________________
અમૃતવેલની સઝાય
૭પ | (૨) સંસારને ઘોર-ભયંકર માને પણ તેમાં રાગ ન કરે, એટલે કે સંસાર પત્તાંના મહેલ જેવો છે. ક્યારેય ખરી પડે તેનું કંઈ નક્કી નહીં. વીજળીના ચમકારા જેવું ઘડી બે ઘડીનું જ માત્ર સુખ હોય છે. દુઃખ જ અપાર હોય છે. વાદળ વિખેરાય તેમ સંસારીભાવો સુખના હોય કે દુઃખના હોય પણ વિખેરાઈ જાય છે. ક્યારેય પણ ધ્રુવ રહેતા નથી. આખોય આ સંસાર સ્વપ્નની જેમ માયાજાળ માત્ર જ છે. આમ સમજીને પુણ્યોદયથી કદાચ રાજા-મહારાજાપણું મળી જાય તો પણ તેમાં આ જીવ રાગ કરતો નથી. હર્ષ ધારણ કરતો નથી, પરંતુ આ સુખ પણ રાગાસક્તિ કરાવનાર હોવાથી ભયંકર છે, ઘોર છે, દુઃખદાયી છે આમ માને છે. તેથી ક્યાંય આસક્તિભાવ કરતો નથી. સુખમાં છલકાતો નથી, મલકાતો નથી અને દુઃખમાં હતાશ બનતો નથી. આ જીવ મિથ્યાદેષ્ટિ છે તો પણ તેનામાં આવા લૌકિક ગુણો છે. જે ગુણો કાલાન્તરે લોકોત્તર ગુણોની પ્રાપ્તિનું કારણ બને તેવી સંભાવના છે. તેથી તે ગુણોની હે જીવ ! તું અનુમોદના કર. અનુમોદના કર.
(૩) સદાકાળ ઉચિતસ્થિતિનું આચરણ કરે છે. સુખી ન હોય તો દાનાદિમાં અને પરોપકારાદિમાં વર્તે છે અને જો દુઃખી હોય તો હતાશ થયા વિના આર્ત-રૌદ્રધ્યાન કર્યા વિના નિરંતર ઉદ્યમશીલ રહે છે. જે કાલે જ્યાં જ્યાં જે જે કાર્ય કરવા જેવું લાગે તે કાલે ત્યાં ત્યાં તે તે કાર્ય આ જીવ કદાપિ