________________
૩૨
અમૃતવેલની સઝાય ભાવધર્મની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે દ્રવ્યધર્મ માત્રથી ખુશ થવું નહીં કે સંતોષ માનવો નહીં, ભાવધર્મ પ્રાપ્ત કરવા માટે સતત ઉદ્યમશીલ રહેવું, ધર્મનાં અનુષ્ઠાન કરવાં તે દ્રવ્યધર્મ છે અને તેનાથી દોષોનો ત્યાગ અને ગુણોની પ્રાપ્તિ થવી તે નિશ્ચયધર્મ છે. Iટા ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે દુરિત સવિ આપણાં નિંદીએ, જિમ હોય સંવર વૃદ્ધ રે !
ચેતન ! જ્ઞાન અજુવાળીએ લી. ગાથાર્થ:- હે આત્મા ! તું આ ચાર શરણોનો સ્વીકાર કર, મનમાં શુદ્ધ ભાવના ભાવ, આપણાં પોતાનાં કરેલાં પાપોની તું એવી નિંદા કર કે જેનાથી પાપોને અટકાવવા દ્વારા સંવરધર્મની આ આત્મામાં વૃદ્ધિ થાય. lલા
વિવેચન - અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુ ભગવંત અને જૈનધર્મ આ ચારે તત્ત્વો આપણા ઉપર ઘણો જ ઉપકાર કરનારાં છે. તેથી વારંવાર આ ચારનું શરણ હે જીવ! તું સ્વીકાર કર, નિરંતર તેઓના આશ્રયે જ તું રહે, આ ઉપકારીઓનું જ સતત સ્મરણ કર, તેઓના ઉપકારોને સંભાળી સંભાળીને તેઓ પ્રત્યે હાર્દિક પૂજ્યભાવવાળો થા.
ઉત્તમ આત્માઓના નિરંતર ગુણો ગાવાથી આ