________________
૫૬
અમૃતવેલની સાય સમક્ષ કહીને તે પાપોની આલોચના લે. દંડ સ્વીકાર અને ફરીથી ન કરવા તત્પર થા. સાવધ થઈ જા. સુકૃતની અનુમોદના નામનું ત્રીજુ કર્તવ્ય :
(૩૭) દુષ્કતની નિંદા સમજાવીને હવે સુકૃતની અનુમોદના કહે છે. તારા જીવે ભૂતકાળમાં જે જે સારાં સારાં સુકૃતો કર્યા હોય તેની અનુમોદના કર. તે કાર્યો યાદ કરીને પ્રસન્ન થા. ફરી ફરી તેવાં કાર્યો કરવાના અધ્યવસાય જાગે તેવા ઉલ્લાસવાળો બન.
દુષ્કૃતની નિંદાથી અને સુકૃતની અનુમોદનાથી ભૂતકાળમાં બાંધેલાં કર્મોનો (વિસરાલ=ો નાશ થાય છે. જેમ અઈમુત્તા મુનિ બાલ્યાવસ્થામાં દીક્ષિત થયા હતા. બીજા નાના નાના બાળકોની સાથે રમતમાં જોડાઈ ગયા અને કાગળની હોડી બનાવી પાણીમાં તેરવવા લાગ્યા. તેવામાં શ્રી ગૌતમસ્વામીજી પધાર્યા. તેઓએ ઠપકો આપ્યો. તેનાથી પોતાની ભૂલ પોતાને સમજાઈ. પાપોની એવી આલોચના કરી કે તમામ પાપોનો ક્ષય કરીને કેવલજ્ઞાની થયા. તેવી જ રીતે સુકૃતની અનુમોદનાથી હરણ પણ સ્વર્ગે ગયું. વાર્તા આ પ્રમાણે છે.
કોઈ એક મુનિ અરણ્યમાં ધ્યાનસ્થ રહીને યોગદશાની ઉચ્ચતમ સાધના કરતા હતા. તે અરણ્યમાં ફરતા ફરતા