________________
અમૃતવેલની સક્ઝાય
પપ પાપ જે એવાં સેવીયા, નિંદીચે તેહ તિહું કાળ રે ! સુકૃત અનુમોદના કીજીયે, જિમ હોય કર્મ વિસરાલ રે II
ચેતન ! જ્ઞાન અજવાળીએ II૧પII ગાથાર્થ :- આવા પ્રકારનાં જે જે પાપ કર્યા હોય તે ત્રણે કાળનાં પાપોની નિંદા કરવી. હવે સુકૃતની અનુમોદના કરવી તે સમજાવે છે. જે સુકૃતની અનુમોદનાથી પૂર્વે બાંધેલાં કર્મોનો નાશ થઈ જાય. I૧પો.
વિવેચન :- ઉપર સમજાવેલાં અઢારે પાપસ્થાનકોમાંથી જે કોઈ પાપો ભૂતકાળમાં કર્યા હોય તેની નિંદા-ગહ કરવી. વર્તમાનકાલમાં તે આત્મા ! તું જે પાપો કરતો હોય તેનો ત્યાગ કરીને વિરામ પામ અને ભવિષ્યકાલમાં આવાં પાપો ન કરવાનાં પચ્ચખાણ કર. આમ ભૂતકાલીન પાપોની નિંદા, વર્તમાનકાલીન પાપોનો સંવર અને ભાવિનાં પાપોનાં પચ્ચકખાણ કરીને ત્રણે કાલનાં પાપોથી હે જીવ ! તું વિરામ પામ. અઢારે અઢાર પાપસ્થાનક દુષ્ટ છે, ભયંકર છે, નરકનિગોદના ભવોમાં લઈ જનાર છે. તેમાં અલ્પમાત્રાએ પણ પ્રીતિ કરવા જેવી નથી. જેમ બને તેમ વેલાસર આ પાપોમાંથી તું નીકળી જા.
પાપોનો પશ્ચાત્તાપ કર, જેવું પાપ કર્યું હોય તેવું ગુરુ