-શ્રાવિકા આરાધના કરે છે તે શ્રાવક-શ્રાવિકાનો શ્રેષ્ઠ ગુણ છે. તે ગુણોની હે જીવ! તું અનુમોદના કર. તથા શ્રાવક-શ્રાવિકાનું જીવન ધર્મમય હોવાથી સદાચારથી ભરેલું હોય છે. નિત્ય જિનેશ્વર પરમાત્માનું દર્શન, વિંદન, પૂજન કરે. નવકારશી જેવું નિત્ય પચ્ચકખાણ કરે, રાત્રિભોજનનો ત્યાગ કરે, અભક્ષ્ય અનંતકાયનું ભોજન તો ક્યારેય હોય જ નહીં. વિનય, વિવેક, બોલવાની સભ્યતાવાળી વાણી આવા પ્રકારના નાના મોટા અનેક ગુણો આ શ્રાવકશ્રાવિકાના જીવનમાં પણ હોય છે. તે સર્વે ગુણોની હે જીવ! તું અનુમોદના કર. તથા ચોથા ગુણસ્થાનકે વર્તતા સમ્યગ્દષ્ટિ જે દેવો છે, તેઓના સમ્યકત્વગુણની હે જીવ! તું અનુમોદના કર. જે સમ્યકત્વગુણના પ્રતાપે દેવો શાસનની સેવા કરે છે. પરમાત્માની પાંચે કલ્યાણકોની ઉજવણી કરે છે. મેરુ પર્વત ઉપર પરમાત્માને લઈ જઈને સ્નાત્ર મહોત્સવ કરવા રૂપે ભક્તિ કરે છે. નંદીશ્વરાદિ દ્વીપમાં તથા કુંડલ-રૂચકદ્વીપમાં ભક્તિ મહોત્સવ ઉજવે છે. પરમાત્માને તથા અન્ય મહાત્માઓને ઉપસર્ગ પરિષદ આવે ત્યારે તેઓની સુરક્ષા તથા સેવાભક્તિ Page #80 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય - ૭૧ કરે છે. આવા પ્રકારની ભક્તિભાવના સમ્યકત્વગુણના પ્રતાપે આ દેવો કરે છે. તે સમ્યકત્વગુણની હે જીવ! તું ભૂરિ ભૂરિ અનુમોદના કર, અનુમોદના કર. ./૧લી અચના પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રા સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ Il૨૦માં ગાથાર્થ - સમ્યગ્દષ્ટિ જીવો સિવાયના અન્ય જીવોમાં પણ જે દયા વગેરે ગુણો તથા જિનેશ્વર પરમાત્માના વચનને અનુસાર વર્તવાપણાના જે ગુણો છે તે સર્વે ગુણોની પણ ચિત્તથી અનુમોદના કર કે જે નક્કી સમ્યકત્વપ્રાપ્તિનું કારણ છે. રવા - વિવેચન :- (૪૪) પાંચ પરમેષ્ઠી, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા અને સમ્યગ્દષ્ટિ દેવ તથા મનુષ્યોના ગુણોની અનુમોદના સમજાવીને હવે મિથ્યાષ્ટિ જીવોમાં પણ જે લૌકિક ગુણો હોય છે. તથા મંદમિથ્યાત્વી, અપુનબંધક અને સમ્યકત્વાભિમુખ જીવોમાં જે જે ગુણો હોય છે. જેમકે દયા, અહિંસા, સત્ય, શીયળ, માનવતા, પરોપકારિતા ઈત્યાદિ ગુણો સહજભાવે તેમાં જે છે. તથા જે જે ગુણો જિનેશ્વર પરમાત્માના વચનને અનુસાર પ્રવર્તતા હોય તે તે ગુણોની હે જીવ ! તું અનુમોદના કર. અનુમોદના કર. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ અમૃતવેલની સઝાય માનવતાના ગુણો હોય, દુઃખી જીવોને જોઈને દયા આવી જતી હોય, દુઃખીઓના દુઃખો દૂર કરવા માટે જે જીવ સતત પ્રયત્નશીલ હોય, હરિશ્ચંદ્ર રાજાની જેમ જીવનમાં સત્ય વણાઈ ચુકેલું હોય, ભર્તુહરિની જેમ અધ્યાત્મદશા ખીલી હોય, આવા પ્રકારના વિશિષ્ટ જે જે ગુણો જે જે જીવોમાં હોય તે તે ગુણો તે તે જીવનું કલ્યાણ કરનારા છે તથા કાલાન્તરે જેને મુનિમહાત્માઓનો યોગ થતાં ગુણીયલ જીવન હોવાથી જલ્દી જલ્દી જૈન બની જાય તેવા સાનુકૂળ સંજોગો જેઓમાં છે. દિશાસૂચકની જ માત્ર જરૂરીયાત છે. તેથી મિથ્યાષ્ટિ જીવોના પણ તેવા ગુણોની હે જીવ! તું અનુમોદના કર. - નિષ્કપટતા નમ્રતા સરળતા ગરીબોને ભોજનાદિ આપવાપણું, સ્કુલાદિમાં અને હોસ્પિટલ આદિ લોકભોગ્ય કાર્યોમાં દાનાદિ આપવાપણું આવા પ્રકારના અનેક ગુણો મિથ્યાષ્ટિ જીવોમાં પણ હોય છે. તે ગુણો કાલાન્તરે તે જીવોને સદગુરુનો યોગ મળતાં જ સમ્યકત્વાદિ લોકોત્તર ગુણોની પ્રાપ્તિનું અવશ્ય બીજ બને છે. માટે હે જીવ ! તું આવા પ્રકારના મિથ્યાદૃષ્ટિ જીવના ગુણોની પણ તેઓના મતની (પક્ષની) પુષ્ટિ ન થાય તે રીતે બહુ જ અનુમોદના કર. અનુમોદના કર. તથા તે મિથ્યાદૃષ્ટિ જીવો જૈનધર્મ પામે, જૈનધર્મ પ્રત્યે Page #82 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સક્ઝાય પ્રીતિવાળા બને, જૈનધર્મ પ્રત્યે અહોભાવવાળા બને, જૈનધર્મની અનુમોદના કરીને જીવનમાં જૈનધર્મ અપનાવે. આ રીતે તેઓ કલ્યાણના માર્ગે વળે તેવી રીતે તે જીવોના ગુણોની પણ હે જીવ! તું અનુમોદના કર. ૨૦ પાપ નહિ તીવભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે ! ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે II ચેતન ! જ્ઞાન અજવાળીએ રિવા ગાથાર્થ - મિથ્યાષ્ટિ જીવોમાં (૧) તીવ્રભાવે પાપ ન કરવું, (૨) ભવનો અતિશય રાગ ન કરવો, (૩) ઉચિત મર્યાદાનું સદા સેવન કરવું - આવા આવા જે ગુણો છે તે ગુણોની હે જીવ! તું અનુમોદના કરવા લાગ. ll૧ - વિવેચન :- (૪૫) જેમ સાધુસંતોમાં, શ્રાવકશ્રાવિકામાં અને અવિરત સમ્યગ્દષ્ટિમાં ગુણો હોય છે. તેની જેમ મિથ્યાષ્ટિ જીવોમાં પણ જે જે ગુણો હોય છે. તેની હે જીવ! તું તારા આત્માની સાક્ષીએ અનુમોદના કર. અનુમોદના કર. પ્રશ્ન :- શું મિથ્યાષ્ટિ જીવોમાં ગુણો હોય ? ઉત્તર :- મિથ્યાત્વ અવસ્થા પણ તીવ્ર-મદ્ ભાવે અનેક પ્રકારની હોય છે. જ્યારે જ્યારે આ જીવ મંદમિથ્યાત્વી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અમૃતવેલની સજઝાય થાય છે ત્યારે ત્યારે પ્રથમ દ્વિબંધક થાય, ત્યારબાદ સકૃબન્ધક થાય અને ત્યારબાદ અપુનર્બન્ધક થાય. જ્યારે અપુનર્બન્ધક થાય અને સમ્યકત્વ પામવાને અભિમુખ થાય ત્યારે નીચે મુજબના ત્રણ ગુણો ખાસ પ્રગટે છે. (૧) આ જીવ સંસારી હોવાથી અને મિથ્યાત્વી હોવાથી સર્વથા પાપો ત્યજી શકતો નથી. પાપ તો કરે જ છે અને ઘરસંસારના કારણે પાપ કરવાં પણ પડે છે પરંતુ તેનું પોતાનું મન તેમાં ભળેલું હોતું નથી. અનિવાર્ય સંજોગોની આધીનતાથી કરે છે. પણ રાચી-માચીને પાપ કરતો નથી, એટલે કે પાપકાર્યો