________________
અમૃતવેલની સઝાય ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે ! ચિત્તડુ ડમડોળતું વાળીએ, પામીએ સહજ સુખ આપ રે!
ચેતન ! જ્ઞાન અજુવાળીએ IIII ગાથાર્થ :- હે ચેતન ! જ્ઞાનદશા અજવાળીએ કે જેનાથી મોહસંતાપ દૂર થાય, ડામાડોળ ફરતું ચિત્ત રોકાય અને સ્વાભાવિક સુખ આ જીવ પ્રાપ્ત કરે. ||૧||
વિવેચન :- જ્ઞાનદશા એ આત્માનો મૂલભૂત ગુણ છે. જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિવેક આવે, સ્વદ્રવ્ય-પદ્રવ્યનું ભાન આવે, હેય-ઉપાદેયની બુદ્ધિ જાગે, કર્તવ્યાક્તવ્યનું જ્ઞાન થાય. માટે આ આત્માએ છ દ્રવ્યો અને નવતત્ત્વોનો અભ્યાસ કરવો જોઈએ તે કર્યા પછી અધ્યાત્મના વૈરાગ્યના અને યોગના ગ્રન્થો નિરંતર ભણવા જોઈએ. આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સતત તેમાં જ રમણતા કરવાથી આ જીવમાં નીચેના ગુણો પ્રગટ થાય છે અને તે તે ગુણોના આનંદસ્વરૂપ પરમસુખની પ્રાપ્તિ થાય છે.
(૧) મોહનો સંતાપ દૂર થાય છે. આ જીવને અનાદિના સંસ્કારના કારણે પરજીવ ઉપર (કુટુંબ-સ્નેહીમિત્રો અને સ્વજનો ઉપર) સાનુકુળ પ્રત્યે રાગ અને પ્રતિકુળ પ્રત્યે દ્વેષ થાય છે. તથા જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સારા, ચમક સારી, તેવાં પુગલદ્રવ્યો ઉપર રાગ અને જેનાં વર્ણ,