________________
પ૧
અમૃતવેલની સઝાય
ગાથાર્થ :- બીજા ઉપર જુઠાં આળ ચઢાવ્યાં હોય, ચાડી ખાવાનાં જે પાપો કર્યા હોય, રતિ-અરતિ, પરની નિંદા, માયા મૃષાવાદ તથા મિથ્યાત્વનું જે કંઈ પાપ કર્યું હોય તેની હે જીવ! તું ક્ષમા માગ). ૧૪
વિવેચન :- (૩૧) અભ્યાખ્યાન - બીજા ઉપર ખોટાં આળ દીધાં હોય, ખોટા આક્ષેપ મુક્યા હોય, મિથ્યા કલંક આપીને અન્ય જીવોની હલકાઈ કરી હોય, કોઈનો યશ ન ખમ્યા હોઈએ, બીજાની ખ્યાતિ જોઈને અદેખાઈ કરી હોય, સારા જીવોના નાના દોષને મોટા દોષ રૂપે કરીને વગોવ્યા હોય, તથા મોટા ગુણોને નાના બનાવીને ખેદ વ્યક્ત કર્યો હોય, આવાં આવાં કરેલાં પાપોની હે જીવ ! તું નિંદા કર, પશ્ચાત્તાપ કર. ક્ષમા માગ.
(૩૨) પિશનતા - ચાડી ખાવી, નાનાની ભૂલને મોટા આગળ કહીને માર મરાવ્યો હોય, સંજોગવશાત્ કરેલી ભૂલને સાચી ભૂલ રૂપે રજુ કરીને મોટાઓ દ્વારા દંડ કરાવ્યો હોય,
જ્યાં ત્યાં ચાડીયાપણું જ કર્યું હોય, દરેકનાં છિદ્રો જ જોવાનો સ્વભાવ રાખ્યો હોય, છિદ્રો જોઈને તેમાં પોતાની પ્રતિકલ્પના પ્રમાણે ઉમેરો કરીને જગતમાં પરને ફજેત કર્યા હોય, કોઈની સાચી દલીલ પણ ન સાંભળી હોય અને મન ફાવે તેમ દોષારોપણ કરીને મરાવ્યા હોય, પિટાવ્યા હોય. આવા પ્રકારનાં