________________
૩૩
અમૃતવેલની સજઝાય આત્મામાંથી રાગ, દ્વેષ, વિકારો અને દોષો દૂર ભાગી જાય છે. અને હૃદય શુદ્ધ બની જાય છે. જેમ વિકારીઓના સમાગમથી વિકારો વધે તેમ વૈરાગી આત્માઓ અને વીતરાગી આત્માઓના સમાગમથી આ આત્મામાં ત્યાગ, વૈરાગ અને વિતરાગતા વધે. માટે આવા સંત મહાત્મા પુરુષોનાં શરણ
સ્વીકારીને હૃદયમાં શુદ્ધ ઉત્તમ ભાવનાઓ ભાવ. સંસારનાં સુખો અને સુખનાં સાધનો ઉપરનો રાગ ઘટે તે માટે અનિત્ય અશરણ વગેરે બાર ભાવનાઓ ભાવવાનું રાખ.
સંસારનાં એકે એક પદાર્થો અને સુખો અનિત્ય છે, આજે છે અને કાલે નથી. પત્તાનાં મહેલ જેવો આ સંસાર છે. ક્યારે પડી જાય તે કંઈ નક્કી નથી. વાદળાં વિખેરાય તેમ આ સાંસારિક વ્યવસ્થા વિખેરાઈ જાય છે. બધું જ ક્ષણિકમાત્ર છે. કરોડપોતે અત્યકાલમાં જ રોડપતિ થાય છે અને રોડપતિ થોડા જ સમયમાં કરોડપતિ થાય છે. માટે વિજળીના ચમકારા જેવું આ સંસારનું સુખ-દુઃખ છે.
દુઃખકાલે આ જ ચાર શરણ કામ લાગે છે. બીજા કોઈનું શરણ કામ લાગતું નથી. માતા-પિતા, પતિ-પત્ની વગેરે પાત્રો પોતે જ અશરણ છે. તે બીજાને શરણ શું આપી શકે? આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. તે આત્મા! તું અને શરીર પણ ભિન્ન છો, તો અન્ય વસ્તુની