________________
અમૃતવેલની સઝાય ગંધ, રસ અને સ્પર્શ નસારાં, ન ગમે તેવાં, તેના ઉપર દ્વેષ (અણગમો) થાય છે. આ ગમો-અણગમો થયા પછી આ જીવ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિના ઉપાયો વિચારે છે. જો પ્રાપ્તિ થાય તો રાગ અને અપ્રાપ્તિ થાય તો દ્વેષ થાય છે. તેના વિચારોના વમળમાં આ જીવ ઘણો ઘણો દુઃખી થાય છે. આ રાગદ્રષાત્મક મોહનો સંતાપ જીવને દુઃખી-દુઃખી કરે છે. જ્ઞાનદશા જાગે તો જ સમજાય કે કુટુંબ, પરિવાર, સ્નેહીઓ, સ્વજનો કે કોઈપણ પુદ્ગલદ્રવ્ય હું સાથે લાવ્યો નથી, સાથે લઈ જવાનો નથી તો શા માટે આવો મોહ કરવો ? આમ વિવેક જાગે તેથી જ્ઞાનદશા આવવાથી વિવેક જાગવાથી મોહ-સંતાપ ટળે, મધ્યસ્થભાવ આવે, ઉદાસીનતા આવે અને વીતરાગ થવાને અભિમુખ થવાય.
| (૨) ચિત્તમાં ડામાડોળપણાનો ત્યાગ - મોહદશાના કારણે આ જીવનું ચિત્ત-મન ડામાડોળ થાય છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં એવા ભયંકર રાગ-દ્વેષ થાય છે કે જેનાથી આ જીવનું મન ચિંતાતુર, હર્ષ-શોકવાળું જ રહે છે. આમ કરું કે તેમ કરું તેના વિચારોમાં જ અટવાય છે. સાનુકુળ-પ્રતિકુળ નિમિત્તો ઉપર પ્રીતિ-અપ્રીતિ થાય છે. તેના માટે જુઠું બોલવાનું, હિંસા કરવાનું, માયા-કપટ કરવાનું મન થાય છે અને સતત મન