________________
અમૃતવેલની સજ્ઝાય
પોતાનામાં દેખાતા નાના દોષને પણ મોટો સમજીને દૂર કરવા પ્રયત્ન કર. વધતો રોગ જેમ આખા શરીરનો નાશ કરે છે. તેને વધતો જ અટકાવવો જોઈએ, આગળ વધતો દુશ્મન રાજા આપણા આખા દેશને લુંટી લે છે. કબજે કરે છે. તેને આગળ વધતો અટકાવવો જ જોઈએ તેમ વૃદ્ધિ પામતો નાનો દોષ પણ મોટો દોષ બનીને આત્માનું ઘણું જ પતન કરાવે. માટે વધતા એવા નાના દોષને જ તું રોકવાનો પ્રયત્ન કર. દૃષ્ટિ બદલવાનો પ્રયત્ન કર. તને જો માન લેવું વહાલું છે. તો તું બીજાને પણ માન આપતાં શીખ, તારો કોઈ અવિનય કરે, તને કોઈ તોછડાઈથી બોલાવે તો તને જેમ કડવું લાગે છે તેમ તારો કરેલો અવિનય અને તોછડાઈ ભરેલું તારું વર્તન બીજાને પણ કડવું જ લાગે આટલું તો સમજ. આ રીતે જોતાં સંસારમાં સર્વે જીવો કર્મને જ પરવશ છે. કોઈ વિનીત હોય અને કોઈ અવિનીત હોય, કોઈ આપણને સાનુકૂળ હોય અને કોઈ આપણને પ્રતિકુલ હોય. આ સર્વે કર્મોના ખેલ છે. તે જીવનો તેમાં કોઈ દોષ નથી. હે જીવ ! તું આવા પ્રકારની ઉંચી ભાવના ભાવ. અને દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ તથા અભિમાનનો ત્યાગ કર.
७८
સર્વ જીવો ઉપરનો દ્વેષ તું ઓછો કરી નાખ, દ્વેષને બદલે મૈત્રીભાવના ભાવતાં શીખ. સર્વે જીવો ઉપર હૃદયથી મિત્રતાની વાંછા કર. જેમ જેમ તું પરના દોષો જોઈશ તેમ