________________
૮૫
અમૃતવેલની સઝાય
एगोहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवमदिन्नमणसा अप्पाणमणुसासइ ॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंधं, सव्वं तिविहेण वोसिरियं ॥
હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી. આ પ્રમાણે દીનભાવ વિનાના મન દ્વારા નિરંતર આત્માને સમજાવવો, મારો એક આત્મા જ શાશ્વત છે કે જે જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણોથી યુક્ત છે. બાકીના બધા જ ભાવો બાહ્ય છે. પર છે, કે જે સર્વે સંયોગમાત્રથી પ્રાપ્ત થયેલા છે. પદ્રવ્યના સંયોગથી જ આ આત્માએ દુઃખની પરંપરા પ્રાપ્ત કરેલી છે. તેથી સર્વપ્રકારના સાંયોગિક સંબંધોનો હું ત્યાગ કરું છું.
આ રીતે હે જીવતારું સ્વરૂપ શરીરાદિથી પણ ભિન્ન છે. તો પછી ઘર, પરિવાર અને ધનાદિથી તો ભિન હોય તેમાં તો પૂછવું જ શું ? માટે તું સાંસારિક ભાવોની મમતા છોડી દે, મારું મારું કરવાની મનોવૃત્તિ ત્યજી દે, આ સંસારમાં કંઈ પણ તારું નથી. એક વૃક્ષ ઉપર સાથે મળેલાં પક્ષીઓ જેવો આ કુટુંબ પરિવાર છે. માટે ભલે બધાની સાથે