________________
૮૦
અમૃતવેલની સજઝાય કરતાં તું જ સ્વયં સમજી જા. દષ્ટિ બદલ. આમ જો કરીશ તો તારો ઘણો ઉપકાર થશે. ૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવીએ શુદ્ધ નચની ભાવના, પાપનાશય તણું કામ રે II
ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૨૩ ગાથાર્થ :- ઉચિત વ્યવહારનું આલંબન લઈને તું સ્થિર પરિણામવાળો થા. શુદ્ધ નયની ભાવનાઓ ભાવ. જે પાપોના નાશનું કારણ છે. ૨૩
વિવેચન :- (૪૭) કોઈ મનુષ્ય જેમ દાદર ઉપરથી ગબડે તો અથડાતો-પીડાતો નીચે જાય પણ જો તેને પકડવા માટે દોરડાનું આલંબન મળે તો ત્યાંથી તે સ્થિર થઈ જાય છે, ગબડતો નથી અને પીડા પણ પામતો નથી. તે રીતે આ જીવને સંસારમાં પડવાનાં, ડુબવાનાં ઘણાં ઘણાં કારણો છે. પાંચે ઈન્દ્રિયોના મોહક વિષયો પ્રાપ્ત થતાં આ જીવ તેમાં રંગાય છે. આસક્તિ કરે છે. વિષયો છીનવાઈ જાય ત્યારે ક્રિોધાદિ કષાયો કરે છે. આમ આસક્તિ અને કષાયો કરવા દ્વારા આ જીવ સંસારમાં ગબડે છે. અને પીડા પામે છે. તેને બચાવવા માટે ત્યાગ, તપ, સુગુરુનો યોગ, વ્યાખ્યાનશ્રવણ, સામાયિકાદિ ધાર્મિક અનુષ્ઠાનો ઈત્યાદિ સંબંધી ઉચિત વ્યવહાર મોટાં મોટાં આલંબનો છે. જો આવા પ્રકારના ઉચિત