________________
અમૃતવેલની સઝાય
૭૯ તેમ લેષભાવ જ થવાનો અને જેમ જેમ તું તારા ગુણો જોઈશ તેમ તને માન-અભિમાન જ થવાનું. માટે હજુ પણ હે જીવ! તું ચેતી જા. તું તારી જ દૃષ્ટિ બદલ.
તારાથી જે વધારે ગુણીયલ પુરુષો હોય તેને જોઈને પ્રમોદભાવના ભાવ, (હર્ષ ધારણ કર), તારાથી જે જે જીવો સમાન દરજ્જાના હોય તેની સાથે મિત્રતા-ગોષ્ઠીભાવ કર. સમાનની સાથે જ લેવડ-દેવડના વ્યવહાર કર. તથા જે જે જીવો તારાથી નાના છે (દુઃખી છે, દરિદ્રી છે, નિર્ગુણ છે) તે સર્વે ઉપર કરૂણાભાવ લાવ. દુઃખીનાં દુઃખ, અને દરિદ્ર લોકોની દરિદ્રતા દૂર કરવા પ્રયત્નશીલ થા. નિર્ગુણ જીવોને ગુણ પમાડવાનો પ્રયત્ન કર. અધર્મી જીવોને ધર્મ પમાડવાનો પ્રયત્ન કર. તથા જે જે જીવો પાપી જ છે. હિંસાદિ પાપ સ્થાનકોમાં જ જોડાયેલા છે તેઓને જોઈને હૃદયમાં માધ્યસ્થભાવના ભાવ. પાપી ઉપર પણ દ્વેષ ન કર. પાપી ઉપર દ્વેષ કરવાથી તે જીવો કંઈ સુધરી જાય નહીં અને નિરર્થક દ્વેષથી તને પાપ લાગે માટે તેવા જીવો ઉપર પણ દ્વેષ ન કર. માધ્યસ્થ ભાવનાવાળો બન. આ પ્રમાણે હે જીવ! તું તારી પ્રકૃતિને બદલ, ગુણીયલ થા, બીજા તરફ દ્વેષ ઈર્ષ્યા અદેખાઈ અને ક્રોધાદિ ન થાય તેવા પરિણામો વાળો બન. તેમાં જ તારું કલ્યાણ છે. કંઈક સમજ, અને તે પોતે જ સુધરી જા. જગતને સુધારવાની જ્યાં ત્યાં સલાહ આપવા