કરતી વખતે તીવ્ર આસક્તિભાવ હોતો નથી, જે પાપકાર્યો કરવા પડે છે તેનો પણ ખેદ વર્તે છે. “અરે મારે આવાં પાપો કરવાના આ દિવસો ક્યાં આવ્યા? ક્યારે હું આવા પાપકાર્યોમાંથી છુટીશ? સંસારની જવાબદારીમાંથી હું ક્યારે મુકાઈશ? આવી પાપમુક્ત થવાની ભાવના હોય છે. તેથી મહાપાપો તો તે કરતો જ નથી, મહાપાપોવાળા જીવોથી તો આ દૂર જ રહે છે. લઘુપાપો કરવાં પડે છે. અને કરે છે તેમાં પણ ઘણું દુખ હોય છે. તેઓમાં આસક્તિનો અભાવ આ જ મોટો ગુણ છે. પાપ કરવા છતાં તેમાં રાચવું-નાચવું નહીં, આનંદ માણવો નહીં તે આ જીવનો ગુણ છે. તેની હે જીવ! તું અનુમોદના કર. Page #84 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૭પ | (૨) સંસારને ઘોર-ભયંકર માને પણ તેમાં રાગ ન કરે, એટલે કે સંસાર પત્તાંના મહેલ જેવો છે. ક્યારેય ખરી પડે તેનું કંઈ નક્કી નહીં. વીજળીના ચમકારા જેવું ઘડી બે ઘડીનું જ માત્ર સુખ હોય છે. દુઃખ જ અપાર હોય છે. વાદળ વિખેરાય તેમ સંસારીભાવો સુખના હોય કે દુઃખના હોય પણ વિખેરાઈ જાય છે. ક્યારેય પણ ધ્રુવ રહેતા નથી. આખોય આ સંસાર સ્વપ્નની જેમ માયાજાળ માત્ર જ છે. આમ સમજીને પુણ્યોદયથી કદાચ રાજા-મહારાજાપણું મળી જાય તો પણ તેમાં આ જીવ રાગ કરતો નથી. હર્ષ ધારણ કરતો નથી, પરંતુ આ સુખ પણ રાગાસક્તિ કરાવનાર હોવાથી ભયંકર છે, ઘોર છે, દુઃખદાયી છે આમ માને છે. તેથી ક્યાંય આસક્તિભાવ કરતો નથી. સુખમાં છલકાતો નથી, મલકાતો નથી અને દુઃખમાં હતાશ બનતો નથી. આ જીવ મિથ્યાદેષ્ટિ છે તો પણ તેનામાં આવા લૌકિક ગુણો છે. જે ગુણો કાલાન્તરે લોકોત્તર ગુણોની પ્રાપ્તિનું કારણ બને તેવી સંભાવના છે. તેથી તે ગુણોની હે જીવ ! તું અનુમોદના કર. અનુમોદના કર. (૩) સદાકાળ ઉચિતસ્થિતિનું આચરણ કરે છે. સુખી ન હોય તો દાનાદિમાં અને પરોપકારાદિમાં વર્તે છે અને જો દુઃખી હોય તો હતાશ થયા વિના આર્ત-રૌદ્રધ્યાન કર્યા વિના નિરંતર ઉદ્યમશીલ રહે છે. જે કાલે જ્યાં જ્યાં જે જે કાર્ય કરવા જેવું લાગે તે કાલે ત્યાં ત્યાં તે તે કાર્ય આ જીવ કદાપિ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ અમૃતવેલની સજ્ઝાય ચુકતો નથી. તપના પ્રસંગે તપ, દાનના પ્રસંગે દાન, સ્વાધ્યાયાદિના પ્રસંગે સ્વાધ્યાયાદિ, વૈયાવચ્ચના અવસરે વૈયાવચ્ચ કરવાનું આ જીવ ચુકતો નથી. છે મિથ્યાર્દષ્ટિ તો પણ ઉચિત મર્યાદાનું અવશ્ય આચરણ કરે છે. આ પણ . તેનામાં ગુણ છે. આ રીતે આ ત્રણે શ્રેષ્ઠ ગુણો છે. મિથ્યાર્દષ્ટિ જીવમાં પણ આવા સારા સારા ગુણો હોય છે. તેની હે જીવ ! તું તારા આત્માની સાક્ષીએ અનુમોદના કર. તેના મિથ્યા મતની પુષ્ટિ ન થાય તે રીતે અને તારામાં તેના ગુણો પ્રત્યે અહોભાવ પ્રગટે તે રીતે તેના ગુણોની પ્રશંસા કર. જેથી હે જીવ! તારામાં પણ આવા ગુણો આવે. ।૨૧। થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે । દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમ જાણ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૨૨ા ગાથાર્થ :- પારકા જીવમાં જે થોડો પણ ગુણ રહેલો છે. તે સાંભળીને મનમાં હર્ષ લાવ અને પોતાનામાં નાનો પણ દોષ દેખતાં પોતાના આત્માને નિર્ગુણ જ છે. પોતાનામાં કોઈ એવા વિશિષ્ટ ગુણો નથી એમ તું જાણ. I॥૨૨॥ વિવેચન :- (૪૬) સજ્જન પુરુષોની આવી નીતિરીતિ હોય છે કે પોતાના દોષો જ દેખવા અને બીજાના ગુણો જ દેખવા. જેથી બીજા ઉપર બહુમાન થાય. અહોભાવ પ્રગટે Page #86 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય અને પોતાને અભિમાનાદિ ન થાય. આ કારણે પરના ગુણો જ જોવા અને પોતાના દોષો જ જોવા. આટલેથી વાત અટકતી નથી પણ પારકાના નાના ગુણને હે જીવ! તું મોટો કરીને દેખ અને મોટા દોષને નાનો કરીને દેખ, તથા પોતાના નાના દોષને પણ મોટો કરીને દેખ અને પોતાના મોટા ગુણને નાનો કરીને દેખ. સજ્જન આત્માઓની આવી પ્રકૃતિ જ હોય છે. તેથી ક્યાંય પણ ગુણીના ગુણો ગવાતા હોય તો તે સાંભળવા જલ્દી ત્યાં જાય છે. તેમ તું પણ તેવું વર્તન કરી અને તે ગુણો સાંભળીને મનમાં ઘણો હર્ષ-આનંદ ધારણ કર. ઈર્ષા અદેખાઈ માત્સર્યભાવ તો સર્વથા ત્યજી જ દે, ઈર્ષા અદેખાઈ કરવી તે ઉત્તમ પુરુષને છાજતી નથી. ગુણવંત પુરુષોને જોઈને માન આપ, આવે ત્યારે સામા લેવા જા, જાય ત્યારે વોળાવા જા, તે ઉભા હોય ત્યાં સુધી તું ન બેસ, તે બેઠા હોય ત્યારે બેસીને તું તેમની સેવા કર. આસનાદિ પાથરી આપ, આવા પ્રકારની ભદ્રપ્રકૃતિ વાળો થા. અક્કડતા, અભિમાનતા, મોટાઈના ભાવ મનમાંથી કાઢી નાખ. રાજા રાáણ જેવાનાં અભિમાન રહ્યાં નથી તો તું શું હિસાબમાં ? ખોટી મોટાઈ રાખવી નહીં “નમે તે સૌને ગમે” આ કહેવત બરાબર યાદ રાખવી. Page #87 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય પોતાનામાં દેખાતા નાના દોષને પણ મોટો સમજીને દૂર કરવા પ્રયત્ન કર. વધતો રોગ જેમ આખા શરીરનો નાશ કરે છે. તેને વધતો જ અટકાવવો જોઈએ, આગળ વધતો દુશ્મન રાજા આપણા આખા દેશને લુંટી લે છે. કબજે કરે છે. તેને આગળ વધતો અટકાવવો જ જોઈએ તેમ વૃદ્ધિ પામતો નાનો દોષ પણ મોટો દોષ બનીને આત્માનું ઘણું જ પતન કરાવે. માટે વધતા એવા નાના દોષને જ તું રોકવાનો પ્રયત્ન કર. દૃષ્ટિ બદલવાનો પ્રયત્ન કર. તને જો માન લેવું વહાલું છે. તો તું બીજાને પણ માન આપતાં શીખ, તારો કોઈ અવિનય કરે, તને કોઈ તોછડાઈથી બોલાવે તો તને જેમ કડવું લાગે છે તેમ તારો કરેલો અવિનય અને તોછડાઈ ભરેલું તારું વર્તન બીજાને પણ કડવું જ લાગે આટલું તો સમજ. આ રીતે જોતાં સંસારમાં સર્વે જીવો કર્મને જ પરવશ છે. કોઈ વિનીત હોય અને કોઈ અવિનીત હોય, કોઈ આપણને સાનુકૂળ હોય અને કોઈ આપણને પ્રતિકુલ હોય. આ સર્વે કર્મોના ખેલ છે. તે જીવનો તેમાં કોઈ દોષ નથી. હે જીવ ! તું આવા પ્રકારની ઉંચી ભાવના ભાવ. અને દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ તથા અભિમાનનો ત્યાગ કર. ७८ સર્વ જીવો ઉપરનો દ્વેષ તું ઓછો કરી નાખ, દ્વેષને બદલે મૈત્રીભાવના ભાવતાં શીખ. સર્વે જીવો ઉપર હૃદયથી મિત્રતાની વાંછા કર. જેમ જેમ તું પરના દોષો જોઈશ તેમ Page #88 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૭૯ તેમ લેષભાવ જ થવાનો અને જેમ જેમ તું તારા ગુણો જોઈશ તેમ તને માન-અભિમાન જ થવાનું. માટે હજુ પણ હે જીવ! તું ચેતી જા. તું તારી જ દૃષ્ટિ બદલ. તારાથી જે વધારે ગુણીયલ પુરુષો હોય તેને જોઈને પ્રમોદભાવના ભાવ, (હર્ષ ધારણ કર), તારાથી જે જે જીવો સમાન દરજ્જાના હોય તેની સાથે મિત્રતા-ગોષ્ઠીભાવ કર. સમાનની સાથે જ લેવડ-દેવડના વ્યવહાર કર. તથા જે જે જીવો તારાથી નાના છે (દુઃખી છે, દરિદ્રી છે, નિર્ગુણ છે) તે સર્વે ઉપર કરૂણાભાવ લાવ. દુઃખીનાં દુઃખ, અને દરિદ્ર લોકોની દરિદ્રતા દૂર કરવા પ્રયત્નશીલ થા. નિર્ગુણ જીવોને ગુણ પમાડવાનો પ્રયત્ન કર. અધર્મી જીવોને ધર્મ પમાડવાનો પ્રયત્ન કર. તથા જે જે જીવો પાપી જ છે. હિંસાદિ પાપ સ્થાનકોમાં જ જોડાયેલા છે તેઓને જોઈને હૃદયમાં માધ્યસ્થભાવના ભાવ. પાપી ઉપર પણ દ્વેષ ન કર. પાપી ઉપર દ્વેષ કરવાથી તે જીવો કંઈ સુધરી જાય નહીં અને નિરર્થક દ્વેષથી તને પાપ લાગે માટે તેવા જીવો ઉપર પણ દ્વેષ ન કર. માધ્યસ્થ ભાવનાવાળો બન. આ પ્રમાણે હે જીવ! તું તારી પ્રકૃતિને બદલ, ગુણીયલ થા, બીજા તરફ દ્વેષ ઈર્ષ્યા અદેખાઈ અને ક્રોધાદિ ન થાય તેવા પરિણામો વાળો બન. તેમાં જ તારું કલ્યાણ છે. કંઈક સમજ, અને તે પોતે જ સુધરી જા. જગતને સુધારવાની જ્યાં ત્યાં સલાહ આપવા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અમૃતવેલની સજઝાય કરતાં તું જ સ્વયં સમજી જા. દષ્ટિ બદલ. આમ જો કરીશ તો તારો ઘણો ઉપકાર થશે. ૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવીએ શુદ્ધ નચની ભાવના, પાપનાશય તણું કામ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૨૩ ગાથાર્થ :- ઉચિત વ્યવહારનું આલંબન લઈને તું સ્થિર પરિણામવાળો થા. શુદ્ધ નયની ભાવનાઓ ભાવ. જે પાપોના નાશનું કારણ છે. ૨૩ વિવેચન :- (૪૭) કોઈ મનુષ્ય જેમ દાદર ઉપરથી ગબડે તો અથડાતો-પીડાતો નીચે જાય પણ જો તેને પકડવા માટે દોરડાનું આલંબન મળે તો ત્યાંથી તે સ્થિર થઈ જાય છે, ગબડતો નથી અને પીડા પણ પામતો નથી. તે રીતે આ જીવને સંસારમાં પડવાનાં, ડુબવાનાં ઘણાં ઘણાં કારણો છે. પાંચે ઈન્દ્રિયોના મોહક વિષયો પ્રાપ્ત થતાં આ જીવ તેમાં રંગાય છે. આસક્તિ કરે છે. વિષયો છીનવાઈ જાય ત્યારે ક્રિોધાદિ કષાયો કરે છે. આમ આસક્તિ અને કષાયો કરવા દ્વારા આ જીવ સંસારમાં ગબડે છે. અને પીડા પામે છે. તેને બચાવવા માટે ત્યાગ, તપ, સુગુરુનો યોગ, વ્યાખ્યાનશ્રવણ, સામાયિકાદિ ધાર્મિક અનુષ્ઠાનો ઈત્યાદિ સંબંધી ઉચિત વ્યવહાર મોટાં મોટાં આલંબનો છે. જો આવા પ્રકારના ઉચિત Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૧ અમૃતવેલની સઝાય વ્યવહારમાં આ જીવ વર્તે તો પાંચ ઈન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ આ જીવને સંસારમાં ગબડાવી શકતી નથી. ઉપરોક્ત અનુષ્ઠાનોના આલંબનથી આ જીવ સતત વિષયોને જિતને સ્થિર પરિણામવાળો થઈ જાય છે. રાગાદિને બદલે વૈરાગાદિ ભાવો જન્મ, કષાયને બદલે ક્ષમાદિ ગુણો પ્રગટે, ઉચિત વ્યવહારનું આલંબન આવા પ્રભાવવાળું છે. તેથી તે જીવ ! સદગુરુનો યોગ, વ્યાખ્યાનશ્રવણ, ધાર્મિક અભ્યાસ, સારા પુસ્તકોનું વાંચન, સામાયિકાદિ અનુષ્ઠાનોનું સેવન, તપત્યાગાદિમય આચરણ આવા પ્રકારના શક્ય બની શકે તેટલા ઉચિત વ્યવહારનું સુંદર આલંબન તું ગ્રહણ કર, કે જેના પ્રતાપે આત્માના પરિણામ સ્થિર થઈ જાય, ગબડવાપણું ન રહે. આ જીવનું ક્યારેય પતન ન રહે. તથા વળી “શુદ્ધ નયોની ભાવના ભાવ” નિશ્ચયનયને મનમાં વિચાર. આ સંસારમાં આપણો આ જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. ધન-ધાન્યાદિ પરિગ્રહ કે પત્ની અને પુત્રાદિ પરિવાર કોઈ સાથે આવ્યું નથી અને આવવાનું નથી. એટલું જ નહીં પણ જે શરીઆં આ આત્મા વ્યાપ્ત થઈ રહ્યો છે તે શરીર પણ આ ભવમાં આવ્યા પછી જ બનાવ્યું છે અને પરભવમાં જતી વેળાએ મુકીને જ જવાનું છે. શરીર પણ તારું નથી તું સ્વયં શુદ્ધ એક ભિન્ન દ્રવ્ય છો. આવા વિચારો કર. Page #91 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય આ ભવમાં જે ઘરે જન્મ્યા, તે ઘરના પરિવારના સભ્યો સાથે પિતા-પુત્ર-પતિ-પત્ની આદિ સંબંધોથી તું જોડાયો છે. ભવ સમાપ્ત થતાં જ આ તમામ સગપણો પણ સમાપ્ત થઈ જાય છે. નવા ભવમાં નવા જીવો સાથે સગપણો બંધાય છે. ત્રીજા ભવમાં વળી જુદા જીવો સાથે સગપણો થાય છે. આમ આ સંસારમાં સંબંધો બદલાતા જ રહે છે તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ વાસ્તવિકપણે આ જીવ કોઈની પણ સાથે સાચા સગપણવાળો નથી, બધું જ અનિત્ય છે. એક ભવ પુરતું જ છે. આંખ મીંચાતાં જ બધી સગાઈ સમાપ્ત થઈ જાય છે. મહાત્મા પુરુષોએ કહ્યું છે કે - કોના છોરૂ કોનાં વાછોરૂ, કોનાં માય ને બાપ ! અંતકાલે જીવને જાવું એકલું, સાથે પુષ્ય ને પાપ | સગી રે તારી તેની કામિની, ઉભી ટગમગ જુએ . તેહનું પણ કંઈ ચાલે નહીં, ઉભી ઉભી ધ્રુસકે રુએ II આ રીતે વિચારતાં હે જીવ! તું