________________
૬૦
અમૃતવેલની સજ્ઝાય
છે. ત્યારે પૂર્વબદ્ધ જિનનામકર્મનો વિપાકોદય શરૂ થાય છે. તે પુણ્યોદયથી કોડાકોડી દેવો આવીને સમવસરણ રચે છે. ત્રણ ગઢ ઉપર સિંહાસનમાં બેસીને પરમાત્મા ભવ્ય ધર્મદેશના ફરમાવે છે. જેનાથી સમસ્ત વિશ્વનો ઉપકાર થાય છે. અનેક આત્માઓ ધર્મ પ્રાપ્ત કરે છે. કોઈ સર્વવિરતિ, કોઈ દેશિવેરિત તો કોઈ સમ્યક્ત્વગુણ પ્રાપ્ત કરે છે. આમ આ અરિહંત પરમાત્મા વિશ્વનો ઉપકાર કરનારા છે. પોતે આ ભવે નિયમા મોક્ષે જવાના છે, કૃતકૃત્ય છે. પોતાને બીજું કંઈ સાધવાનું બાકી નથી. કંઈ પ્રયોજન નથી તો પણ સમસ્ત વિશ્વનો તેઓશ્રી ધર્મદેશના આપવા દ્વારા પરોપકાર કરે છે. તેઓશ્રીના નિઃસ્વાર્થ
એવા આ ગુણની હું અનુમોદના કરું છું. હે જીવ ! આમ વિચારીને ગુણવંત પુરુષોના આવા આવા ગુણોની તું અનુમોદના કર.
અરિહંત પરમાત્માએ પૂર્વભવોમાં બાંધેલું આ તીર્થંકર નામકર્મ સૌથી વિશિષ્ટ પુણ્યબંધ છે. તેના ઉદયથી એક યોજન સુધી તેઓની વાણી બધાંને બરાબર સંભળાય છે. સાંભળનારાને પોત-પોતાની ભાષામાં સમજાય છે. દરેકને એમ જ લાગે છે કે આ પ્રભુ મને જ કહે છે. ઘણાંને પ્રતિબોધનું કારણ બને છે. ધર્મદેશના આપવા રૂપ પરમાત્માનો આ શુભ વચનયોગ છે. તે ગુણની હે જીવ ! તું અનુમોદના કર. પ્રશંસા કર. સૌથી વધારે ઉપકાર આપણા ઉપર અરિહંત પરમાત્માનો