________________
૬
અમૃતવેલની સજ્ઝાય
બન્યા છે, સંસારના ત્યાગી બન્યા છે, પંચમહાવ્રતધારી થયા છે, ઉત્તમ સાધુતા પાળે છે, ગુણોના ભંડાર છે, આત્મદૃષ્ટિ જેની ઉઘડી છે, આત્મતત્ત્વ જેને પ્રાપ્ત થયું છે, આત્મા અને દેહના ભેદનો જેને ભાસ થયો છે, તેથી જ આત્મસ્વરૂપમાં જ વધારે મગ્ન છે, અર્થ અને કામ તરફની ભાંજગડ જેણે ત્યજી દીધી છે, મુમુક્ષુ આત્માર્થી વૈરાગી સંવેગ-નિર્વેદ પરિણામી જેઓ બન્યા છે, જેઓ સાંસારિક વાર્તાલાપથી દૂર છે, આત્મતત્ત્વના ગુણોની જ રસિકતા જેઓને વરી છે તેવા સાધુસંતોના ગુણગાન હે જીવ ! હું કર. જીવનનું આ જ સાફલ્ય છે કે ઉત્તમ પુરુષોના ગુણ ગાવા. તેનાથી જ ગુણોની મહત્તા સમજાય. આપણા આત્માની દૃષ્ટિ પણ ધન-કંચનકામિની તરફ જે વળેલી છે તે બદલાઈને ગુણાભિમુખ થાય. કાલાન્તરે ગુણપ્રાપ્તિ પણ થાય. કહ્યું છે કે “ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.”
(૬) અધમ વચનથી ખીજાવું નહીં - જે મનુષ્યો વિશિષ્ટ ગુણવત્તા ધરાવતા નથી. જેના કારણે વ્યવહારથી અધમ પુરુષ કહેવાય છે. તેવા અધમ પુરુષોનાં વચનો હંમેશાં હલકાં જ નીકળે છે. વ્યંગવચન, કટાક્ષવચન, મેણાં-ટોણાંનાં વચન, ક્રોધાદિ કષાયનાં ઉત્તેજક વચનો આવાં વચનો પ્રાયઃ હલકા માણસોનાં હોય છે. તેઓનો તે સ્વભાવ છે. માટે તેવાં વચનો સાંભળીને હે જીવ ! ક્યારેય પણ ખીજાવું નહીં. હલકાં