________________
૫૦
અમૃતવેલની સજ્ઝાય
નથી અને થનાર પણ નથી. માટે હે જીવ ! તું આ કષાયોની લત છોડી દે. આ દુષ્કૃતની ગર્હા કર.
(૩૦) કલહ કજીયો કરવો, ઝઘડો કરવો, બોલાચાલી કરવી તે બારમું પાપસ્થાનક છે. કજીયો એ વૈમનસ્ય વધારનારું તત્ત્વ છે. અનેક વ્યક્તિઓની સાથે સંબંધ બગાડનારું તત્ત્વ છે. કજીયો કરવાથી શરીર તપી જાય, લોહી ઉકળી જાય, તાવ વગેરે પણ આવે, કજીયો વધી જાય પછી બેકાબુ બનતાં મારામારી થાય, પ્રાણહત્યા અથવા સ્વપ્રાણહિંસા થાય. મારામારીના ઘા વાગવાથી ઘણી પીડાવેદના થાય. એક કલહથી અનેકની સાથે સંબંધ બગડે, મીઠા સંબંધો પણ કડવા થઈ જાય. માટે હે જીવ! આવાં આવાં પાપસ્થાનકોનો તું તારા જીવનમાંથી ત્યાગ કર. પશ્ચાત્તાપ કર, ફરી ફરી આવાં પાપો ન કરવાની પ્રતિજ્ઞા કર. કષાયોથી કોઈનું પણ ભલું થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. માટે કલહનો ત્યાગ કર, તે કલહના ઉપાયોની યોજના ન કર. કલહ ઘટે તેમ કર, વધે તેમ ન કર. કલહથી ચિંતા, ખેદ અને ઉદ્વેગ વધે છે. માટે હે જીવ ! તે સર્વને તું ત્યજી દે. ॥૧૩॥
જૂઠ જે આલ પરને દિયાં, જે કર્યાં પિશુનતા પાપ રે । રતિ અરતિ નિંદ માયામૃષા, વળીય મિથ્યાત્વસંતાપ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૧૪॥