________________
૨૬
અમૃતવેલની સઝાય ઉપાધ્યાય અને ઉપાધ્યાયથી આચાર્ય એમ ઉત્તરોત્તર વધારે વધારે આત્મસાધનાની વિકસિત અવસ્થા છે. આ મહાત્મા પુરુષોનું શરણ લેવું તે ત્રીજું શરણ જાણવું.
(૧૪) સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર દ્વારા જેઓ નિરંતર મુકિતમાર્ગની સાધના કરે છે. પ્રાણાતિપાત વિરમણ વ્રત વગેરે પાંચ મહાવ્રત જે બરાબર પાળે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી જે સુરક્ષિત છે, પંચાચારનું નિત્ય પાલન કરે છે, નિત્ય સ્વાધ્યાય અને તપમાં જેઓ રક્ત છે, સતત આત્મ તત્ત્વની ચિંતવણામાં જ જેઓ સમય પસાર કરે છે, બાહ્યભાવમાં જેઓ કદાપિ જતા નથી, નિરંતર અંતર્મુખવૃત્તિવાળા થઈને રહે છે તે મહાત્માઓનું શરણ હે જીવ! તું સ્વીકાર કર. તેઓનું શરણ જ આ સંસારથી તારનાર છે.
આ સાધુ-સાધ્વીજી મહારાજશ્રી મૂલગુણ અને ઉત્તર ગુણોથી હરહંમેશા શોભી રહ્યા છે. જેમ શરીર અલંકારોથી શોભે, આકાશ ચંદ્રમાથી શોભે તેમ સાધુ-સંત પુરુષો ગુણોથી શોભે છે. મૂલ ગુણ પાંચ મહાવ્રત છે. (૧) નાના-મોટા કોઈ જીવની હિંસા કરવી નહીં. (૨) નાનું-મોટું જુઠું બોલવું નહીં. (૩) નાની-મોટી કોઈપણ જાતની ચોરી કરવી નહીં. (૪) સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળવું. (૫) કોઈપણ વસ્તુઓનો સંગ્રહ