જ તારા કર્મોનો કર્તા છો, તું જ તારા કર્મોના ફળનો ભોક્તા છો, તારે એકલાને જ ભવાન્તરમાં જવાનું છે. વાસ્તવિકપણે કોઈ કોઈનું નથી. માટે તું અતિશય મોહ ન કર. મોહાધતા ત્યજી દે, ભલે સર્વે જીવોની સાથે ઉચિત વ્યવહાર કર, પણ અંતરથી અંજાઈ ન જા, નિર્લેપ રહેતાં શીખ, આસક્તિભાવ ઓછો કર, નિશ્ચયદૃષ્ટિ સામે રાખ. કહ્યું છે કે – Page #92 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૮૩ નિશ્ચયર્દષ્ટિ હૃદયે ઘરીજી, પાળે જે વ્યવહાર | પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર રે ! આ આત્મા નિશ્ચયનયથી સત્તાગત રીતે શુદ્ધ બુદ્ધ નિરંજન છે. સ્ફટિક અને સુવર્ણ જેવો નિર્મળ અને અનંતગુણી છે. માત્ર કર્મોનો લેપ જ તેને વળગેલો છે. તેથી જ નરનારક-દેવ અને તિર્યંચાદિ સ્વરૂપે બને છે. જેમ માણસને ભૂત વળગ્યું હોય અને જેમ તેમ વર્તન કરે, જેમ તેમ તે બોલે પણ તે અનુચિત વર્તન ભૂતનું છે. મૂલવ્યક્તિનું નથી તેવી જ રીતે સાંસારિક તમામ વર્તન કર્મોની પરાધીનતાથી છે. મૂલભૂત જીવનું નથી. તેથી હે જીવ! તું તારું શુદ્ધ સ્વરૂપ વિચાર, તું તારા શુદ્ધ સ્વરૂપનો કર્તા-ભોક્તા છો. બાહ્યસ્વરૂપનો નહીં. કાદવમાં પડેલો સ્ફટિક અથવા કાદવમાં પડેલી સોનાની લગડી જેમ પાણીથી ધોઈને શુદ્ધ કરી શકાય છે કારણ કે તે વાસ્તવિકપણે મેલી નથી તેમ કર્મોથી મલીન થયેલો આ આત્મા રત્નત્રયીની સાધનાથી શુદ્ધ કરી શકાય છે. માટે હે જીવ! તું સાધનામાં જોડાઈ જા. અશુદ્ધ દશાને દૂર કર અને શુદ્ધ દશાને પ્રાપ્ત કર. આવા આવા પ્રકારની શુદ્ધ નયોની ભાવનાઓ ભાવ. નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારો કરીને નિર્લેપ થા. ૨૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ ८४ અમૃતવેલની સજઝાય દેહ મન વચન પુગલ થકી, કર્મથી ભિન તુજ રૂપ રે! અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે || ચેતન જ્ઞાન અજુવાળીએ ૨૪ll ગાથાર્થ :- શરીર, મન, વચન આદિનાં પુદ્ગલોથી અને કર્મનાં પુદ્ગલોથી પણ તારું સ્વરૂપ ભિન્ન છે. તું તો અક્ષય છે, અકલંકિત છે અને જ્ઞાનના આનંદથી ભરપૂર છે. ૨૪ વિવેચન :- (૪૮) ઉપરની ગાથામાં સમજાવ્યું તેમ હે જીવ! તું કંઈક અંશે પણ નિશ્ચયનયની દૃષ્ટિવાળો થા. વ્યવહારો ભવોભવમાં ઘણા કર્યા અને હાલ પણ કરે જ છે. પણ માત્ર વ્યવહારોમાં જીંદગી નિરર્થક એળે જાય તેવું ન કર. જે શરીરમાં તું રહે છે તે શરીર પણ ઔદારિકવર્ગણાનાં પુદ્ગલોનું બનેલું છે. જે વિચારો કરે છે તે પણ મનોવર્ગણાનાં પુદ્ગલો છે, જે ભાષા બોલે છે તે પણ ભાષાવર્ગણાનાં પુદ્ગલો છે અને સમયે સમયે જે કર્મો બાંધે છે તે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો છે. તે સર્વેથી તું ભિન્ન છો. કારણ કે આ સર્વે વસ્તુઓ પુદ્ગલની બનેલી છે અને તું ચેતન છે. તેથી તારું સ્વરૂપ દેહાદિથી ભિન્ન છે. દેહાદિ માત્ર આ ભવસંબંધી છે. તારે ભવાન્તરમાં જાવાનું છે. દેહાદિ વિનાશી ધર્મવાળાં છે. તું અવિનાશી ધર્મવાળો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે - Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અમૃતવેલની સઝાય एगोहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवमदिन्नमणसा अप्पाणमणुसासइ ॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंधं, सव्वं तिविहेण वोसिरियं ॥ હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી. આ પ્રમાણે દીનભાવ વિનાના મન દ્વારા નિરંતર આત્માને સમજાવવો, મારો એક આત્મા જ શાશ્વત છે કે જે જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણોથી યુક્ત છે. બાકીના બધા જ ભાવો બાહ્ય છે. પર છે, કે જે સર્વે સંયોગમાત્રથી પ્રાપ્ત થયેલા છે. પદ્રવ્યના સંયોગથી જ આ આત્માએ દુઃખની પરંપરા પ્રાપ્ત કરેલી છે. તેથી સર્વપ્રકારના સાંયોગિક સંબંધોનો હું ત્યાગ કરું છું. આ રીતે હે જીવતારું સ્વરૂપ શરીરાદિથી પણ ભિન્ન છે. તો પછી ઘર, પરિવાર અને ધનાદિથી તો ભિન હોય તેમાં તો પૂછવું જ શું ? માટે તું સાંસારિક ભાવોની મમતા છોડી દે, મારું મારું કરવાની મનોવૃત્તિ ત્યજી દે, આ સંસારમાં કંઈ પણ તારું નથી. એક વૃક્ષ ઉપર સાથે મળેલાં પક્ષીઓ જેવો આ કુટુંબ પરિવાર છે. માટે ભલે બધાની સાથે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ અમૃતવેલની સઝાય યથાઉચિત વ્યવહાર કર પણ મોહથી રંગાઈ ન જા. જેમ કોઈ એક શેઠને ત્યાં નોકરી કરતો કર્મચારી શેઠ કહે તેમ બધું જ કાર્ય કરે પણ નોકરી સમજીને. કોઈપણ કામમાં તે રંગાઈ ન જાય. પોતાની નોકરીનો સમય પૂર્ણ થાય એટલે ટેબલ ઉપર ગમે તેટલા કામના ઢગલા હોય તો પણ તે ટેબલ છોડીને ઘરે જ જતો રહે, કારણ કે તે કામ પોતાના લાભનું નથી આમ મનમાં સમજે છે. તેમ છે જીવ ! આ સઘળી સંસારની માયા પરદ્રવ્ય છે. સમય આવે છોડીને જ જવાનું છે. માત્ર સંયોગ સંબંધથી આ જીવ તેની સાથે જોડાયો છે. આમ સમજીને હૃદયથી અલિપ્ત થા. જેમ નોકરી કરનારો માણસ પોતાની જવાબદારી અદા કરે છે પણ લપાતો નથી તેમ તું સંસારના બધા વ્યવહારો ભલે કર પણ લિપ્ત ન બન. તારું પોતાનું અસલી સ્વરૂપ તો અક્ષય, અકલંકિત અને અખંડ જ્ઞાનાનંદમય છે. આયુષ્યકર્મના કારણે જ તારે જન્મ-મરણ લેવાં પડે છે. જો આયુષ્યકર્મ ન હોય તો તારે જન્મવાનું કે મરવાનું ક્યારેય હોય જ નહીં. આ આત્મા તો “અક્ષય” સ્વરૂપવાળો છે. જેટલા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે તેમાંના કોઈપણ આત્માને મરવાનું ક્યારેય પણ આવતું નથી. એટલે ક્ષય ન થવું આવું તારું