________________
અમૃતવેલની સઝાય સંતોના ગુણગાન કરીએ, અધમ પુરુષોનાં હલકાં વચનોથી ગુસ્સે થવું નહીં અને સજ્જન પુરુષોને માન આપવું. રા
વિવેચન - પરમ તત્ત્વના ઉપાસક એવા આ જીવને ઉપાધ્યાયજી મહારાજશ્રી વળી હિતશિક્ષા આપતાં જણાવે છે કે -
(૪) ઉપશમરસનું પાન કીજીએ - સમતાભાવ રાખવા રૂપી જે ઉપશમ રસ છે તેનું નિરંતર પાન કરીએ. કારણ કે પુણ્યોદય અને પાપોદય તો ક્રમશઃ આવવાનો જ છે અને તે આ આત્માને રાગ-દ્વેષ-હર્ષ-શોક કરાવવાનો જ છે. તેમાં પ્રીતિ-અપ્રીતિ કરવાથી નવાં નવાં કર્મો આ જીવ બાંધે અને તેનાથી સંસારની ભ્રમણા વધે. ક્યારેય મુક્તિ ન થાય. માટે ઉદિત કર્મોને સહન કરવા. હે જીવ! તું તૈયાર થઈ જા. શુભાશુભ જે કોઈ કર્મો ઉદયમાં આવે તે હે જીવ! તારું સ્વરૂપ નથી. તું તેમાં અંજાઈ ન જા. હર્ષ-શોક વિનાનો થઈને ઉદાસીન ભાવને અનુભવવા રૂપ ઉપશમરસનું જ નિરંતર પાન કર. છ ખંડની ઋદ્ધિ પણ તારી નથી અને નિર્ધનતા એ પણ તારું સ્વરૂપ નથી. કાળાન્તરે આ બને દશા જવાવાળી છે, પરભાવ છે, વિભાવ છે. તું તે બને દશાથી અલિપ્ત બન. પૌદ્ગલિક સુખદશા પણ તારી નથી અને દુઃખદશા પણ તારી નથી. તું તેનાથી અલિપ્ત બન. .
(૫) સાધુ-સંતોનાં ગુણગાન ર - જે જે મહાત્માઓ