________________
૨ ૨
અમૃતવેલની સજઝાય લોકાન્ત સુધી જાય છે. જીવનો સ્વભાવ ઉર્ધ્વગતિ છે અને અજીવનો સ્વભાવ અધોગતિ છે. તેથી કર્મો ન હોવા છતાં પણ પોતાના ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે એક સમય માત્રના કાળમાં સાત રાજ જેટલી ઉર્ધ્વગતિ કરે છે તે આત્માને સિદ્ધ પરમાત્મા કહેવાય છે.
આ સિદ્ધ પરમાત્મા મુક્તિનગરમાં પહોંચ્યા છતા ત્યાંનું રાજ્ય ભોગવે છે. એટલે કે સાદિ-અનંતકાલ આત્માની શુદ્ધ સ્થિતિની સંપદાનો અનુભવ કરે છે. સ્વગુણોની રમણતાના અનંત આનંદના ભોક્તા બને છે. સંસારવાસી પુગલાનંદી એવા આ આત્માને ભોગસુખમાં જ આનંદ લાગે છે. તેને આત્મગુણોની રમણતાના સુખના આનંદની કલ્પના પણ આવતી નથી. તેથી વારંવાર શંકા કર્યા જ કરે છે કે “મોક્ષમાં શું સુખ છે? ગાડી નથી, વાડી નથી, લાડી નથી, ત્યાં જઈને શું કરવાનું? આવા ભોગી જીવોને આત્મગુણના સુખની વાર્તા રૂચતી નથી. જગતના ભૌતિક ભાવોથી પર બને તો જ તેને ગુણના આનંદની કંઈક ઝાંખી થાય.
| મુક્તિમાં “જ્ઞાન આનંદ ભરપૂર રે” જ્ઞાનનો જ આનંદ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. ગુણોનો આનંદ એ જ પારમાર્થિક સુખ છે. સદાકાલ પોતાના શુદ્ધ સ્વરૂપની રમણતાનો જ આનંદ આ પરમાત્મા અનુભવે છે. “તે મુક્તિનું