સ્વરૂપ છે. તથા વળી અકલંકિત તારું સ્વરૂપ છે. આ સ્ત્રી છે, આ પુરુષ છે, Page #96 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય આ રોગી છે, આ નિરોગી છે, આ રાજા છે અને આ રંક છે આ બધાં ટાઈટલો તો કર્મોના ઉદયથી લાગ્યાં છે. ઔદયિક ભાવ છે. કાલાન્તરે નાશ પામનાર છે. હે જીવઆ બધું તારું સ્વરૂપ નથી. ઉપરોક્ત સર્વે કલંકો કર્મજન્ય છે. કર્મનો નાશ થતાં જ સર્વે પણ કલંકો ભુંસાઈ જતાં તું અકલંકિત સ્વરૂપવાળો જે છે તે પ્રગટ થઈશ. માટે કંઈક શુદ્ધ નયના વિચારો કર અને તારા પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કર. - તથા વળી તું જ્ઞાનાનંદરવભાવી છો. જ્ઞાન એ આત્માનો ગુણ છે. તેમાં રમણતા કરવી એ જ આત્માનું સ્વરૂપ છે. બાકીનું બધું ઔપાધિકસ્વરૂપ છે. મોક્ષમાં ગયેલા અનંતા જીવો અનંતજ્ઞાનગુણમાં જ રમણતા કરનારા છે. જ્ઞાનગુણનો જે આનંદ છે તે તો જે માણે તે જ જાણે. કેટલાક ભાવો એવા હોય છે કે જે અનુભવ કરીએ ત્યારે જ સમજાય. જેમ પ્રસુતિ ક્રિયાની પીડા કેવી હોય? કેટલી માત્રામાં હોય ! તે શબ્દથી ન વર્ણવી શકાય. ઘીનો સ્વાદ કેવો હોય? તે શબ્દથી ન કહી શકાય. તેમ કેટલાક ભાવો અનુભવગમ્ય હોય છે. શબ્દોથી સમજી શકાતા નથી કે સમજાવી શકાતા નથી. માટે હે જીવ! તું તારું પોતાનું શુદ્ધ સ્વરૂપ કંઈક વિચાર અને સાંસારિક ભાવોથી અલિપ્ત થા, વૈરાગી બન. આ જ તારા કલ્યાણનું કારણ છે. ર૪ો. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ અમૃતવેલની સજઝાય કર્મચી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે ! રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર ખેલ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ રપા ગાથાર્થ :- જેમ સમુદ્રમાં પવનથી વેલ ઉછળે છે, તરંગો-મોજાં થાય છે તેમ પતિ-પત્ની આદિની સઘળી પણ કલ્પના કર્મથી જ ઉપજે છે. પરંતુ સ્થિર દષ્ટિને મેળવીને દેખતાં જ આ આત્માનું જે સહજ સ્વરૂપ છે તે પ્રગટ થાય છે. રપા વિવેચન :- (૪૯) સમુદ્ર અપાર જલથી ભરેલો છે. તેના જલનું કોઈ માપ નથી. છતાં શાન્ત હોય છે, ગંભીર હોય છે. જે આવે તેને પોતાનામાં સમાવવાના સ્વભાવવાળો હોય છે. નદીનો સ્વભાવ એવો હોય છે કે બાર મહિનામાં ફક્ત એક દિવસ જ જો જોરથી વરસાદ આવે તો પૂર આવે, બને કિનારા જલથી ભરાઈ જાય, આજુ-બાજુનાં વૃક્ષો વગેરેને ખેંચી જાય, ઘણાં ઘરો અને માણસો તણાઈ જાય ગામોમાં પણ પાણી ભરાઈ જાય, એક દિવસના પણ વરસાદથી નદી તોફાને ચઢે. જ્યારે સમુદ્રમાં બારે માસ અને રાત-દિવસ કેટલીયે નદીઓનાં પાણી ઠલવાતાં જ જાય છે. વરસાદનું પાણી પણ આવે તે વળી વધારામાં, તો પણ પોતે ક્યારેય સીમા મુકતો નથી, સમુદ્રકિનારાનાં નગરોને ઘણું કરીને ક્યારેય Page #98 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય ૮૯ આંચ આવતી નથી. સમુદ્રનો ધીર ગંભીર સ્વભાવ છે. નદી સ્ત્રીજાતિ છે અને સમુદ્ર પુરુષજાતિ છે તેથી એક તુચ્છસ્વભાવ યુક્ત અને એક ગંભીર સ્વભાવ યુક્ત છે. છતાં પણ જો સમુદ્રમાં પવન તોફાને ચઢે અને વાયુનુ જોર વધે તો સમુદ્રના પાણીમાં પણ વેલ અને મોજાં ઘણાં ઉછળે, પાંચ-દશ ફુટ કે તેથી પણ અધિક મોજાં ઉછળે. તે તોફાન, પવનના તોફાનથી થાય છે. સમુદ્રનું પોતાનું સ્વયં તોફાન નથી. ઉપર આપેલા સમુદ્રના ઉદાહરણની જેમ આ જીવ પણ પોતાના સ્વભાવે શાન્ત, ધીર અને ગંભીર છે. જે કંઈ મોહ-માયાનું તોફાન ઉપજે છે તે સઘળું ય કર્મનું તોફાન છે. આ રાજા, આ શંક, આ રોગી, આ નિરોગી, આ સ્ત્રી, આ પુરુષ, આ પતિ, આ પત્ની, આ સુખી, આ દુઃખી, આ ઉચ્ચ, આ નીચ ઈત્યાદિ જે કંઈ કલ્પનાઓ આ સંસારમાં કરવામાં આવે છે તે સઘળી પણ કલ્પનાઓ કર્મથી ઉપજેલી છે. જેમ વાયુથી સમુદ્રમાં તોફાન થાય છે તેમ કર્મથી આત્મામાં કલ્પનાઓનું તોફાન ઉપજે છે. બાકી મૂલ સ્વરૂપે જેમ સમુદ્ર શાન્ત છે તેમ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર છે. તેથી · હે જીવ ! તું કોઈની માતા, તું કોઈનો પિતા, તું કોઈનો પુત્ર, તું કોઈની પુત્રી, તું કોઈનો પતિ, તું કોઈની પત્ની આ બધી કર્મોના ઉદયથી કરાયેલી કલ્પના છે. તારું મૂલ સ્વરૂપ આ નથી. તેથી આ સ્વરૂપમાં તું મોહાન્ધ ન બન. Page #99 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય કંઈક સ્થિર થા, શાન્ત થા, મોહના ઉછાળા દૂર કર, સ્થિર થઈને આત્મા તરફ દૃષ્ટિ જોડ, સ્થિર દૃષ્ટિથી આત્મ તત્ત્વની ગવેષણા કર. તેનાથી તારું મૂલભૂત સ્વરૂપ તને સમજાશે અને દેખાશે. જેમ જેમ મોહનો આ નશો દૂર થશે. તેમ તેમ “રૂપ પ્રગટે સહજ આપણું” આપણા આત્માનું પોતાનું સ્વાભાવિક જે શુદ્ધ સ્વરૂપ છે તે પ્રગટ થશે, જેમ દારૂડીયાને દારૂનો નશો ઉતરતો જાય છે તેમ તેમ તે દારૂડીયો. પુરુષ પોતાના મૂળભૂત અસલી સ્વરૂપમાં આવે છે તેમ આ જીવને પણ મોહનો (રાગાદિ ભાવોનો) નશો ચઢેલો છે. તે નશો દૂર થતાં સાચી દૃષ્ટિ ખુલે છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. સાચું સ્વરૂપ દેખાય છે. જ્યાં સુધી પરદ્રવ્ય ભળેલું હોય છે ત્યાં સુધી જ વિકારો અને મોહના ઉદયજન્ય તોફાન હોય છે. જેમ માણસને ભૂત વળગેલું હોય છે. તો અસ્તવ્યસ્ત બોલે છે, ધૂળમાં આળોટે છે. કપડાં ફાડે છે તેમ મોહબ્ધ બનેલો આ જીવ જે પોતાનું અસલી સ્વરૂપ છે તે ભૂલી જાય છે અને કર્મકૃત જે સ્વરૂપ છે તેને પોતાનું માની લે છે, તેનો નચાયો નાચે છે. તેનાથી જ દુઃખ-સુખ ઉપજે છે. માટે તે જીવ ! તું કંઈક સમજ. આ સઘળી ય શિખામણ અમૃતની વેલડીની જેમ ઘણી જ મીઠી છે. તેને તું હૃદયથી અવધારણ કર, સત્યવાત સમજી જા. તો જ તારો ઉદ્ધાર થશે. સ્થિર દૃષ્ટિવાળો થા. જ્ઞાનદશા Page #100 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય ૯૧ વિના જીવનું કલ્યાણ થતું નથી. માટે કંઈક શાસ્ત્રાભ્યાસ કર, દૃષ્ટિ ખોલ, નિર્મળ આત્મસ્વરૂપ જો અને પરદ્રવ્યનો મોહ છોડ. I॥