________________
४४
અમૃતવેલની સજઝાય માટે તેમાં બની શકે તેટલી વધારે જયણા પાળવી. એ જ માર્ગ છે.
માનવ જીવન ઘણું દુર્લભ છે. તેમાં પણ પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ મળવી, આરોગ્ય પ્રાપ્ત થવું આ સઘળી વસ્તુઓ તેનાથી પણ ઘણી જ દુર્લભ છે. તે માટે આવા ઉત્તમ સંજોગોને પામીને શક્ય બને તેટલી વધારે જીવદયા પાળવી જોઈએ. હિંસાને જીવનમાંથી ત્યજી દેવી જોઈએ, ધાન્યાદિ જોઈ સાફસુફ કરીને જીવાત વિનાનું હોય તેનો જ ઉપયોગ કરવો. ઘરને પણ સ્વચ્છ અને સાફ રાખવું કે જેથી જીવાતની ઉત્પત્તિ જ ન થાય કે જેથી હિંસા કરવી પડે, પશુપક્ષીને બંધનમાં રાખીને પાળવાં-પોષવાં નહીં, મુક્તપણે વિચરનારાં પ્રાણીઓને બંધનમાં પૂરવાં નહીં. ઈન્દ્રિયચ્છેદ તથા શારીરિક કોઈ પણ અંગોના છેદનું કામકાજ ન કરવું. ખાવા-પીવાની ચીજોનાં ભાજને ઉઘાડાં રાખવાં નહીં. તેમાં જીવાત ન પડે તેનું ધ્યાન રાખવું ઈત્યાદિ રીતે હિંસા ન થાય તેની બરાબર કાળજી રાખવી. જે કોઈ નાની મોટી હિંસા થઈ ગઈ હોય તેની ક્ષમા
માગવી.
(૨૦) મૃષાવાદ - આ જીવનમાં જે કંઈ જુઠાં વચનો બોલાયાં હોય, મર્મવેધક, વ્યંગ, કટાક્ષ અને ઝેર ભરેલાં વચનોનો ઉપયોગ કર્યો હોય, ઉતાવળીયા સ્વભાવે પુરેપુરી તપાસ કર્યા વિના કોઈના પણ ઉપર ખોટા આક્ષેપ-કલંક કે