________________
અમૃતવેલની સજ્જાય છે, સિદ્ધ થાય છે. જીવ સ્વયં અનાદિનો શુદ્ધ નથી પણ કર્મોના ક્ષયથી શુદ્ધ થાય છે.
સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગે ઉપર વસે છે. લોકાકાશ પ્રમાણ ધર્માસ્તિકાય હોવાથી અલોકમાં ગતિસહાયક દ્રવ્ય ન હોવાથી સિદ્ધજીવોની અલોકાકાશમાં ગતિ થતી નથી, મનુષ્યભવમાંથી જ સિદ્ધ થવાય છે. તેથી મનુષ્યલોક પ્રમાણ ૪૫ લાખ યોજનાનું સિદ્ધભગવંતોનું ક્ષેત્ર છે. જ્યાં દેહનો ત્યાગ કરે છે ત્યાં જ સમશ્રેણીથી સિદ્ધ ભગવંતો મોક્ષે જાય છે. આનુપૂર્વી નામકર્મ ન હોવાથી વાંકાચૂકા વક્રગતિ કરતા નથી. મનુષ્યલોકથી લોકાન્ત સુધી ઉપર જતાં માત્ર એક સમયકાલ લાગે છે. સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધભગવંતની સાથે સમાન અવગાહનાવાળા અનંત અનંત સિદ્ધભગવંતો હોય છે અને વિષમ અવગાહનાવાળા તેનાથી પણ અનંતગુણા સિદ્ધ ભગવંતો હોય છે. આ સર્વે સિદ્ધભગવંતો સર્વ કર્મ વિનાના હોવાથી ફરીથી સંસારમાં જન્મ ધારણ કરતા નથી, જન્મજરા-મૃત્યુ-રોગ અને શોક વિનાના હોય છે. તેમની સિદ્ધતા સાદિ-અનંત ભાંગે હોય છે. સ્વભાવદશામાં જ રમનારા અને આત્માના ગુણોનો જ આણંદ માણનારા હોય છે. તેઓ વીતરાગ સર્વજ્ઞ હોવાથી ઉદાસીન ભાવવાળા હોય છે. ક્યારેય રાગાદિ દોષોવાળા બનતા નથી. જગતના કર્તા નથી. જગતના જીવોને દુઃખ-સુખ આપવામાં તેઓ જોડાતા નથી. જગતના