________________
અમૃતવેલની સઝાય
૮૩ નિશ્ચયર્દષ્ટિ હૃદયે ઘરીજી, પાળે જે વ્યવહાર | પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર રે !
આ આત્મા નિશ્ચયનયથી સત્તાગત રીતે શુદ્ધ બુદ્ધ નિરંજન છે. સ્ફટિક અને સુવર્ણ જેવો નિર્મળ અને અનંતગુણી છે. માત્ર કર્મોનો લેપ જ તેને વળગેલો છે. તેથી જ નરનારક-દેવ અને તિર્યંચાદિ સ્વરૂપે બને છે. જેમ માણસને ભૂત વળગ્યું હોય અને જેમ તેમ વર્તન કરે, જેમ તેમ તે બોલે પણ તે અનુચિત વર્તન ભૂતનું છે. મૂલવ્યક્તિનું નથી તેવી જ રીતે સાંસારિક તમામ વર્તન કર્મોની પરાધીનતાથી છે. મૂલભૂત જીવનું નથી. તેથી હે જીવ! તું તારું શુદ્ધ સ્વરૂપ વિચાર, તું તારા શુદ્ધ સ્વરૂપનો કર્તા-ભોક્તા છો. બાહ્યસ્વરૂપનો નહીં. કાદવમાં પડેલો સ્ફટિક અથવા કાદવમાં પડેલી સોનાની લગડી જેમ પાણીથી ધોઈને શુદ્ધ કરી શકાય છે કારણ કે તે વાસ્તવિકપણે મેલી નથી તેમ કર્મોથી મલીન થયેલો આ આત્મા રત્નત્રયીની સાધનાથી શુદ્ધ કરી શકાય છે. માટે હે જીવ! તું સાધનામાં જોડાઈ જા. અશુદ્ધ દશાને દૂર કર અને શુદ્ધ દશાને પ્રાપ્ત કર.
આવા આવા પ્રકારની શુદ્ધ નયોની ભાવનાઓ ભાવ. નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારો કરીને નિર્લેપ થા. ૨૩