________________
૨૩
અમૃતવેલની સજઝાય સુખ એવું છે કે જે માણે તે જ જાણે” શબ્દોથી સમજાવી શકાય તેવું નથી. અઢી દ્વીપ-સમુદ્રમાંથી જીવો મોક્ષે જાય છે. તેથી ઉપર પણ ૪૫ લાખ યોજન પ્રમાણની ભૂમિમાં જ સિદ્ધ પરમાત્માઓનો વસવાટ છે. ૪૫ લાખ યોજન પ્રમાણની ઉપર જે સિદ્ધશીલા છે તે સ્ફટિકરત્નની બનેલી છે. તેનું ઈષ~ાશ્મારા આવું બીજું નામ છે તેનાથી બરાબર એક યોજના ઉપર અન્તિમ ભાગમાં સિદ્ધ પરમાત્માના જીવો વસે છે. તેઓ શુદ્ધ બુદ્ધ નિરંજન હોવાથી તેઓનું શરણ તે બીજું શરણ જાણવું. આ શરણ પણ ભયોનો નાશ કરી આત્મહત્ત્વનું રક્ષણ કરી કર્મોને ચકચૂર કરનારું છે. | મુક્તિદશા પામનારા જીવો મનુષ્યભવમાંથી જ મોક્ષ જાય છે. અન્ય ભવોમાંથી સીધુ મોક્ષે જવાતું નથી, પણ મનુષ્યભવની ઉપલબ્ધિ કરીને જ મોક્ષે જવાય છે. મનુષ્ય ભવમાંથી પંદર ભેદે તે જીવો મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. ૧. જિનસિદ્ધ : તીર્થંકર થઈને મોક્ષે જાય છે, જેમકે
ઋષભદેવ પ્રભુ. અજિનસિદ્ધ તીર્થકર થયા વિના મોક્ષે જાય તે, જેમકે પુંડરીકસ્વામી. તીર્થસિદ્ધ તીર્થની સ્થાપના થયા પછી મોક્ષે જાય તે - જેમકે ગૌતમસ્વામી.
જે
જે