________________
૨૮
અમૃતવેલની સઝાય અને તેના કારણે જેઓ નિકટના કાલે અવશ્ય મુક્તપદ પામવાના જ છે. તેવા મુનિઓનું હે જીવ! તું શરણ સ્વીકાર કર. આવા મુનિઓ હજુ મોક્ષે ગયા નથી તો પણ નિકટકાલમાં અવશ્ય જવાના હોવાથી ભવસાગર તર્યા જ કહેવાય છે. આવા પ્રકારના મહાત્મા પુરુષોનું હે જીવ! તું શરણ સ્વીકાર.
અરિહંત અને સિદ્ધપ્રભુ જો કે સર્વજ્ઞ સર્વદર્શી છે. તો પણ હાલ આ કાલે ભરતક્ષેત્રની ભૂમિ ઉપર તેઓ વિદ્યમાન નથી, મનથી તેઓનો સંબંધ કલ્પવો પડે છે. જ્યારે ભાવનિર્ઝન્થ મુનિઓ વર્તમાનકાલે પણ હાલ ભૂમિ ઉપર વિચરે છે. તેઓ આપણને જિનવાણી સંભળાવી શકે છે. સદુપદેશ આપી શકે છે. આપણને પણ તેઓ પ્રત્યેની શ્રદ્ધા વધવાથી અહોભાવ-પૂજ્યભાવ વૃદ્ધિ પામી શકે છે અને તેઓની વૈયાવચ્ચ કરવાનો પણ લાભ મળે છે. માટે આ કાલે પણ સાધુ-સંતો સાથે સીધો સંબંધ સંભવતો હોવાથી તેઓનું પણ અવશ્ય શરણ સ્વીકારવું જોઈએ.
મહાત્માઓનું શરણ દુઃખ અને ભયથી મુક્ત કરાવનાર છે. તેઓની કૃપા જ આપણાં કર્મોનો નાશ કરનાર છે. તેથી તેઓનું શરણ લેવાથી કર્મજન્ય દુઃખ અને ભય આપોઆપ દૂર થઈ જાય છે. માટે હે જીવ ! આવા પ્રકારના ચારિત્રસંપન ભાવનિર્ઝન્થ મુનિ મહાત્માઓનું શરણ તું