૨૫॥ ધારતા ધર્મની ધારણા, મારતા મોહ વડ ચોર રે । જ્ઞાન રુચિ વેલ વિસ્તારતા, વારતા કર્મનું જોર રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૨૬Iા ગાથાર્થ :- ધર્મતત્ત્વની ધારણા કરતો, મોહરૂપી મોટા ચોરને મારતો, સભ્યજ્ઞાનરૂપી જલથી રૂચિ રૂપી વેલડીને વિસ્તારતો આ જીવ કર્મના બલનો નાશ કરનાર બને છે. ૨૬॥ વિવેચન :- (૫૦) આ આત્માએ જો મુક્તિપ્રાપ્તિ કરવી હોય તો તેના ત્રણ ઉપાયો આ ગાથામાં જણાવ્યા છે. (૧) ધર્મતત્ત્વની ધારણા કરવી. આ પ્રથમ ઉપાય છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે धम्मो मंगलमुक्कियुं, अहिंसा संजमो य तवो । देवा वि तं नमस्संति, जस्स धम्मे सया मणुओ ॥१॥ અહિંસા, સંયમ અને તપ આ ત્રણ પ્રકારે ધર્મ છે. જેનું મન હંમેશાં ધર્મમાં હોય છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. કોઈ પણ જીવને હણવો નહીં. દુ:ખ પહોંચાડવું નહીં, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અમૃતવેલની સજ્ઝાય મનથી પણ વિચારવી કરવી નહીં. કોઈને પણ પરિતાપ ન ઉપજાવવો તે અહિંસા, લોકમાં પણ કહેવત છે કે “દયા ધર્મ કા મૂલ હૈ, પાપમૂલ અભિમાન, તુલસીદયા ન છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ” માટે દુઃખી જીવોની દયા કરવી પણ હિંસા ન કરવી. ધર્મ વિનાના જીવોને ધર્મ પમાડવો તે ભાવદયા અને સંસારનાં દુઃખે દુ:ખી માણસોનાં સાંસારિક દુઃખો દૂર કરવાં તે દ્રવ્યદયા. આપણાથી જેટલા અંશે જે દયા શક્ય હોય તેટલા અંશે તે દયા કરવી તે અહિંસા નામનો પ્રથમ ધર્મ છે. સંમય - ત્યાગ, પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો, સુખશેલીયાપણું ત્યજી દેવું, વિકાર વાસના અને રાગાદિ કષાયો ન થાય તેવું જીવન જીવવું, ધ્યાન અને સ્વાધ્યાયાદિમાં લીન રહેવું, બહિર્ભાવનો ત્યાગ કરવો, સ્વભાવદશામાં ઓતપ્રોત બનવું, બોલવામાં અને વર્તનમાં વિવેકવાળા બનવું તે સઘળો ય સંયમ નામનો તપ છે. સંસારીભાવોનો જે સર્વથા ત્યાગ તે સર્વવિરતિ સંયમ અને સંસારીભાવોનો અંશતઃ ત્યાગ તે દેશવિરતિસંયમ. આમ સંયમના બે ભેદ છે. ત્યાં દેશવિરતિ સંયમના એક અણુ વ્રતધારીથી ક્રમશઃ બારવ્રતધારી, પડિમાધારી અને સંવાસાનુ મતિ ત્યજીને શેષ અનુમતિના ત્યાગી સુધીના અનેક ભેદો છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય ૯૩ આમ દેશિવરતિસંયમ બહુભેદવાળો છે. તથા સર્વવરિત સંયમના સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત નામવાળા પાંચ ભેદો છે. સંસારનો સર્વથા ત્યાગ કરીને આત્માને શમભાવમાં રાખવો તે સામાયિકચારિત્ર. આ રીતે શેષભેદોના અર્થ શાસ્ત્રોમાંથી જાણી લેવા. આ સંયમ નામનો બીજો ધર્મ છે. તપ બે પ્રકારનો છે. બાહ્ય તપ અને અત્યંતર તપ. શરીરને તપાવે તે બાહ્ય તપ અને આત્માને તપાવે તે અભ્યન્તર તપ. આહારાદિ બાહ્ય વસ્તુઓનો જે ત્યાગ તે બાહ્ય તપ, વિષય કષાયોનો જે ત્યાગ તે અભ્યન્તર તપ. બાહ્ય તપના અનશન ઉણોદરી વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એમ છ ભેદ છે. તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ આમ છ ભેદો અભ્યન્તર તપના છે. આમ અહિંસા, સંયમ અને તપ આ ત્રણે પ્રકારનો ધર્મ આ જીવનમાં લાવવા જેવો છે. જો આ ધર્મતત્ત્વ આવી જાય તો મુક્તિ પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. (૨) ઉપરોક્ત ત્રણ પ્રકારના ધર્મને જીવનમાં ધારણ કરવાથી આત્માના આત્મધનને ચોરી જનારા મોહરાજા રૂપી મોટા ચોરનું મારણ થાય છે. મોહરાજા એ સૌથી મોટો ચોર છે. કારણ કે શમભાવ નામના સામાયિકને તે ચોરી જાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અમૃતવેલની સઝાય તેથી તે ચોરનું મારણ કરવું જ ઉચિત છે. ધર્મને ધારણ કરતાં અને મોહરાજા રૂપી ચોરને મારતાં જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મો આત્મામાં રહેતાં નથી. અર્થાત્ કર્મોનો નાશ થાય છે. તેનાથી અવશ્ય મુક્તિપ્રાપ્તિ થાય છે. આ રીતે મોહને મારવો આ બીજો ઉપાય છે. (૩) જૈનશાસ્ત્રોનું નિરંતર અધ્યયન કરવાથી જ્ઞાનની સાથે સાથે વૈરાગ્યની વૃદ્ધિ થાય છે તે જ્ઞાન રૂપી પાણીથી વીતરાગ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા રૂપી વેલડી ઘણો જ વિસ્તાર પામે છે. માટે વધારેમાં વધારે હે જીવ! તું સ્વાધ્યાય કર, શાસ્ત્રોનો અભ્યાસ કર, વિશાળ જ્ઞાનદશા પ્રાપ્ત કર. સમ્યજ્ઞાન અને શ્રદ્ધાનું બલ વધતાં કર્મોનું જોર ઘટી જાય છે. જે આત્માઓમાં સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનો વિકાસ થાય છે. તેમાં કર્મો સઘળાં ય અકિંચિત્કર બની જાય છે. માટે હે જીવ! તું તારા જીવનમાં મુક્તિપ્રાપ્તિના આ ત્રણે ઉપાયો અપનાવ. અર્થાત્ સ્વીકાર કર. આ ત્રણે ઉપાયોથી કર્મરાજાનું જોર ઘટી જતાં આ જીવની તુરત જ નિયમા મુક્તિ થાય છે. રદી રાગ વિષ દોષ ઉતારતા, ઝારતા ઠેષ રસ શેષ રે ! પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતા કર્મ નિઃશેષ રે ! ચેતન ! જ્ઞાન અજુવાળીએ III Page #104 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૯૫ ગાથાર્થ - રાગાત્મક ઝેરના દોષને દૂર કરવાથી, બાકી રહેલા દ્વેષના રસને બાળી નાખવાથી અને પૂર્વકાલમાં થઈ ગયેલા મહાત્મા પુરુષોનાં