________________
અમૃતવેલની સઝાય અને પોતાને અભિમાનાદિ ન થાય. આ કારણે પરના ગુણો જ જોવા અને પોતાના દોષો જ જોવા.
આટલેથી વાત અટકતી નથી પણ પારકાના નાના ગુણને હે જીવ! તું મોટો કરીને દેખ અને મોટા દોષને નાનો કરીને દેખ, તથા પોતાના નાના દોષને પણ મોટો કરીને દેખ અને પોતાના મોટા ગુણને નાનો કરીને દેખ. સજ્જન આત્માઓની આવી પ્રકૃતિ જ હોય છે. તેથી ક્યાંય પણ ગુણીના ગુણો ગવાતા હોય તો તે સાંભળવા જલ્દી ત્યાં જાય છે. તેમ તું પણ તેવું વર્તન કરી અને તે ગુણો સાંભળીને મનમાં ઘણો હર્ષ-આનંદ ધારણ કર. ઈર્ષા અદેખાઈ માત્સર્યભાવ તો સર્વથા ત્યજી જ દે, ઈર્ષા અદેખાઈ કરવી તે ઉત્તમ પુરુષને છાજતી નથી. ગુણવંત પુરુષોને જોઈને માન આપ, આવે ત્યારે સામા લેવા જા, જાય ત્યારે વોળાવા જા, તે ઉભા હોય ત્યાં સુધી તું ન બેસ, તે બેઠા હોય ત્યારે બેસીને તું તેમની સેવા કર. આસનાદિ પાથરી આપ, આવા પ્રકારની ભદ્રપ્રકૃતિ વાળો થા. અક્કડતા, અભિમાનતા, મોટાઈના ભાવ મનમાંથી કાઢી નાખ. રાજા રાáણ જેવાનાં અભિમાન રહ્યાં નથી તો તું શું હિસાબમાં ? ખોટી મોટાઈ રાખવી નહીં “નમે તે સૌને ગમે” આ કહેવત બરાબર યાદ રાખવી.