________________
४६
અમૃતવેલની સજઝાય (૨૨) મૈથુન - કામવાસનાનો ઘણો ઉન્માદ કીધો હોય, વિકાર વાસના વધે તેવાં ચલચિત્રો જોયાં હોય, તેવા વાર્તાલાપ કર્યા હોય, પુરુષોને આશ્રયી સ્ત્રીઓ તરફ અને સ્ત્રીઓને આશ્રયી પુરુષો તરફ ખોટી રીતે દૃષ્ટિપાત કર્યો હોય, વાસના ભરેલી દૃષ્ટિથી અંગ-ઉપાંગ નીરખ્યાં હોય, વેશભૂષા, શરીરશોભા, ઉભટ્ટ વેશ અને કામોત્તેજક કરી હોય, વિકારવાસના વર્ધક દ્રવ્યોનો ઉપયોગ કર્યો હોય, પરસ્ત્રી આદિ વિજાતીય પાત્રોની સાથે હાંસી-મશ્કરી-મજાક કરી હોય, સંબંધ નજીક આવે એવો બિભત્સ વ્યવહાર કર્યો હોય, અર્ધનગ્ન વસ્ત્રપરિધાન કર્યું હોય ઈત્યાદિ અનેક રીતે કામવાસનાને પોષી હોય તે સંબંધી કરેલાં પાપોની હે જીવ! તું નિંદા-ગહ કર, ફરી ફરી આવાં પાપો ન કરવાની ભાવના કર. આવા પ્રકારનાં દુષ્કતોની ગહ કર. ૧રો જેહ ધનધાન્ય મૂછ ધરી, સેવીયા ચાર કષાય રે ! રાગને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે II
ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૧૩ણા ગાથાર્થ :- ધન-ધાન્યાદિ ઉપર ઘણી મૂછ કરી હોય, ક્રોધાદિ ચાર કષાય સેવ્યા હોય, રાગ અને દ્વેષને આધીન થયા હોઈએ તથા કજીયા કર્યા હોય અને કજીયાના ઉપાયો યોજ્યા હોય. ૧૩