વચનો સંભાળવાથી સર્વ કર્મોનું વારણ થતાં આ જીવની મુક્તિ થાય છે. ર૭ા વિવેચન :- (૫૧) મુક્તિતત્ત્વનો કોઈ જો વિરોધી શત્રુ હોય તો તે મોહરાજા છે, તેના મુખ્ય બે સુભટો છે. રાગ અને દ્વેષ. આ બને સુભટો દ્વારા મોહરાજા મુક્તિ તરફ પ્રયાણ કરતા આ જીવને પકડીને પાછા લાવે છે અને સંસારની શેરીઓમાં જમાડે છે. તેથી રાગ-દ્વેષ રૂપી મોહના સુભટોમાંથી જો છટકાય તો જ મુક્તિ થાય. અન્યથા ન થાય. તેથી તેનો ઉપાય આ ગાથામાં જણાવે છે. - ભૂતકાળમાં થયેલા મહાત્મા પુરુષોએ આત્મકલ્યાણને કરનારાં અધ્યાત્મપ્રેરક, સંવેગવૈરાગ્યવર્ધક આત્મતત્ત્વની પરિણતિને નિર્મળ કરનારાં જે જે શાસ્ત્રો બનાવ્યાં છે. તે તે શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી અને વાચનારૂપે તે તે શાસ્ત્રોના અર્થો-મર્મો ગીતાર્થ ગુરુઓ પાસેથી સાંભળવાથી અને નિરંતર ધર્મગુરુઓ પાસેથી વાચના-હિતશિક્ષા લેવાથી જ રાગ અને લેષ નામના સુભટોના પંજામાંથી છટકી શકાય છે. રાગ અને દ્વેષ જીવને ભવોભવની અંદર ભટકાવવા રૂપે મારવાનું જ કામ કરે છે. તેથી રાગને વિષની ઉપમા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ અમૃતવેલની સઝાય આપેલ છે. અને દ્વેષને કડવા રસની ઉપમા આપેલ છે. રાગ અને દ્વેષ એ વિષ છે અને તેનો કડવો રસ છે. તથા પૂર્વમુનિ પુરુષનાં વચનો આ વિષને ઉતારવામાં મારૂડિક મંત્રતુલ્ય છે. જેમ ગારૂડિક મંત્રથી સર્પનું વિષ ઉતરી જાય છે. તેમ પૂર્વમુનિ પુરુષનાં અધ્યાત્મ-સાર, અધ્યાત્મઉપનિષદ્, જ્ઞાનસારાષ્ટક, વૈરાગ્યશતક, સંવેગરંગશાલા, સમરાઈશ્ચકહા, યોગશતક, યોગદષ્ટિ-સમુચ્ચય, ઉપમિતિભવપ્રપંચ, પ્રશમરતિ, શાન્ત સુધારસ ઈત્યાદિ શાસ્ત્રોના મર્મને સમજાવનારાં વચનો સાંભળવાથી તે વચનો રૂપી મંત્ર વડે રાગ-દ્વેષ રૂપી વિષ ઉતરી જાય છે. ઉપરોક્ત એકે એક ગ્રંથો આ આત્માની પરિણતિ બદલનારા ગ્રન્થો છે. આ ગ્રન્થો વાંચ્યા પછી જો વૈરાગ્ય ન થાય, પરિણતિ ન બદલાય તો સમજવું કે તે જીવ ભવ્ય હશે કે કેમ ? આ ગ્રન્થોનાં વચનો સંસારના મોહરૂપી વિષને ઉતારવામાં મહામંત્ર ગારૂડિક મંત્ર સમાન છે. અભ્યાસક આત્માએ ઉપરના ગ્રન્થો અવશ્ય વાંચવા. સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો અંતે ગુજરાતી ભાષાન્તરો પણ વાંચવાં. આવા ગ્રન્થોનું વારંવાર દોહન કરવું, મનન કરવું. જો આ ગ્રન્થોના અભ્યાસી કોઈ મહાત્મા મળે તો તેઓનાં અનુભવપૂર્ણ આ વિષયનાં વચનો સાંભળવાં. વ્યાખ્યાનો સાંભળવાં, વાચના ગોઠવવી, એક ધ્યાનપૂર્વક Page #106 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય વાચના સાંભળવી. તે ગ્રન્થોના મર્મો જ એવા છે કે જે સાંસારિક સુખના રાગરૂપી વિષના દોષને તુરત જ ઉતારે છે. તથા દ્વેષ રૂપી રસની શેષમાત્રાને તો બાળી જ નાખે છે. પૂર્વમુનિ પુરુષોનાં બનાવેલાં શાસ્ત્રવચનો ખરેખર મહામંત્ર તુલ્ય છે. આ ગ્રન્થો જે વાંચે તેને જ તેની મહત્તા સમજાય. જો જીવનમાં સંવેગ નિર્વેદ પરિણામ ન હોય, વૈરાગ્ય ન હોય, વિષયસુખ પ્રત્યેનો રાગ ઘટ્યો ન હોય, કષાયો ઉપરનો કાબુ આવ્યો ન હોય, તો ક્રિયામાત્ર કરવાથી ધર્મ થઈ જતો નથી. ધર્મ એ આત્મપરિણામ છે. આત્માના પરિણાની નિર્મળતા એ જ પારમાર્થિક ધર્મ છે. ક્રિયા, તપ, સ્વાધ્યાય, ચારિત્ર, ત્યાગ ઈત્યાદિ તો તેનાં નિમિત્તો છે. માટે હે જીવ ! તું તારી પરિણતિ સુધાર. પ્રવૃત્તિ તો પરિણતિ નિર્મળ બનવાથી આપોઆપ સુધરી જ જાય છે. પ્રવૃત્તિ સારી કરવામાં હે જીવ ! તને જેટલો રસ છે તેનાથી અનેકગણો રસ પરિણિત સારી બનાવવામાં કર. પ્રવૃત્તિ એ નિમિત્ત છે. તે જેટલી વધારે હોય તેટલું સારું છે. પણ માત્ર તેનાથી તું સંતોષી ન થા. વધારે પ્રમાણમાં નિર્જરા તો પરિણતિ સુધારવાથી થાય છે. માટે પરિણતિને બહુ નિર્મળ કર. આવા પ્રકારની અમૃતની વેલડીની મીઠાશતુલ્ય આ શિખડી હે જીવ ! તું હૃદયમાં બરાબર ધારણ કર. બસ, આટલું જ કામ કરવાનું છે. જો આ કરીશ તો બેડો પાર. ॥૨૭॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અમૃતવેલની સઝાય દેખીચે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે ! તેહ અણછોડતા ચાલીએ, પામીએ જેમ પરમધામ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૨૮II ગાથાર્થ જે ઉદાસીન પરિણામ છે તે જ શિવનગરનો માર્ગ છે આમ સમજવું. જો આ માર્ગને છોડ્યા વિના હે જીવ! તું ચાલીશ તો પરમધામને અવશ્ય પ્રાપ્ત કરીશ. ૨૮ વિવેચન :- મુક્તિની પ્રાપ્તિ માટેનો આ એક જ રાજમાર્ગ છે અને તે “ઉદાસીન પરિણામ” ગમે તેવાં અનુકુળ સાધનો મળે, સોના-રૂપાના સિંહાસન ઉપર બેસવાનું મળે, દેવો ચામર વીંછતા હોય, કોડાકોડી દેવો સેવામાં ફરતા હોય, તો પણ અલ્પમાત્રાએ પણ રાગપરિણામ નહીં, છ ખંડનું રાજ્ય હોય, ચક્રવર્તીની ઋદ્ધિ હોય, અનેક જાતનાં માન-સન્માન હોય, લોકો ઘણા જ ભાવથી આવકારતા હોય તો પણ અહંકારનો કે મમતાનો લવલેશ નહીં. બંગલા, ગાડી, વાડી આદિ અનેક પ્રકારની ધન-સંપત્તિ હોય, ઘરમાં સેંકડો નોકર-ચાકર કામ કરતા હોય, ઘણી ગાયો-ભેંસોની પશુસંપત્તિ હોય છતાં જરા પણ આસક્તિ નહીં. મારાપણાનો પરિણામ નહીં અંતરંગ પ્રીતિ-અપ્રીતિ નહીં આનું નામ “ઉદાસીન પરિણામ”. Page #108 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સઝાય ૯૯ જેમકે શાલિભદ્રજીને પ્રતિદિન ૯૯ પેટીના ધનનું આગમન, બત્રીસ પત્નીનો પરિવાર, સાત માળની ઉંચી હવેલી, શ્રેણીક મહારાજા એક રત્નકંબલ ન ખરીદી શકે તેવી બત્રીસ રત્નકંબલો એકી સાથે ખરીદી શકે આવી તો ધનની સંપત્તિ, છતાં તે સઘળી સાનુકુળતા ઉપર અલ્પ પણ પ્રીતિઅપ્રીતિ નહીં, આસક્તિભાવ નહીં. પલવારમાં તેનો ત્યાગ કરીને નિર્મોહી થઈને ઘરથી ચાલી નીકળ્યા. તેનું નામ “ઉદાસીન પરિણામ.” છ ખંડના રાજા ચક્રવર્તી ભરત મહારાજા. અલંકારોથી સુસજ્જ, રાજ્યની સમૃદ્ધિવાળા, છતાં હાથમાંથી માત્ર એક વિટી સરકી જવાથી સર્વે વસ્તુઓની અસારતા-તુચ્છતાવિનાશિતા સમજીને વૈરાગ્યવાસિત થયા તેનું નામ ઉદાસીન પરિણામ. પૃથ્વીચંદ્ર-ગુણસાગર ઈત્યાદિ ઉદાહરણો પણ અહીં સમજી લેવાં કે જેઓ મોહરાજાની રાજધાનીમાં બેઠા હોવા છતાં રાગમુક્ત થઈને ઉદાસીન પરિણામવાળા થયા. ઉપરનાં સર્વે દષ્ટાન્તો રાગના પ્રસંગે ઉદાસીન પરિણામવાળા મહાત્માઓનાં આપ્યાં. હવે ‘મના પ્રસંગોમાં ઉદાસીન પરિણામ રાખે તેવાં દૃષ્ટાન્તો આ પ્રમાણે છે - અગ્નિશર્માએ ભવોભવમાં ગુણસેન રાજાને ઘણાં દુઃખો જ ઉપજાવ્યાં અર્થાત્ શબ્દથી વર્ણવી ન શકાય તેવાં દુઃખો Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અમૃતવેલની સઝાય આપ્યાં તો પણ ગુણસેન રાજાના જીવે શમભાવ રાખ્યો તે ઉદાસીન પરિણામ. કમઠના જીવે પાર્શ્વનાથ પ્રભુના જીવને દશે દશ ભાવોમાં દુઃખ આપ્યાં, દ્વેષ, કષાય અને માઠા પરિણામ આવે તેવા પ્રસંગો સર્યા, છતાં પ્રભુએ શમભાવ રાખ્યો, ક્યારેય અલ્પમાત્રાએ પણ દ્વેષ ન કર્યો તે ઉદાસીન પરિણામ. આવી જ રીતે બંધકમુનિની જીવતાં છાલ ઉતારવામાં આવી. પાંચસો શિષ્યો ઘાણીમાં પલાયા, માથા ઉપર આગની પાઘડી સસરાએ બંધાવી ત્યાં તે તે મહાત્માઓએ જે સમભાવ રાખ્યો તે ઉદાસીન પરિણામ. આવા પ્રકારનાં દૃષ્ટાન્તો જાણીને હે જીવ! તું પણ સાનુકુળ-પ્રતિકુળ સંજોગોમાં રાગ અને દ્વેષના પરિણામનો ત્યાગ કરીને સમભાવ રાખવા સ્વરૂપ ઉદાસીન પરિણામ વાળો થા. સાનુકુળતાનો રાગ અને પ્રતિકુળતાનો દ્વેષ આ જ જન્મમરણની રખડપટ્ટી વધારનારું તત્ત્વ છે. તેના ઉપર તું કંટ્રોલવાળો થા. આવા પ્રકારનો ઉદાસીન જે પરિણામ. (નહીં રાગ અને નહીં રીસ) તે જ મુક્તિનગરમાં જવાનો ધોરીમાર્ગ છે. અર્થાત્ રાજમાર્ગ છે. હે જીવ! જો તારે સાચેસાચ મુક્તિ નગરમાં જવું જ હોય તો આ ઉદાસીનપરિણામ સ્વરૂપ ધોરી એવા રાજમાર્ગને તું સ્વીકાર, એટલું જ નહીં પણ સ્વીકાર્યા પછી પણ ક્યારેય છોડીશ નહીં. જો તેને છોડ્યા વિના ચાલીશ તો જ તે આત્માના Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અમૃતવેલની સઝાય પરમશાન્તિસ્થાન”માં જઈ શકીશ. હે જીવ ! આવી શિખામણ ફરી ફરી મળશે નહીં. આ અપૂર્વ પુણ્યોદય પ્રગટેલો છે કે આવી સઝાયના અર્થો તને સાંભળવા મળ્યા છે. માટે તુરત ચેતી જા. હવે આ સજ્જાય પણ પૂર્ણ થવા આવી છે. અનેક જાતની હિતશિક્ષા રૂપી અમૃતની વેલડીનું તને પાન કરાવ્યું છે. આ અમૃતપાનથી તું પુષ્ટ બન્યો છે ભીનો ભીનો બન્યો છે. માટે હે જીવ! તું હવે ડાહ્યો થઈ જા. મોહરાજાના પંજામાંથી નીકળી જા. બીજા ભવોમાં આવા ધર્મના સંજોગ આવશે અથવા કદાચ નહીં પણ આવે. તેથી હવે આ અન્તિમ ઉપદેશ છે. તને વધારે શું કહીએ ? ડાહ્યાને વધારે કહેવાનું ન હોય, “ઘોડાને લગામ, ગધેડાને ડફણાં” ૨૮ શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શિખડી અમૃતવેલ રે ! એહ જે ચતુરનર આદરે, તે લહે “સુચશ” રંગ રેલ રે ચેતન ! જ્ઞાન અજુવાળીએ રિલા ગાથાર્થ :- શ્રી નિયવિજયજી ગુરુજીના શિષ્ય શ્રી યશોવિજયજીની અમૃતના વેલડી જેવી આ હિતશિક્ષા છે. જે ચતુરપુરુષો આ હિતશિક્ષાને આદરશે, તે આત્માઓ સારા યશની રેલં છેલને પ્રાપ્ત કરશે. રિલા - વિવેચન :- શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબની Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અમૃતવેલની સક્ઝાય પાટ પરંપરામાં પૂજ્ય શ્રી નવિજયજી મહારાજશ્રી થયા. તેઓની પાટપરંપરા સામાન્યથી આ પ્રમાણે હતી. શ્રી હીરવિજયસૂરીશ્વરજી આચાર્ય વિજયસેનસૂરીશ્વરજી ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી ઉપાધ્યાય શ્રી લાભવિજયજી આચાર્ય વિજયસિંહસૂરીશ્વરજી શ્રી જિતવિજયજી શ્રી નવિજયજી ઉ. શ્રી યશોવિજયજી શ્રી નવિજયજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ અમૃતવેલની સઝાયની રચના કરી છે. દરેક ગાથાઓમાં જાણે અમૃતની વેલડીનો રસ જ કરતો હોય એવી મીઠાશ છે. હિતશિક્ષાની આ વેલડી છે. તેથી જ આ સઝાયનું નામ પણ તેને અનુસારે જ રાખ્યું છે. જે જે મનુષ્યો આ સજઝાયને કંઠસ્થ કરશે, વારંવાર પોતે ગાશે, સભા સમક્ષ ગાશે, તેના અર્થો હૃદયમાં ઉતારશે અને બીજાને પણ Page #112 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સજ્ઝાય ૧૦૩ સમજાવશે તે સારા યશની રેલંછેલને પામશે. તેઓની ઈચ્છા ન હોય તો પણ તેઓનો યશ ચારે તરફ અવશ્ય વિસ્તાર પામશે. સાચું કહેનારા, સાચું સમજાવનારા અને હૃદયમાં લાગણી રાખીને હિતશિક્ષા આપનારા મહાત્માઓનો યશ તેઓની ઈચ્છા ન હોય તો પણ સામાન્ય લોકો ગાયા વિના રહેતા જ નથી. તથા આ ગાથામાં “સુયશ” શબ્દ લખીને ગર્ભિત રીતે સજ્ઝાય બનાવનારાએ પોતાનું નામ પણ ઉદ્ઘોષિત કર્યું છે. આ પ્રમાણે આ સજ્ઝાયના અર્થ અહી સમાપ્ત થાય છે. અમૃતવેલની સજ્ઝાયના અર્થ સમાપ્ત Page #113 --------------------------------------------------------------------------  Page #114 -------------------------------------------------------------------------- ________________ e ચેતન ! આ સઝાયના અર્થને પ્રતિદિન એકવાર વાંચવાનો નિયમ કર. જેમ અમૃતની વેલડી અમૃતરસને વહાવે તેમ આ સઝાય હિતશિક્ષાના અમૃતરસનો મહાસાગર છે. તેમાં સ્નાન કરવાથી આ જીવ અમર (મુક્તિગામી) અવશ્ય બને છે. BHARAT GRAPHICS - Ahmedabad-1 Ph.: 079-22134176, M : 9925020106