________________
८४
અમૃતવેલની સજઝાય દેહ મન વચન પુગલ થકી, કર્મથી ભિન તુજ રૂપ રે! અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે ||
ચેતન જ્ઞાન અજુવાળીએ ૨૪ll ગાથાર્થ :- શરીર, મન, વચન આદિનાં પુદ્ગલોથી અને કર્મનાં પુદ્ગલોથી પણ તારું સ્વરૂપ ભિન્ન છે. તું તો અક્ષય છે, અકલંકિત છે અને જ્ઞાનના આનંદથી ભરપૂર છે. ૨૪
વિવેચન :- (૪૮) ઉપરની ગાથામાં સમજાવ્યું તેમ હે જીવ! તું કંઈક અંશે પણ નિશ્ચયનયની દૃષ્ટિવાળો થા. વ્યવહારો ભવોભવમાં ઘણા કર્યા અને હાલ પણ કરે જ છે. પણ માત્ર વ્યવહારોમાં જીંદગી નિરર્થક એળે જાય તેવું ન કર. જે શરીરમાં તું રહે છે તે શરીર પણ ઔદારિકવર્ગણાનાં પુદ્ગલોનું બનેલું છે. જે વિચારો કરે છે તે પણ મનોવર્ગણાનાં પુદ્ગલો છે, જે ભાષા બોલે છે તે પણ ભાષાવર્ગણાનાં પુદ્ગલો છે અને સમયે સમયે જે કર્મો બાંધે છે તે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો છે. તે સર્વેથી તું ભિન્ન છો. કારણ કે આ સર્વે વસ્તુઓ પુદ્ગલની બનેલી છે અને તું ચેતન છે. તેથી તારું
સ્વરૂપ દેહાદિથી ભિન્ન છે. દેહાદિ માત્ર આ ભવસંબંધી છે. તારે ભવાન્તરમાં જાવાનું છે. દેહાદિ વિનાશી ધર્મવાળાં છે. તું અવિનાશી ધર્મવાળો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -