________________
અમૃતવેલની સઝાય
૬૯ બીભત્સ વર્તન કરવું નહીં. ધન-ધાન્યાદિનું માપ ધારવું. માપથી અધિક પરિગ્રહ રાખવો નહીં. આ શ્રાવકનાં પાંચ અણુવ્રત કહેવાય છે.
ગુણને કરનારાં વ્રત તે ગુણવ્રત. (૧) પોતાના રહેવાના ઘરથી ચારે દિશામાં અને ચારે વિદિશામાં અમુક માઈલોથી વધારે ગમનાગમન કરવું નહીં, (૨) ભોગ-ઉપભોગનાં સાધનોનું માપ રાખવું માપથી વધારે પદાર્થોના ભોગ-ઉપભોગ કરવા નહીં, (૩) બીનજરૂરી પાપનાં સાધનો ભેગાં ન કરવાં, છરી, ચપ્પાં, તરવાર આદિ શસ્ત્રો જરૂરિયાતથી વધારે ન રાખવાં. આ ત્રણ ગુણવ્રત કહેવાય છે. સાધુના જેવું જીવન જીવવાની શિક્ષા લેવી તે શિક્ષાવ્રત. સામાયિક, દેશાવગાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. આમ શ્રાવક-શ્રાવિકાના જીવનમાં આવા પ્રકારનાં સુંદર બાર વ્રતોના પાલનનો જે ગુણ છે. તથા શ્રાવકજીવનની શોભારૂપ ૧૧ પ્રતિમાધારીપણાનો જે ગુણ છે. તે ગુણોની હે જીવ ! તું અનુમોદના કર, અનુમોદના કર.
આવા પ્રકારના શ્રાવક-શ્રાવિકાના જીવનમાં પરમાત્માના ધર્મ પ્રત્યે જે અવિચલ પ્રેમ છે, અડગ શ્રદ્ધા છે. જિનેશ્વર ભગવંતોએ જે કહ્યું હોય તે જ સાચું છે. આવા પ્રકારનો જે સમ્યકત્વ ગુણ છે. તેની પણ હે જીવ! તું